* સૌરાષ્ટ્રની મોટી જીજી હોસ્પિટલમાં લેબોરેટરીની મંજૂરી મળી
* ગુજરાતમાં માત્ર બે સ્થળોએ જ આપવામાં આવી છે લેબોરેટરીની મંજૂરી
* એક જામનગર અને બીજી અમદાવાદ ખાતે લેબોરેટરી
* જામનગરની જી જી હોસ્પિટલ કોરોના વાયરસ સામે લડવા તૈયાર
* ખાસ 28 બેડનો આઇસોલેશન વોર્ડ જીજી હોસ્પિટલમાં બનાવવામાં આવ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુસ્તાક દલ/જામનગર: કારોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જામનગરમાં પણ જિલ્લા વહીવટી તંત્ર કોરોના વાયરસ મામલે સજ્જ થયું છે. ખાસ જામનગરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલ ખાતે કોરોના વાયરસના ટેસ્ટિંગ અંગેની લેબોરેટરીની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જ્યારે કરોના વાયરસ મામલે જિલ્લા કલેક્ટરે પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.


9 વર્ષની બાળકીને નાનીનાં ઘરે મુકી જવાનું કહી એક્ટિવા ચાલકે કર્યા અડપલા પણ...


ગુજરાત રાજયના આરોગ્ય સચિવના માર્ગદર્શન હેઠળ યોજાયેલ મીટિંગ અન્વયે જિલ્લાના કલેક્ટરને કોરોના વાયરસના નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા જામનગરની જીજી હોસ્પિટલના તબીબો તેમજ જિલ્લા પંચાયત અને મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે તાકીદની બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી. જામનગરમાં પણ કોરોના વાઈરસને મામલે વહીવટી તંત્રની તૈયારીઓ અંગે માહિતી આપવા જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી.


ગીર સોમનાથ: પતિ-પત્ની વાડીમાં એકલા હતા ત્યારે અચાનક એવું થયું કે...
જામનગર જિલ્લા કલેક્ટર રવિ શંકરે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, જામનગરમાં પણ કોરોના વાઈરસને લઈને તંત્ર સજ્જ થયું છે. જેમાં જામનગરની જીજી હોસ્પિટલ ખાતે 28 બેડ સાથેનું ખાસ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યું છે. વધારે જરૂર પડયે 56 બેડ વધુ મૂકવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં બે સ્થળોએ કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે લેબોરેટરી મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. જેમાંથી એક જામનગરની જીજી હોસ્પિટલ ખાતે કોરોના વાયરસના લેબ ટેસ્ટિંગ અંગેની લેબોરેટરીની મંજૂરી મળી છે. આ લેબોરેટરીમાં જામનગર સહિત સૌરાષ્ટ્રભર તેમજ અન્ય સ્થળોએથી આવતા કોરોના વાયરસના ટેસ્ટિંગ તાત્કાલિક કરી આપવામાં આવશે.


બોટાદ સાળંગપુર હાઇવે પર ગંભીર અકસ્માતમાં 3નાં મોત 6 લોકો ઘાયલ


જ્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જામનગરના દરિયાકાંઠા વિસ્તાર બેડી અને સિક્કા ખાતે વહાણ અને શીપના માધ્યમથી વિદેશમાથી આવતાં લોકોનું ખાસ સ્ક્રિનિંગ કરવામાં આવશે. તે માટે સ્ટાફની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યારે કોરોના વાયરસને લઇને લોકોને એકબીજા સાથે હાથ ન મિલાવવા તેમજ નમસ્તે કરી એકબીજાને મળવું. આ ઉપરાંત ખાસ સૌરાષ્ટ્રમાં પાન મસાલા ખાઇ જાહેરમાં પીચકારી ન મારવી તેમજ જાહેર રસ્તાઓ ઉપર ન થુકવા પણ અપીલ કરવામાં આવી છે. જેના કારણે ખાસ આ બધામાંથી કોરોના વાયરસ વધુ ફેલાવાનો ભય રહે છે. જેથી લોકો આ તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખે અને કોરોના વાયરસના ફેલાવાને અટકાવામાં તંત્રની મદદ કરવા સાથે પોતે પણ સચેત રહે. કોરોના વાઇરસથી કોઈએ ગભરાવવાની જરૂર નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube