)
Kshatriya Samaj : રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન યોજાનાર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ 5 સપ્ટેમ્બરે શક્તિ પ્રદર્શનનું આહવાન કરાયું છે. સોશિયલ મીડિયા પર મહાસંમેલનના પોસ્ટર્સ વાયરલ થયા છે.
આજે રીબડા ખાતે અનિરુધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન યોજાનાર છે. સંમેલન પહેલા ક્ષત્રિય આગેવાન PT જાડેજા દ્વારા લોકોને આહવાન કરવામાં આવ્યું છે. માત્ર ક્ષત્રિય સમાજ નહીં 18 વર્ણના લોકો હાજરી આપવા આહવાન કરવામાં આવ્યું છે. જેમાં એક લાખથી વધુ લોકો આ સંમેલનમાં સ્વયંભૂ ઉમટી પડે તેવું આહવાન કરવામાં આવ્યું છે.
જોકે, બીજી તરફ રીબડામાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનના કાર્યક્રમ માટે પોલીસની કોઈ જ મંજૂરી લેવામાં આવી નથી તેવું સામે આવ્યું છે. જ્યાં રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો રીબડા ખાતે એકત્રિત થવાના છે અને અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને યથાવત રાખવાની માંગ ઉઠી છે. હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી માટે રદ કરેલ હુકમને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે. આજના મહાસંમેલનમાં કોઈ આયોજક કે આગેવાન નથી.
રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલન
સંમેલનને લઈ અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહનો સંદેશ આવ્યો છે. જેમાં સંમેલનમાં આવતા લોકોને વીડિયો મારફતે અપીલ કરાઈ છે. આ મેસેજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવા વિનંતી કરાઈ છે. તંત્રને કોઈ અગવડ ન પડે તેનું પણ ધ્યાન રાખવા અપીલ કરાઈ. સત્યજીતસિંહે કહ્યું કે, અમે કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણીએ છીએ. 'અમારો પરિવાર તંત્રને કાયદાકીય સહકાર આપવા માંગીએ છીએ.
મહત્વનું છે કે, રીબડા ગામે અનિરુદ્ધસિંહના સમર્થનમાં સંમેલન યોજવાનું ક્ષત્રિય સમાજે આહ્વાન કર્યુ હતું. જેમાં સર્વસમાજના લોકોને આવવા માટે આમંત્રણ અપાયું હતું. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ હાઈકોર્ટે અનિરુદ્ધસિંહની ધારાસભ્યની હત્યા કેસમાં સજા માફીને રદ કરી હતી.