ગુજરાતી ન્યૂઝGujaratકેશોદમાં ચોંકાવનારી ઘટના આવી સામે, એક મહિના અગાઉ પ્રેમ લગ્ન કરનાર વકીલે સુસાઇડ નોટ લખી ઝેર ગટગટાવ્યું

કેશોદમાં ચોંકાવનારી ઘટના આવી સામે, એક મહિના અગાઉ પ્રેમ લગ્ન કરનાર વકીલે સુસાઇડ નોટ લખી ઝેર ગટગટાવ્યું

Junagadh News: જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં એક વકીલના આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેશોદમાં માત્ર એક મહિના પહેલા જ પ્રેમ લગ્ન કરનાર વકીલે એક સુસાઇડ નોટ લખી ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી છે. જો કે, સુસાઇડ નોટમાં તેઓએ કોઈપણ વ્યક્તિ પર આક્ષેપો કર્યા નથી અને સ્વેચ્છાએ આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. 

કેશોદમાં ચોંકાવનારી ઘટના આવી સામે, એક મહિના અગાઉ પ્રેમ લગ્ન કરનાર વકીલે સુસાઇડ નોટ લખી ઝેર ગટગટાવ્યું

Junagadh News: જૂનાગઢના કેશોદ શહેરમાં આજે એક ચોંકાવનારી ઘટના બની છે. વકીલ જેઠાણી દિવ્યેશકુમારે પોતાના જીવનનો અંત લાવ્યો છે. એક જ મહિના અગાઉ જ તેમણે પ્રેમલગ્ન કર્યા હતા. મળતી માહિતી અનુસાર, મૃતક વકીલની ઓળખ એડવોકેટ દિવ્યેશ જેઠાણી તરીકે થઈ છે. તેમના નિવાસસ્થાનેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી.

આ સુસાઇડ નોટમાં દિવ્યેશે ભારતીય બંધારણના આર્ટિકલ 19 મુજબ કાયદાકીય સ્વતંત્રતાનો ઉલ્લેખ કરીને સ્વતંત્રપણે આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ કર્યો છે, તેઓએ પોતાના મોત માટે કોઈને જવાબદાર ઠેરાવ્યા નથી. જો કે, પરંતુ મૃતક વકીલના પરિવારજનોએ એક મહિના પહેલાં જ પ્રેમલગ્ન કરીને પત્ની બનેલી યુવતી અને તેના પરિવારજનો પર ગંભીર આક્ષેપો કર્યા છે, ત્યારે આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

Add Zee News as a Preferred Source

દિવ્યેશના પિતા કિશનદાસ જેઠાણીએ જણાવ્યું કે, મેરેજ બાદ મારો પુત્ર અને પુત્રવધુ ફરવા પણ ગયા હતા અને બાદમાં તેની પત્ની અઠવાડિયા માટે અમારા ઘરે પણ રોકાઈ હતી, ત્યાં સુધી બધું બરાબર હતું, પરંતુ દિવ્યેશની પત્ની જ્યારે પોતાના પિયર ગઈ, ત્યારેથી જ તેનું અને સગા-સંબંધીઓના વર્તન બદલાઈ ગયું હતું અને તેઓ દિવ્યેશને માનસિક ત્રાસ આપતા હતા. જેના કારણે હતાશ થઈને તેણે આવું આત્મઘાતી પગલું ભર્યું છે.

દિવ્યેશે છોડેલી સુસાઇડ નોટ અનુસાર તેને કોઈની સામે કાર્યવાહી ન કરવાનો ઉલ્લેખ કર્યો છે, છતાં તેના પિતાના આક્ષેપો બાદ પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. કેશોદ પોલીસે હાલ સુસાઇડ નોટ અને પરિવારના આક્ષેપોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે. જેથી ટૂંક સમયમાં આ ઘટનાના સાચા કારણો અને પરિસ્થિતિઓનો ખુલાસો કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news