હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : 3 થી 6 મે સુધી ગુજરાતના આ જિલ્લાઓમાં આવશે વરસાદ

Weather Alert : ભીષણ ગરમી વચ્ચે હવે રાજ્યમાં માવઠાની આગાહી... 3 મેથી 10મી મે સુધી ગાજવીજ સાથે આવી શકે વરસાદ... પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે... રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરાં પડવાની શક્યતા

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : 3 થી 6 મે સુધી ગુજરાતના આ જિલ્લાઓમાં આવશે વરસાદ

Paresh Goswami Ni Agahi : મે મહિનામાં ભર ઉનાળે વરસાદ આવવાનો છે. હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીના લેટેસ્ટ અપડેટ અનુસાર, 3 મેથી ગુજરાતનું વાતાવરણ પલટાવાનું છે. 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ઊંચું તાપમાન હીટવેવ અને ભીષણ ગરમીના રાઉન્ડ બાદ હવે ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે. 3 મે 2025 થી 10 મે 2025 વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમા ગાજવીજ અને પવન સાથે માવઠાનો વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારમાં કરા પડવાની પણ સંભાવનાઓ છે.  

હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે, દક્ષિણ પાકિસ્તાન પર એક સિસ્ટમ બની છે. જેથી 3 થી 9 મેના રોજ માવઠું થશે અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ પૂર્વ કચ્છમાં અસર થશે. ગાજવીજ-તોફાની પવન પણ જોવા મળી શકે છે, ખેડૂતોએ પણ સાવચેતી રાખવી જોઈએ જેથી તૈયાર પાકને બગડતો અટકાવી શકાય.

ગરમી વચ્ચે વરસાદ આવશે - હવામાન વિભાગ
હવામાન વિભાગે રાજ્યમાં આકરી ગરમી સાથે માવઠાની આગાહી રકી છે. રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે કહ્યું કે, આજે અમદાવાદમાં હીટવેવની આગાહી છે. કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં હીટવેવની આગાહી છે. કાળઝાળ ગરમી બાદ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થતા વરસાદની આગાહી છે. 3 થી 6 મે દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ આવશે. 

3 મેના રોજ ક્યાં ક્યાં આવશે વરસાદ
3 મેના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા વરસાદની આગાહી

4 મેના રોજ ક્યાં ક્યાં આવશે વરસાદ
4 મેના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ગાજગીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

5 મેના રોજ ક્યાં ક્યાં આવશે વરસાદ
5 મેના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદની આગાહી

6 મેના રોજ ક્યાં ક્યાં આવશે વરસાદ
6 મેના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news