આ છે ભારતનો સૌથી મોટો જિલ્લો? એક સમયે ગુજરાતના આ જિલ્લાના નામે હતું રાજ્ય!

Largest District: ભારતમાં કેટલા રાજ્ય છે? તેનું ક્ષેત્રફળ કેટલું છે? આ કદાચ તમને યાદ હશે, પરંતુ શું તમને ખબર છે કે ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? એક જમાનામાં તેના નામે રાજ્ય હતું.

આ છે ભારતનો સૌથી મોટો જિલ્લો? એક સમયે ગુજરાતના આ જિલ્લાના નામે હતું રાજ્ય!

Largest District: ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. કેન્દ્રશાસિત પ્રદેશોનું સંચાલન રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત પ્રશાસક દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ આ ફેડરલ એક્ઝિક્યુટિવના વડા છે. દેશ ચલાવવામાં બંધારણ પ્રમાણે અલગ-અલગ નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં જિલ્લાઓ નક્કી કરવાની પણ વ્યવસ્થા છે. કેન્દ્રશાસિત પ્રદેશ અને રાજ્યમાં જરૂરિયાત મુજબ જિલ્લાઓની રચના કરવામાં આવે છે. રાજ્ય સરકાર જરૂર પડ્યે જિલ્લાઓની સંખ્યા વધારી શકે છે એટલે કે નવા જિલ્લાઓ બનાવી શકે છે. શું તમે જાણો છો કે ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તે જિલ્લાના નામથી દેશમાં એક રાજ્ય હતું. આજની કહાનીમાં આપણે આ રસપ્રદ વાત વિશે જાણીશું.

આ જિલ્લાનો અડધી જગ્યા રણથી ભરેલી છે..
ભારતનો સૌથી મોટા જિલ્લાનું નામ કચ્છ છે. આ ગુજરાતમાં આવેલું છે. ક્ષેત્રફળના હિસાબથી તેણે સૌથી મોટો જિલ્લો કહેવામાં આવે છે. ગુજરાતના આ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 45,674 વર્ગ કિલોમીટર છે, જે એકલા આ રાજ્યની 23.7 ટકા ભાગને કવર કરે છે. આ જિલ્લાનો અડધાથી ઉપરનો ભાગ રેગિસ્તાનથી ભરેલો છે, જે ત્યાં આવનાર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે.

Add Zee News as a Preferred Source

એક સમયે જિલ્લાના નામે રાજ્ય હતું
તમને જણાવી દઈએ કે એક સમયે ભારતમાં કચ્છ નામનું રાજ્ય હતું. આ 1950ની વાત છે જ્યારે તે વિસ્તાર રાજ્ય તરીકે પ્રચલિત હતો. 1 નવેમ્બર 1956ના રોજ આ વિસ્તારને મુંબઈ રાજ્ય સાથે જોડી દેવામાં આવ્યો. તે સમયે મરાઠી અને ગુજરાતી લોકો ત્યાં રહેતા હતા. મારવાડી લોકોની સંખ્યા પણ હતી. આ પછી 1960માં ભાષાના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું અને બે નવા રાજ્યો બનાવવામાં આવ્યા - મહારાષ્ટ્ર અને ગુજરાત.  કચ્છ જિલ્લો ત્યારે ગુજરાતમાં આવી ગયો. એક સમયે કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપે તે જિલ્લામાં તબાહી મચાવી હતી. રાજ્ય સરકારને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. આ ઘટના 26 જાન્યુઆરી 2001ના રોજ બની હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news