આખરે એવુ જ થયું...‘જર, જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરું’, જમીન મુદ્દે ભાઈ-ભાઈ વચ્ચે લોહિયાળ જંગ

અમીરગઢના રબારિયા ગામમાં જમીન વિવાદે ભાઈએ ભાઈની હત્યા કરવાની ચકચારી ઘટના સામે આવી છે. જમીન વહેંચણીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે નાથાભાઈ ખરાડી, તેમની પત્ની ગલબીબેન અને પુત્રી નીતાબેને રતનભાઈ ખરાડી પર હુમલો કર્યો હતો.

 આખરે એવુ જ થયું...‘જર, જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરું’, જમીન મુદ્દે ભાઈ-ભાઈ વચ્ચે લોહિયાળ જંગ

અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠામાં જમીન વિવાદમાં ભાઈએ જ પોતાની પત્ની અને દીકરી સાથે મળીને પોતાના સગા ભાઈ ઉપર લાકડીઓથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા અમીરગઢ પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. 

Add Zee News as a Preferred Source

અમીરગઢના રબારિયા ગામમાં જમીન વિવાદે ભાઈએ ભાઈની હત્યા કરવાની ચકચારી ઘટના સામે આવી છે. જમીન વહેંચણીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે નાથાભાઈ ખરાડી, તેમની પત્ની ગલબીબેન અને પુત્રી નીતાબેને રતનભાઈ ખરાડી પર હુમલો કર્યો હતો.જ્યાં સારવાર દરમિયાન જ ભાઈનું કરુણ મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે બે ભાઈઓ વચ્ચે જમીન વહેંચણી બાદ વિવાદ ચાલતો હતો. નાથાભાઈના પરિવારનો આક્ષેપ હતો કે તેમના ભાગે ઓછી જમીન આવી છે. આ મુદ્દે તકરાર વધતા નાથાભાઈ, તેમની પત્ની અને પુત્રી રતનભાઈના ઘરે પહોંચ્યા હતા. શરૂઆતમાં ગાળાગાળી થઈ હતી અને રતનભાઈએ વિરોધ કરતા આરોપીઓએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જ્યાં સ્થાનિક લોકોએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. ગંભીર ઈજાઓ પામેલા રતનભાઈને તાત્કાલિક પાલનપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

જોકે, સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.જેને લઈને અમીરગઢ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓ -નાથાભાઈ કેશાભાઈ ખરાડી, ગલબીબેન નાથાભાઈ ખરાડી અને નીતાબેન નાથાભાઈ ખરાડીની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે જોકે જમીન વિવાદમાં સગા ભાઈએ જ પોતાના ભાઈનું કાસળ કાઢી દેતા સમગ્ર વિસ્તારમાં આરોપી પતિ-પત્ની અને તેની પુત્રી ઉપર ફિટકાર વરસી રહ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news