ઘેંટા ચરાવતો પાકિસ્તાની છોકરો રણમાં રસ્તો ભટકીને ગુજરાત આવી ચઢ્યો

ઘેટાં-બકરાં ચરાવતાં પાકિસ્તાની (pakitan) કિશોર રણમાં ભટકી જઈ કચ્છ આવી ચઢવાની ઘટના બની છે. પાકિસ્તાનનો માલધારી કિશોર ઘેટાં-બકરાં ચરાવતાં ચરાવતાં રણમાં રસ્તો ભટકી જઈને કચ્છ સરહદ (kutch border) માં ચઢી આવ્યો હોવાનો બનાવ બન્યો છે. 

Updated By: Aug 3, 2021, 10:22 AM IST
ઘેંટા ચરાવતો પાકિસ્તાની છોકરો રણમાં રસ્તો ભટકીને ગુજરાત આવી ચઢ્યો

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :ઘેટાં-બકરાં ચરાવતાં પાકિસ્તાની (pakitan) કિશોર રણમાં ભટકી જઈ કચ્છ આવી ચઢવાની ઘટના બની છે. પાકિસ્તાનનો માલધારી કિશોર ઘેટાં-બકરાં ચરાવતાં ચરાવતાં રણમાં રસ્તો ભટકી જઈને કચ્છ સરહદ (kutch border) માં ચઢી આવ્યો હોવાનો બનાવ બન્યો છે. 

BSF બોર્ડર સિક્યોરિટી ફોર્સે આ તરુણની પ્રાથમિક પૂછતાછ કરી હતી. હાલ આ કિશોરને ખાવડા પોલીસ મથકે સુપરત કરી દીધો છે. કચ્છની રણ સરહદ નજીકના ગામનો વતની 15 વર્ષીય કિશોર ઘેટાં-બકરાં ચરાવતાં ચરાવતાં રણ સરહદે દિશાભ્રમ થયો હતો. રસ્તો ભટકી જઈને ગઈકાલે વિઘાકોટ નજીક બોર્ડર પીલર નંબર 1099 પર આવી ચઢ્યો હતો. 
બીએસએફએ તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી માચીસના બાકસ સિવાય કશી શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન હતી. ખાવડા પીએસઆઈ જે.પી.સોઢાએ કિશોરને જેઆઈસી મોકલવા તજવીજ હાથ ધરી છે.