વિધાનસભાના દંડકે CM રૂપાણીને લખ્યો પત્ર, બનાસકાંઠાના કલેક્ટરે કલમ 144 નો ભંગ કર્યો

વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના મુખ્ય દંડક દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં સાબરકાંઠાના જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર રાજ્યમાં લાગુ 144ની કલમનો ભંગ કરવામાં આવ્યો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રવાસન નિગમની બેઠકમાં પોળોના જંગલમાં જવા માટે ખાસ બસ મુકવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોળોના જંગલ નિહાળવા માટે પ્રવાસન નિગમ દ્વારા 20 જેટલી બસ મુકવામાં આવી છે. વહીવટી તંદ્ર દ્વારા જ તમામ મંજુરી બાદ આ બસ મુકવામાં આવી છે. જે સ્પષ્ટ રીતે કોરોના ગાઇડલાઇનનો ભંગ હોવાનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વિધાનસભાના દંડકે CM રૂપાણીને લખ્યો પત્ર, બનાસકાંઠાના કલેક્ટરે કલમ 144 નો ભંગ કર્યો

અમદાવાદ : વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના મુખ્ય દંડક દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં સાબરકાંઠાના જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર રાજ્યમાં લાગુ 144ની કલમનો ભંગ કરવામાં આવ્યો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રવાસન નિગમની બેઠકમાં પોળોના જંગલમાં જવા માટે ખાસ બસ મુકવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોળોના જંગલ નિહાળવા માટે પ્રવાસન નિગમ દ્વારા 20 જેટલી બસ મુકવામાં આવી છે. વહીવટી તંદ્ર દ્વારા જ તમામ મંજુરી બાદ આ બસ મુકવામાં આવી છે. જે સ્પષ્ટ રીતે કોરોના ગાઇડલાઇનનો ભંગ હોવાનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કોરોનાના સમયમાં પોળોના જંગલોમાં હજારો લોકો એકત્ર થવાની શક્યતા હોવા છતા પણ કલેક્ટર દ્વારા કોઇ જ તકેદારીના પગલા લેવામાં આવ્યા નથી. કલેક્ટરનાં મળતીયાઓને લાભ મળી રહે તે માટે કલેક્ટર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે. કલેક્ટરનો નિર્ણય તત્કાલ જ સ્થગીત કરવા માટે અશ્વિન કોટવાલ દ્વારા મુખ્યમંત્રી પાસે માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોળોના જંગલ ગુજરાતના મહત્વના પ્રવાસન સ્થળો પૈકીનાં એક છે.અહીં મોટા પ્રમાણમાં યુવાનો આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news