)
નિલેશ જોશી/કપરાડા: જો કે હજુ પણ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં આવેલા ડુંગરાળ વિસ્તારમાં અનેક એવા સ્થળો છે. જે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી શકે છે. જો કે ત્યાંની ઓછી પ્રસિદ્ધિ થઈ થતી હોવાથી ખૂબ જ ઓછા લોકો હજુ સુધી ત્યાં પહોંચે છે. આવું જ એક અજાણ્યું પરંતુ સાપુતારા અને વિલ્સન હિલ જેવી જ સુંદરતા ધરાવતું કપરાડાનું છેવાડે આવેલા કોલવેરા ગામનો કોલવેરા ડુંગર છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર કપરાડાના આ કોલવેરા નો ડુંગર આ વિસ્તારનો સૌથી ઊંચી ડુંગરની ટોચ છે. જ્યાં અદભુત નજારો સર્જાય છે.
ચોમાસામાં વરસાદી માહોલમાં કોલવેરા અને આસપાસના વિસ્તારમાં કુદરતી સૌંદર ભરપૂર ખીલે છે. આથી મોટી સંખ્યામાં પરાટકો અહીંનો નજારો માણવા પહોંચે છે. આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતથી જ કોલવેરા અને આસપાસના ડુંગરો અને તળેટીમાં હરિયાળી ચાદર બીછાવી હોય તેવા સુંદર નજારો જોવા મળી રહ્યો છે. આથી મોટી સંખ્યામાં પર્યટકો અહીં પહોંચે છે. મહત્વપૂર્ણ છે કે કોલવેરા સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે. કોલવેરાના ડુંગર પર આદિવાસીઓની માન્યતા પ્રમાણે વલસાડ જિલ્લાની સૌથી મોટી નદીઓમાં ગણાતી કોલક નદીનું ઉદ્ભભવ સ્થાન પણ છે.
આ કોલવેરા ડુંગરની તળેટીથી જ કોલક નદીની શરૂઆત થાય છે. જ્યારે આ ડુંગરના ટોચ પર આદિવાસીઓના આરાધ્ય અને પૂજનીય એવા માવલી માતાનું સ્થાનક હોવાથી કોલવેરા નો આ ડુંગર આદિવાસીઓ માટે આસ્થા નું અને પૂજનીય સ્થળ છે. આથી વાર તહેવારે આ વિસ્તારના આદિવાસીઓ આ કોલવેરા ડુંગર પર પહોંચે છે. અને માવલી માતાની પૂજા અર્ચના કરી અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જોકે ચોમાસાના માહોલમાં આદિવાસીઓના આસ્થા નું આ પ્રતીક પ્રકૃતિ પ્રેમીઓનું માનીતું સ્થળ બની રહે છે. આ કોલવેરા અને આસપાસના વિસ્તારની સુંદરતાને નિહાળવા મોટી સંખ્યામાં પર્યટકો અહીં પહોંચે છે.
જોકે અત્યાર સુધી માત્ર સાપુતારા અને વલસાડના વિલ્સનહીલ થી જ પ્રકૃતિ પ્રેમીઓ પરિચિત હતા. પરંતુ કોલવેરાનો આ ડુંગર પણ હવે જાણીતો બની રહ્યો છે. અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી પ્રકૃતિ પ્રેમીઓ અહીં પહોંચે છે. અને અહીંની સુંદરતા નો નજારો માણી ધન્યતા અનુભવે છે. અને કોલવેરા ના અને આસપાસના વિસ્તારમાં સહયાદ્રીની હારમાં આવેલી છે. જ્યાં ડુંગર અને ખીણ વિસ્તાર આવેલા છે. નીચે નાના નાના ગામડાઓ રમકડા જેવા લાગે છે. જ્યારે આખો વિસ્તાર વાદળોથી ઘેરાયેલો જોવા મળે છે. દૂર દૂર સુધી ડુંગરો જાણે વાદળો સાથે વાતો કરતા હોય તેઓના અદભુત નજારો સર્જાય છે.
છેલ્લા કેટલાક સમયથી વન વિભાગ દ્વારા ડુંગર પર પર્યટકોને આકર્ષવા માટે સેલ્ફી પોઇન્ટ અને અન્ય સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે જ ડુંગર સુધી પહોંચવા માટે રોડ પણ બનાવવામાં આવ્યો છે. આથી હવે વર્ષે વર્ષે અહીં પહોંચનાર પર્યટકની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોલવેલા અને આસપાસ નો નજારો કોઈ પણ પ્રકૃતિ પ્રેમી નો મન મોહવા કાફી છે.. ત્યારે જો આ સ્થળનો પણ વિકાસ કરવામાં આવે તો આ વિસ્તારના આદિવાસીઓ માટે રોજગારીનું એક નવું સાધન બની શકે છે.