Cow As Rajya Mata : મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ ગાયને રાજ્યમાતા બનાવવાની માંગ ઉઠી છે,ફાયરબ્રાન્ડ છબી ધરાવતા યોગી દેવનાથ ગુજરાતમાં ભૂખ હડતાળ પર બેઠા, તો ગેનીબેને પણ અવાજ ઉઠાવ્યો

Kutch News : ગાયને 'રાજ્ય માતા' નો દરજ્જો આપવાની માંગ હવે ગુજરાતમાં જોર પકડી રહી છે. આ ઝુંબેશમાં કોંગ્રેસના એકમાત્ર લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને આ માંગણી પૂરી કરવા અપીલ કરી છે. આ માંગણી નવી નથી, પરંતું આ માટે કચ્છના ધાર્મિક નેતા દેવનાથ બાપુએ ઉપવાસનો માર્ગ પસંદ કર્યો છે.
ગાયને ''રાજ્ય માતા'' જાહેર કરવાની માંગને લઈ કચ્છના ભૂજમાં ચાલી રહેલું આંદોલન હવે જોર પકડી રહ્યું છે. ભૂજની કલેક્ટર ઓફિસની સામે અનશન પર બેઠેલા યોગી દેવનાથ બાપુ અને અન્ય સાધુ-સંતોની ગુજરાત પ્રદેશના કિસાન સંઘના પ્રમુખે મુલાકાત લીધી. સાધુ સંતોને મળવા પહોંચેલા જગમાલભાઈ આર્યએ ગૌમાતાને રાજ્ય માતાના દરજ્જાની માગ સરકાર સમક્ષ ઉઠાવવાની ખાતરી આપી હતી. તો સાથે જ યોગી દેવનાથ બાપુએ સરકારને ચેતવણી આપી કે જો સરકાર આ માગ ગંભીરતાથી નહીં લે તો ગુજરાતના ગામે ગામના લોકો રસ્તા પર ઉતરશે. જેની જવાબદારી સરકારની રહેશે.
ગાયને 'રાજ્ય માતા'નો દરજ્જો કેમ આપવામાં આવે છે?
ગયા વર્ષે મહારાષ્ટ્રમાં NDA સરકારે ત્યાંની દેશી ગાયને 'રાજ્ય માતા ગોમાતા'નો દરજ્જો આપીને એક મોટું પગલું ભર્યું હતું. હવે ગુજરાતમાં પણ આવું જ કંઈક કરવાની માંગ થઈ રહી છે. ગેનીબેન ઠાકોરે પોતાના પત્રમાં લખ્યું હતું કે, "રાપર, કચ્છમાં ગુજરાત અને કચ્છના અનેક મહંતો, સાધુઓ, રાષ્ટ્રીય હિન્દુ સંગઠનો અને બજરંગ દળના નેતાઓ સાથેની બેઠક બાદ આ માંગ સામે આવી હતી. જ્યારે 159 ધારાસભ્યોને લખેલા પત્રનો કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો, ત્યારે દેવનાથ બાપુ અને અનેક સાધુઓ ભૂખ હડતાળ પર બેઠા." તેમણે મુખ્યમંત્રીને સપ્ટેમ્બર 2024 માં મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગાયને 'રાજ્ય માતા' જાહેર કરવાની અપીલ કરી. ગેનીબેન એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટીનું આ પગલું સોફ્ટ હિન્દુત્વ નથી, પરંતુ તે ગાય પ્રત્યે લોકોના આદરને પ્રતિબિંબિત કરે છે.
राजन्! पहलेकी बात है, गोमाता सुरभि स्वर्गलोकमें जाकर फूट-फूटकर रोने लगी। उस समय इन्द्रको उसपर बड़ी दया आयी। इन्द्रने पूछा- "शुभे! तुम क्यों इस तरह रो रही हो? देवलोकवासियोंकी कुशल तो है न? मनुष्यों तथा गौओंमें तो सब लोग कुशलसे हैं न? तुम्हारा यह रोदन किसी अल्प कारणसे नहीं हो… pic.twitter.com/83ZNT2VzLk
— Yogi Devnath ?? (@MYogiDevnath) August 29, 2025
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવી ફાયરબ્રાન્ડ છબી ધરાવતા યોગી દેવનાથ ગુજરાતમાં ભૂખ હડતાળ પર બેઠા છે. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં યોગી દેવનાથની ભૂખ હડતાળ સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી. સ્થાનિક ભાજપના નેતાઓએ દેવનાથની ભૂખ હડતાળ અંગે હોબાળો મચાવ્યો છે પરંતુ યોગી દેવનાથ પાછળ હટવા તૈયાર નથી.
યોગી દેવનાથ કચ્છમાં કલેક્ટર ઓફિસની બહાર ભૂખ હડતાળ પર બેઠા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવી ફાયરબ્રાન્ડ છબી ધરાવતા યોગી દેવનાથ ગુજરાતમાં ભૂખ હડતાળ પર બેઠા છે. યોગી દેવનાથને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નજીકના માનવામાં આવે છે. તેમની માંગ છે કે જ્યાં સુધી ગાયને રાજ્યની માતાનું બંધારણીય સન્માન આપવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો સત્યાગ્રહ ચાલુ રહેશે. તેમણે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં કલેક્ટર ઓફિસ ખાતે ભૂખ હડતાળ શરૂ કરી છે. શનિવારે, મોટી સંખ્યામાં અન્ય સંતો ત્યાં પહોંચ્યા અને તેમને ટેકો આપ્યો.
યોગી પણ ગેનીબેન સાથે જોડાયા
યોગી દેવનાથ એવા સમયે ભૂખ હડતાળ પર છે જ્યારે ગુજરાતના એકમાત્ર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર સતત આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને ગાયને 'રાજ્ય માતા' જાહેર કરવાની માંગ કરી છે. તેમણે યોગી દેવનાથ બાપુની ભૂખ હડતાળને ટેકો આપ્યો છે. ઠાકોર કહે છે કે તેમણે ધાર્મિક ભાવનાઓથી આ માંગણી કરી છે. આમાં કોઈ રાજકીય એજન્ડા નથી. યોગી દેવનાથ કહે છે કે ગાય ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો આત્મા છે. તેથી જ તેને રાષ્ટ્રમાતા જેવો જ દરજ્જો આપવો જોઈએ. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પહેલાથી જ આ મુદ્દા પર આક્રમક છે. હવે યોગી દેવનાથની ભૂખ હડતાળથી ભાજપ સરકાર પર દબાણ વધ્યું છે.