ચંડોળા તળાવ પર ગેરકાયદે અડ્ડો જમાવીને બેઠેલો લલ્લુ બિહારી ડરથી ભાગ્યો, આલિશાન રિસોર્ટ પર ફરી વળ્યો હથોડો!
ડિમોલિશનની શરૂઆત મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લુ બિહારીના ફાર્મથી કરવામાં આવી હતી. દબાણ માફિયા લલ્લુ બિહારીના ફાર્મ હાઉસ પર AMCની ટીમ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચી હતી.
Trending Photos
AMC Bulldozer Operation: અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવ પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. 'મિની બાંગ્લાદેશ' તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓપરેશન ક્લિન શરૂ કર્યું છે. જેમાં ચંડોળા તળાવ પર ગેરકાયદે અડ્ડો જમાવીને બેઠેલો લલ્લુ બિહારી હાલ ભાગી ગયો છે. મોંઘીદાટ ગાડીઓ અને વાહનો મૂકી લલ્લુ બિહારી ફરાર થયો છે. જે મિનિ બાંગ્લાદેશનો માસ્ટરમાઇન્ડ ગણાતો હતો.
લાલા બિહારીએ 2 હજાર વારમા આલિશાન રિસોર્ટ બનાવ્યો
મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લુ બિહારીની તસવીર સામે આવી ગઈ છે. જેના વિશે અનેક મોટા ખુલાસાઓ થયા છે. લાલા બિહારીએ 2 હજાર વારમાં ગેરકાયદેસર રિસોર્ટ બનાવ્યો હતો. તળાવમાં બનાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ અને પાર્ટીઓ માટેની જગ્યા પણ બનાવવામા આવી હતી. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગાર્ડન, અને ફુંવારા જોવા મળ્યા હતા. લાલા ઉર્ફે બિહારી મેહબૂબ પઠાણ, કાળું મોમીનના ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યા છે. મેહબૂબ પઠાણની સામે ફ્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. બાંગ્લાદેશીઓને ભાડા કરાર કરાવતો હતો અને બોગસ ભાડા કરાર કરીને દસ્તાવેજ કરાવતો હતો.
ચંડોળા તળાવ પર ગેરકાયદે અડ્ડો જમાવીને બેઠેલો લલ્લુ બિહારી ભાગ્યો, મોંઘીદાટ ગાડીઓ અને વાહનો મૂકી ફરાર.... #chandolalake #Ahmedabad #Gujaratpolice #AMC #demolition #megademolitiondrive #illegalenchrochments #Bangladeshi #ZEE24Kalak pic.twitter.com/dKn9QDEmWk
— Zee 24 Kalak (@Zee24Kalak) April 29, 2025
દબાણ માફિયા લાલા બિહારીના ફાર્મ હાઉસ પર AMCની ટીમ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચી હતી. મહેમૂદ પઠાણ ઉર્ફે લાલા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. મહેમૂદ પઠાણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. એક વ્યકિત દીઠ મહેમૂદ પઠાણ 10થી 15 હજાર વસૂલતો હતો. તમને જણાવી દઈએ કે ડિમોલિશનની શરૂઆત મહેમુદ પઠાણ ઉર્ફે લાલા બિહારીના ફાર્મથી કરવામાં આવી હતી.
મહિલાઓ પાસે કરાવતો દેહવ્યાપાર
અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મહેમૂદ પઠાણને લઈ મોટો ખુલાસો કર્યો હતો. લાલુ બિહારીએ અનેક ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપ્યો હતો. ઓપરેશન શરૂ થાય તે પહેલા જ લાલુ બિહારી ભાગી છૂટ્યો હતો. તે બાંગ્લાદેશી મહિલાઓને દેહવિક્રયમાં ધકેલતો હતો. બાંગ્લાદેશી મહિલાઓને દેહ વેચવા માટે મજબૂર કરતો હતો. મહેમૂદ પઠાણ બાંગ્લાદેશી મહિલાઓની મજબૂરીનો ફાયદો ઉઠાવતો હતો. પોલીસે રિસોર્ટમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. લાલુ બિહારી CAAના વિરોધ પ્રદર્શનમાં પોલીસ પર હુમલાનો આરોપી છે.
નકલી દસ્તાવેજ
બાંગ્લાદેશી મોહમ્મદ ફારૂક કરીમ મોન્ડલની ધરપકડ કરાઈ છે. મોન્ડલની પત્ની ફૈમાની પણ ધરપકડ કરવામાં આવી છે. મોન્ડલ દંપતીએ નકલી આધાર, પાન અને ચૂંટણી કાર્ડ બનાવ્યા હોવાની વાત સામે આવી છે. IPCની કલમ 465, 467, 471 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મેહુલ કશ્યપ નામના વધુ એક આરોપીની પણ ધરપકડ કરાઈ છે. મેહુલ કશ્યમે નકલી દસ્તાવેજ બનાવવામાં મદદ કરી હોવાનો ખુલાસો થયો છે. 200થી વધુ શંકાસ્પદ નકલી દસ્તાવેજોની ઓળખ કરવામાં આવી આવી છે.
વેશ્યાવૃત્તિની પ્રવૃતિ
મોહમ્મદ ફારૂક મોન્ડલે 2 બાંગ્લાદેશી છોકરીઓને બોર્ડર પાર કરાવી હોવાનો ખુલાસો થયો છે. નાની છોકરીઓને તેમની માતા સાથે બોર્ડર પાર કરવવામાં મદદ કરી હતી. બન્ને છોકરીઓને સાગર મોન્ડલને સોંપી દીધી હતી. સાગરે આ નાની છોકરીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલી હતી. ક્રાઈમબ્રાન્ચે સ્થળ પર દરોડા પાડીને આ નાની છોકરીઓને બચાવી લીધી છે. આરોપી સાગર મોન્ડલની ધરપકડ કરવામાં આવી હતી. વેશ્યાવૃત્તિ પ્રવૃત્તિમાં 100થી વધુ મહિલાઓની ઓળખ કરાઈ છે. વેશ્યાવૃત્તિની કરતી મહિલાઓ બાંગ્લાદેશમાં પૈસા મોકલે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે