)
Gandhinagar News : માયાભાઈ આહીરના વીડિયો બાદ સળગેલા બગદાણાનો વિવાદ ગાંધીનગર પહોંચ્યો છે. કોળી સમાજના નેતાઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા ગાંધીનગર નિવાસસ્થાન ખાતે બેઠક યોજાઈ. જેમાં મંત્રી મંડળ વિસ્તારમાં કોળી સમાજના આગેવાનો અને મંત્રીઓ દ્વારા બેઠક કરવામાં આવી. આ બેઠકમાં કુંવરજી બાવળીયા, પુરષોત્તમ સોલંકી અને કોળી સમાજના આગેવાનો હાજર રહ્યાં. નિષ્પક્ષ તપાસ અંગે CM એ કોળી સમાજના આગેવાનોને ખાતરી આપી તેવું બગદાણાના સરપંચપર હુમલા મામલે બેઠક બાદ MLA હીરા સોલંકીએ જણાવ્યું.
બગદાણાના સરપંચ પર થયેલા હુમલા બાદ અનેક નેતાઓ સરપંચને મળવા પહોંચી રહ્યાં છે. તેના બાદ આજે કોળી સમાજનો મોરચો ગાંધીનગર પહોંચ્યો હતો. જ્યાં આ હુમલા અંગે
નવનીત બાલધિયા પર 8 શખ્સોના જીવલેણ હુમલા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. જેના બાદ હનુમંત હોસ્પિટલ ખાતે નેતાઓની દોડધામ ચાલી રહી છે. ગઈકાલે કોળી સમાજના અગ્રણી અને મંત્રી કુંવરજી બાવળીયાએ પીડિતની મુલાકાત લઈ ખબર-અંતર પૂછ્યા અને સાંત્વના પાઠવી હતી. જૂનાગઢના સાંસદ રાજેન્દ્રભાઈ ચુડાસમા પણ હોસ્પિટલ પહોંચ્યા, પીડિત પરિવારને ન્યાયની ખાતરી આપી. સાંસદ રાજેન્દ્રભાઈએ બંને સમાજને સંયમ જાળવવા અને સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક કોમેન્ટ ન કરવા નમ્ર વિનંતી કરી. "સૌ ભાઈચારો જાળવી રાખે" તેવા સંદેશ સાથે મંત્રી બાવળીયા અને સાંસદ ચુડાસમાએ સ્થિતિને થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યા.
નિષ્પક્ષ તપાસ અંગે CMની ખાતરી: બગદાણાના સરપંચપર હુમલા મામલે બેઠક બાદ MLA હીરા સોલંકીનું નિવેદન#Gujarat #BreakingNews #News #MayabhaiAhir pic.twitter.com/GDX5TjyevF
— Zee 24 Kalak (@Zee24Kalak) January 5, 2026
માયાભાઈ આહીરથી શું ભૂલ થઈ હતી
પ્રસિદ્ધ લોકગાયક માયાભાઇ આહીરનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હતો. આ વાયરલ વીડિયોને લઈને ટ્રસ્ટી શબ્દ અંગે માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરનાર બગદાણાના સેવક પર અજણયા શખસો દ્વારા હુમલો કરાયો હતો. 24 ડિસેમ્બરના મુંબઈના કાંદિવલી ખાતે યોજાયેલ કાર્યક્રમમા માયાભાઇ આહીરના નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો. જેમાં માયાભાઇ આહીરે બગદાણાધામ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કરી કોઈ જાહેરાત કરી હતી. આ વીડિયો વાયરલ થતા બગદાણા આશ્રમના સેવકે માયાભાઈને ફોન કરી ‘અહીં બધા માત્ર ટ્રસ્ટીઓ છે કોઈ મેનેજીંગ ટ્રસ્ટી કોઈ નથી’ એમ જણાવ્યું હતું. જે બાબતે માયાભાઇ આહીરે પોતાની ભૂલ સ્વીકારી ટ્રસ્ટી શબ્દ અંગે માફી સાથેનો વિડીયો વાયરલ કર્યો હતો.
માયાભાઈએ માફી પણ માંગી હતી
આ વિવાદ બાદ માયાભાઈ આહીર દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી શબ્દને લઈ ભૂલ સ્વીકારતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેને લઈ તેના માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરે નવીનભાઈ બાલદીયાને ફોન કરે રૂબરૂ મળવા માટે કહ્યું હતું. જેમાં નવીન બાલોદીયાના ટ્રેક્ટરની ચાવી કોઈ અજાણ્યા શખ્સોએ લઈ લીધી હોય તેવો નવીન બાલોદીયા પર ફોન આવતા તેઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. જેમાં સાતથી આઠ શખ્સોએ નવીનભાઈ પર ધોકા પાઈપથી હુમલો કર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને નવીનભાઈ ઈજાગ્રસ્ત તયા હતા, જેના બાદ તેમને તાત્કાલિક મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.