)
Kutch News : ગુજરાતમાં ધીરે ધીરે હવે અનેક સમાજ જૂની પરંપરા અને ખોટા ખર્ચાને ત્યજીને નવા રિવાજો અપનાવી રહ્યાં છે. આવામાં હવે કચ્છનો મચ્છોયા આહીર સમાજ પણ સામેલ થયો છે. સમાજના બંધારણમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે, તો બિનજરૂરી ખોટા ખર્ચા કરાવતી પરંપરાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સમયની સાથે હવે સામાજિક સુધારા પણ જરૂરી છે. જૂની પરંપરાઓને ત્યજવાની જરૂર છે. ત્યારે કચ્છના મચ્છોયા આહીર સમાજના જિલ્લામાં 90 થી વધુ ગામ છે. કચ્છ મચ્છોયા આહીર સમાજની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો કે, જૂના રિવાજોને તિલાંજલિ આપવામાં આવશે. સાથે જ સમાજના લોકો માટે બોજારૂપ બની રહેલા રિવાજોને પણ દૂર કરવાનો નિર્ણય લેવાયો છે.
શું શું નિર્ણય લેવાયો
ત્યારે સમાજિક પ્રથામાં બદલાવ વિસે પધ્ધર વઈ વિભાગના પ્રમુખ ધનજીભાઈ ચાવડાએ જણાવ્યું કે, સૂચના અપાઈ છે કે જેમને આ નિયમોનું પાલન ના કરવું હોય તેઓએ સમાજની તારીખ નીકળે તેનાથી 15 દિવસ પહેલા અથવા 15 દિવસ પછી લગ્ન કરી લેવા. સમાજમાં હકારાત્મક અને પરંપરાગત બદલાવ માટે આ નિર્ણય લેવાયા છે.
ગામમાં આહીર સમાજે જૂની પરંપરાઓને ત્યજી દેવાનો નિર્ણય કરાયો છે. સાથે જ જે રીવાજો સમાજ માટે બોજ સ્વરૂપ છે તેવા રિવાજોને ત્યજી દેવાનો નિર્ણય કરાયો છે. જેથી નવી પેઢી પર કોઈ બોજો ન આવે.
કચ્છના મચ્છોયા આહીર સમાજ જિલ્લામાં 90થી વધુ ગામોમાં વસવાટ કરે છે, જેમાં વાઘુરા, ભુવડ, પધ્ધર, પડાણા, ટપ્પર વઈનો સમાવેશ થાય છે. આહીર સમાજની પરંપરા મુજબ અનેક ગામડાના જૂથ બનાવાય છે,જે વઈથી ઓળખાય છે. દરેક વઈના પ્રમુખ અને મંત્રી હોય છે, જે આ ગામડાઓની વ્યવસ્થાઓ સંભાળે છે.