કયા સંજોગોમાં હોમ ક્વોરેન્ટાઈન થઈ શકશો? આ ગાઈડલાઈનને ગાંઠ વાળીને યાદ કરી લો

કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં માનવીના જીવન જીવવાની રીત બદલી દીધી, તો સાથે જ કેટલાક એવા શબ્દો લોકોના જીવનમાં વણી દીધા કે, રોજબરોજ માટે સાંભળવામાં સામાન્ય બની ગયા. આ નવા શબ્દોથી એક શબ્દ એટલે ક્વોરન્ટાઈન... જી, હા.. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે અને દર્દીમાં સામાન્ય લક્ષણ જોવા મળે તો કેટલીક શરતો સાથે દર્દીને હોમ ક્વોરેન્ટાઈન (home quarantine) કરવાની ગાઈડલાઈન ICMR તરફથી જાહેર કરવામાં આવી છે. કોરોના (Coronavirus) પોઝિટિવ દર્દી ક્યારે અને કઈ સ્થિતિમાં હોમ ક્વોરેન્ટાઈન થઈ શકે અને કઈ સ્થિતિમાં દર્દી હોમ ક્વોરેન્ટાઈન ના થઇ શકે જાણીએ અમારા આ અહેવાલમાં..
કયા સંજોગોમાં હોમ ક્વોરેન્ટાઈન થઈ શકશો? આ ગાઈડલાઈનને ગાંઠ વાળીને યાદ કરી લો

અતુલ તિવારી/અમદાવાદ :કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં માનવીના જીવન જીવવાની રીત બદલી દીધી, તો સાથે જ કેટલાક એવા શબ્દો લોકોના જીવનમાં વણી દીધા કે, રોજબરોજ માટે સાંભળવામાં સામાન્ય બની ગયા. આ નવા શબ્દોથી એક શબ્દ એટલે ક્વોરન્ટાઈન... જી, હા.. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે અને દર્દીમાં સામાન્ય લક્ષણ જોવા મળે તો કેટલીક શરતો સાથે દર્દીને હોમ ક્વોરેન્ટાઈન (home quarantine) કરવાની ગાઈડલાઈન ICMR તરફથી જાહેર કરવામાં આવી છે. કોરોના (Coronavirus) પોઝિટિવ દર્દી ક્યારે અને કઈ સ્થિતિમાં હોમ ક્વોરેન્ટાઈન થઈ શકે અને કઈ સ્થિતિમાં દર્દી હોમ ક્વોરેન્ટાઈન ના થઇ શકે જાણીએ અમારા આ અહેવાલમાં..

સૌ પ્રથમ દર્દીના ઘરમાં એક બેડરૂમમાં બાથરૂમ સાથે એક્સ્ટ્રા રૂમ હોવો જોઈએ. 14 દિવસ સુધી જાતે જ તમામ લોકો સાથેના સંપર્કોથી અળગા થઈ જવું જોઈએ. જે રૂમમાં હોઈએ એ જ રૂમમાં જમવું, કપડાં, વાસણ અને તમામ જરૂરી સમાન અલગ કરી લેવા. શક્યતા માટે હંમેશા 104 નમ્બરનાં સંપર્કમાં રહેવું અથવા ફેમિલી ડોકટરના સંપર્કમાં રહી સલાહ મુજબ જ રહેવું. લીલા શાકભાજી, ગરમ પાણી, ફળનું સતત સેવન કરવું. સમયાંતરે થોડું થોડું સતત પૌષ્ટિક આહાર લેતા રહેવું. દૈનિક સામાન્ય કસરત અને યોગા કરતા રહેવું. રોજના 8 થી 10 કલાકની પૂરતી ઊંઘ લેવી. 

ઓક્સીપલ્સ મીટર સાથે જ રાખવું, દર 4 કલાકે ઓક્સિજનનું પ્રમાણ તપાસતા રહેવું જોઈએ. ઓક્સિજનનું પ્રમાણ 93ની નીચે જાય તો ડોકટરનો તાત્કાલિક સલાહ લઈ હોસ્પિટલમાં શિફ્ટ થવું હિતાવહ રહેશે. 50 વર્ષથી ઉપરના વ્યક્તિએ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું હિતાવહ નથી. કોરોના પોઝિટિવ આવે અને અન્ય બીમારીઓ હોય તો પણ હોમ ક્વોરેન્ટાઈનના થવું જોઈએ. દર્દીને હૃદય, કિડની, ફેફસા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારી હોય અને કોરોના પોઝિટિવ આવે તો હોમ ક્વોરેન્ટાઈન રહેવું હિતાવહ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news