જાણો શું છે પોલીસનો માસ્ટર પ્લાન? નહિ છોડે પોલીસની ત્રીજી આંખ

રાજકોટ પોલીસ કમિશ્નર દ્રારા 15 એપ્રિલથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ઇ મેમોથી દંડ વસૂલવાની જાહેરાત કરી છે. સ્માર્ટ સિટી અંતર્ગત રાજકોટ શહેરમાં લગાવવામાં આવેલા સાડા પાંચસોથી વધારે સીસીટીવી કેમેરાની મદદથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને તેમના વાહનના નંબરના આધારે તેમના ઘરે ઇ ચલણ મોકલવામાં આવશે. ટ્રાફિક શાખા દ્વારા ઇ મેમોમાં દંડની સાથે સાથે તેના નિયમો પણ કડક કર્યા છે. 

Updated By: Apr 13, 2018, 10:48 AM IST
જાણો શું છે પોલીસનો માસ્ટર પ્લાન? નહિ છોડે પોલીસની ત્રીજી આંખ
પ્રતિકાત્મક તસવીર

રક્ષિત પંડ્યા/ રાજકોટ: રાજકોટ પોલીસ કમિશ્નર દ્રારા 15 એપ્રિલથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ઇ મેમોથી દંડ વસૂલવાની જાહેરાત કરી છે. સ્માર્ટ સિટી અંતર્ગત રાજકોટ શહેરમાં લગાવવામાં આવેલા સાડા પાંચસોથી વધારે સીસીટીવી કેમેરાની મદદથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને તેમના વાહનના નંબરના આધારે તેમના ઘરે ઇ ચલણ મોકલવામાં આવશે. ટ્રાફિક શાખા દ્વારા ઇ મેમોમાં દંડની સાથે સાથે તેના નિયમો પણ કડક કર્યા છે. 

જો કે ઇ મેમોથી દંડ વસૂલવાની કામગીરીનો બીજી વખત પ્રારંભ થઇ રહ્યો છે આ અગાઉ પોલીસ કમિશ્નર દ્રારા ઇ મેમો વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલાક કિસ્સાઓમાં ઇ ચલણને કારણે થતી ભૂલને કારણે આ પ્રોજેક્ટ બંઘ કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશ્નરે આવી ભૂલોનું પૂનરાવર્તન નહિ થાય તેની બાંહેધરી આપી છે. પોલીસ કમિશ્નરના કહેવા પ્રમાણે જે કોઇ વાહનચાલકને ઇ ચલણ અંગે કોઇ ફરિયાદ હોય તો તેઓ આઇ વે પ્રોજેક્ટની ઓફિસે સંપર્ક કરી શકે છે જ્યાં તેની ફરિયાદનો નિકાલ કરવામાં આવશે.

ગુજરાતમાં એસીબીની ઐતિહાસિક રેડ, સરકારી અધિકારીઓ સકંજામાં

ઈ ચલણની સાથેસાથ દંડની રકમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ચાલુ વાહને મોબાઇલમાં વાત કરનારને પ્રથમ વખત 1 હજાર રૂપિયા, બીજી અને ત્રીજી વખત 2 હજાર અને ચોથી વખત પકડાશે તો લાયસન્સ રદ્દ કરવામાં આવશે. આ ઉપરાંત વન વે અથવા રોંગ સાઇડમાં વાહન રાખવા, સીટ બેલ્ટ ન પહેરવો, નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવુ જેવા નિયમો ભંગ બદલ પ્રથમ વખત 100 અને બીજી, ત્રીજી વખત 300 અને ત્યારબાદ લાયસન્સ રદ્દ કરવામાં આવશે.

VIDEO: કોંગ્રેસની જેમ ભાજપનો ઉપવાસ બન્યો ઉપહાસ, અમદાવાદમાં ધરણાં સ્થળ પર મળ્યા ફૂડ પેકેટ

શહેરના અન્ય વિસ્તારો કે જ્યાં સીસીટીવી કેમેરા નથી તેવા સ્થળો માટે સાત પીએસઆઇની એક ટીમ તૈયાર કરવામાં આવી છે. જે ટ્રાફિકના નિયમનો ભંગ કરતા હોય તેવા લોકોના ફોટા પાડીને કન્ટ્રોલ રૂમમાં મોકલશે જ્યાંથી આવા વાહન ચાલકોને ઇ મેમો મળશે. વાહનચાલકો પર પોલીસે દંડાત્મક કાર્યવાહી કરવાની શરૂ કરવા જઇ રહી છે. ત્યારે જોવાનું રહેશે કે પોલીસના માસ્ટર પ્લાનની અસર જાહેર જનતા પર કેવી અસર પડશે. 

મહત્વનું છે કે વાહનના ખરીદ વેચાણ બાદ તેના નામ ટ્રાન્સફર ન થવાને કારણે ઇ મેમો અંગે ફરિયાદો ઉઠી રહી હતી. જો કે પોલીસ કમિશ્નર દ્રારા આવા વાહનચાલકોને એક મહિનામાં નામ ટ્રાન્સફર કરવાનો સમય આપ્યો છે. હાલમાં રાજકોટ શહેરમાં સાડા પાંચસો સીસીટીવી કેમેરા છે અને બીજા તબક્કામાં સાડા ત્રણસો સીસીટીવી કેમેરા લગાડવામાં આવી રહ્યા છે. ત્યારે આખું શહેર સીસીટીવીથી સજ્જ થઇ જશે. આપ પણ હવે સાવચેત થઇ જજો આપ જો રાજકોટ શહેરમાં નીકળશો અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરશો તો તીસરી આંખ તમને પણ છોડશે નહી.