)
Pregnant Woman's Death: તુરખેડાના ખૈડી ફળિયાની મહિલાને પ્રસૂતાની પીડા ઉપાડતા મહિલા ને ઝહોલીમાં નાખી 108 સુધી પોહચાડી હતી અને ત્યાર બાદ કવાંટ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં લઈ જવામાં આવી ત્યાં થી વધુ સારવાર માટે છોટાઉદેપુર ખાતે મોકલવામાં આવી ત્યારે છોટાઉદેપુર થી વડોદરા ખાતે રિફર કરવામાં આવતા વડોદરા એસ એસ જી હોસ્પિટલ માં પ્રસૂતિ થાય તે પહેલા મહિલાનું મોત થયું.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામના ખૈંડી ફળિયાની મહિલા વાણસીબેન રાજુભાઈ નાયકા તેઓના પરિવાર માં ચાર સંતાનો છે, જ્યારે પાંચમી પ્રસૂતિ માં આ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા આજુબાજુ ના યુવાનો તેમજ પરિવાર ના સભ્યો ઝોળી બનાવીને તુરખેડાના ખૈંડી ફળિયાથી સાવધા ફળિયા સુધી ત્રણ કિલોમીટર ઝોળીમાં ઉંચકીને લાવ્યા હતા. તુરખેડામાં રસ્તાના અભાવે આ મહિલાને ઝોળીમાં નાખીને ત્રણ કિલોમીટર નો રસ્તો કાપવામાં ભારે કઠિનાઈ ભોગવવી પડી હતી. ત્યારબાદ સાવધા ફળિયાથી 108 એમ્બ્યુલન્સ માં આ મહિલાને કવાંટ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી.
ત્યારબાદ કવાંટ થી તેને છોટાઉદેપુર ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવતા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાંથી આ મહિલાને વધુ સારવાર માટે વડોદરા ખાતે એસ એસ જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી ત્યારે સારવાર દરમિયાન આ મહિલાનું મોત થયું, જ્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે 7 ફળિયા આવેલા છે, 4000 જેટલી વસ્તી છે. આઝાદીના વર્ષો પછી પણ આ ફળિયાને રસ્તાની સુવિધા મળી નથી. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્યની સેવાઓ નિમ્ન કક્ષાની છે.
કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોવા છતાંય આ મહિલાને છોટાઉદેપુર મોકલવામાં આવી. જ્યારે છોટાઉદેપુર ખાતે સિવિલ હોસ્પિટલ હોવા છતાંય તેને વડોદરા ખાતે સારવાર માટે મોકલવામાં આવી. આ સમય દરમિયાન મહિલાની હાલત કફોડી બનતા મહિલાનું મોત થયું. જ્યારે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સરકાર અમારા વિસ્તાર માં રસ્તા બનાવતી નથી. આઝાદીના વર્ષો પછી રસ્તા ની સુવિધા ના મળતા ગત વર્ષે પણ એક મહિલા નું મોત થયું હતું, જ્યારે ફરી એક મહિલાનું મોત થયું છે. વિકાસની વાતો વચ્ચે પ્રસૂતાને સારવાર મળતી નથી આવી રીતના મોતને ભેટે છે.
તુરખેડા ગામે પ્રસૂતિ વાળી મહિલા ને દવાખાને લઈ જવામાં આવી હતી તે મહિલા નું મોત થતા તેને તુરખેડા ગામે સબ વાહિની દ્વારા લાવવામાં આવી પરંતુ ઘર સુધી સબ વાહિની ના પહોચતા રસ્તા માં મહિલા ની લાશ ઉતારવામાં આવી ત્યાં ગ્રામજનો લાકડા ની ઝોલી બનાવી અને કાપડ માં વીતી મહિલા ની લાશ તેના ઘરે 10 થી 15 લોકો એ ત્રણ કિલોમીટર ચાલી ને ઝોલી માં નાખીને પહોંચાડી જ્યારે આદિવાસી સમાજ માં આ તંત્ર સામે આક્રોશ ફેલાયો છે. કવાંટ તાલુકાના તુરખેડા ગામની એક મહિલા ને ગત વર્ષે પ્રસૂતિ ની સારવાર માટે લઈ જતા હતા તે વખતે રસ્તા માં પ્રસૂતિ થઈ જતા મહિલા નું મોત થયું હતું અને બાળક બચી ગયું હતું આ ઘટના ને લઈને હાઇકોર્ટે ગંભીર નોંધ લઈને સુવોમોટો દાખલ કરતા સરકારે રસ્તો મંજૂર કરવાની અને રસ્તો બનાવી આપવાની મંજૂરી આપતા મામલો થાળે પડ્યો હતો.