ગુજરાતનો આ સમાજ સુધારણાના માર્ગે નીકળ્યો, લગ્નમાં સોનાના દાગીનાના વહેવાર અને DJ પર પ્રતિબંધ

Ahir Samaj Social Reforms : આહીર સમાજના નિર્ણયોની ભારે ચર્ચા... દાગીનાની લેતી દેતી બંધ, પ્રી-વેડિંગ શૂટ પર પ્રતિબંધ, ભોજનમાં 6થી વધુ વસ્તુઓ નહીં, DJના બદલે દેશી ઢોલ

ગુજરાતનો આ સમાજ સુધારણાના માર્ગે નીકળ્યો, લગ્નમાં સોનાના દાગીનાના વહેવાર અને DJ પર પ્રતિબંધ

Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છના લોડાઈ પ્રાથળીયા આહીર સમાજ દ્વારા ઐતિહાસિક નિર્ણય લઈ વૈભવી લગ્ન પર પ્રતિબંધ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. 

વધતી જતી મોંઘવારી વચ્ચે લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. તેમાં પણ સંતાનોના ભણતરના ખર્ચા પણ માતાપિતા માટે આકરા પડી જાય છે. આવામાં સમાજમાં ફેલાયેલી કેટલીક કુપ્રથાઓ પરિવારોને મુશ્કેલીમાં મૂકી દે છે. સમાજમાં રહેવું હોય તો આ પ્રથાઓ અમલ કરવી પડે છે. પરંતું સમય સાથે હવે બદલાવની જરૂર છે. 

કચ્છના લોડાઈ પ્રાથળીયા આહીર સમાજે એક મોટો અને વિચારજનક નિર્ણય લીધો છે, જેના દ્વારા સમાજમાં  ખર્ચો અને અનાવશ્યક દેખાવ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવા ઠરાવ અનુસાર હવે આહીર સમાજમાં લગ્ન પ્રસંગમાં  કડક નિયમો લાગૂ કરાયા છે. 

સમાજ સુધારણના માર્ગે આ નિર્ણયો લેવાયા

  • સોનાના દાગીનાની લેતી-દેતી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો 
  • જમણવારમાં 6 કરતાં વધુ વાનગીઓ રાખવા પર 2.51 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે
  • વરરાજાએ લગ્ન પ્રસંગે શેરવાની પહેરશે તો 1 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે
  • હલ્દી, મહેંદી અને પ્રી-વેડિંગ શૂટ જેવા કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો 
  • દાંડિયારાસ પર પ્રતિબંધ
  • ફરજિયાત લગ્ન નોંધણી કરાવવાનો 
  • DJના બદલે દેશી ઢોલ વગાડાશે
  • જો કોઈ ઉપરના નિર્ણયોનું ઉલ્લંઘન કરે તો તેને 5.51 લાખ રૂપિયાનો દંડ કરાશે

સમાજના શામજીભાઈ આહિરે જણાવ્યું કે, આ નિર્ણય સમાજના મોટુ જૂથ દ્વારા સમંત થયા બાદ અમલમાં મુકવામાં આવ્યો છે. આ ઠરાવનો મુખ્ય ઉદ્દેશ લગ્ન ખર્ચમાં ઘટાડો, સમાનતા અને પ્રાચીન પરંપરાઓને પુનઃસ્થાપિત કરવાનો છે. આવો નિર્ણય અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે.

ભૂરાભાઇ આહીરે કહ્યું કે, અમારા લોડાઇ પ્રાથરિયા આહીર સમાજમાં ભૂજની આસપાસનાં 30 ગામનો સમાવેશ થાય છે. આજથી એકાદ બે વર્ષ પહેલાંની વાત છે. સમાજની કેટલીક બહેનો અને માતાઓએ સમાજની સમક્ષ લગ્ન પ્રસંગમાં અપાતા સોનાના દાગીનાઓને લઇને વેદનાઓ વ્યક્ત કરી હતી. આ વાત સતત અમારા દિમાગમાં હતી. અમે પણ બે એક વર્ષથી આ અંગે કંઇક નિર્ણય લેવાય તે માટે પ્રયાસમાં હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news