અમદાવાદની હાઈરાઈઝ બિલ્ડીંગમાં લિફ્ટ ફસાઈ, 3 કલાક ફસાયેલા 10 લોકોનું રેસ્ક્યૂ કરાયું
Ahmedabad News : લીફ્ટમાં ફસાયેલા દસ લોકોનુ ફાયર વિભાગે કર્યું રેસ્ક્યૂ... અમદાવાદના ચાંદેખેડા વિસ્તારમાં આવેલ કે.બી.રોયલ લિફ્ટમાં ફસાયા હતા દસ લોકો.... લિફ્ટમાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગની ટીમે દિવાલ તોડી કર્યું રેસ્ક્યૂ
Trending Photos
Ahmedabad News : જો તમે પણ હાઈરાઈઝ ઈમારતમાં રહો છો, તો તમારે પણ લિફ્ટ મામલે સાવચેતી રાખવાની જરૂર છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ઈમારતમાં લિફ્ટ બંધ થઈ જતા 10 લોકો ફસાયા હતા. તમામને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરીને બહાર કઢાયા હતા. તમામ લોકો ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યૂ કરે તે સુધી 3 કલાક ફસાયેલા રહ્યાં હતા.
અમદાવાદમાં લિફ્ટમાં 10 લોકો ફસાતા અફરાતફરી, ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું#ahmedabad #news #gujarat #zee24kalak pic.twitter.com/p7nmxAJhQL
— Zee 24 Kalak (@Zee24Kalak) March 14, 2025
અમદાવાદના ચાંદખેડા કેબી રોયલ નામની ઈમારતમાં 10 લોકો લિફ્ટમાં ફસાયા હતા. તેથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાઈ હતી. લગભગ ૧:૩૦ વાગ્યે કોલ મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બીજા માળે લિફ્ટમાં ફસાયેલા લોકોને દિવાલ તોડીને બહાર કઢાયા હતા. તમામ લોકો બપોરે 12.30 વાગ્યાના લિફ્ટમાં ફસાયા હતા. લિફ્ટ તોડીને તમામ લોકોને ૩:૩૦ વાગ્યે સહી સલામત બહાર કઢાયા હતા તેવું ફાયર ઓફિસર અનિરુદ્ધ ગઢવીએ જણાવ્યું.
લિફ્ટમાંથી સહી સલામત રેસ્કયૂ કરાયેલા લોકોના નામ
(૧) નિધીબેન (ઉંમર-૩૬)
(૨) અંજુબેન (ઉંમર-૩૩)
(૩) મિતાલીબેન (ઉંમર-૩૫)
(૪) નેહલબેન (ઉંમર-૪૦)
(૫) અર્પિતાબેન પંડ્યા (ઉંમર-૩૩)
(૬) અમીશા ઝા (ઉંમર ૩૭)
(૭) દીપલ મેહુલ જોશી (ઉંમર-૩૭)
(૮) દિવ્યાબેન સાકડેચા (ઉંમર-૩૪)
(૯) ખુશબુબેન (ઉંમર-૩૨)
(૧૦) સ્નેહા બેન (ઉંમર-૩૮)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે