Video : ચાર સિંહો ત્રાટક્યા ગાય પર, શિકાર કેદ થયો CCTVમાં

સિંહ જંગલ વિસ્તારમાંથી બહાર નીકળીને માનવવિસ્તારમાં આવી પહોંચતા હોય એવી ઘટનાઓ વારંવાર બનવા લાગી છે.

Updated By: Feb 27, 2018, 04:56 PM IST
Video : ચાર સિંહો ત્રાટક્યા ગાય પર, શિકાર કેદ થયો CCTVમાં

જૂનાગઢ : સિંહ જંગલ વિસ્તારમાંથી બહાર નીકળીને માનવવિસ્તારમાં આવી પહોંચતા હોય એવી ઘટનાઓ વારંવાર બનવા લાગી છે. આવી જ ઘટના બની છે જૂનાગઢમાં. તાજેતરમાં જુનાગઢના GIDC વિસ્તારમાં ચાર સિંહો આવી પહોંચ્યા હતા અને રસ્તા પર જ ગાયનું મારણ કરીને એની જયાફત ઉડાવી હતી. સિંહના આ શિકારના દ્રશ્યો CCTVમાં કેદ થઈ ગયા હતા અને પછી વાઇરલ બન્યા છે. 

દિલધડક શિકારનો જુઓ વીડિયો

સિંહના શિકારના આ આ સમાચાર ગણતરીની મિનિટોમાં ફેલાઈ ગયા હતા જેના પગલે લોકો ઉમટી પડ્યા હતા. આ ઘટના પછી થોડા સમય માટે વાહનોનો ટ્રાફિક જામ થઈ જતા રસ્તો પણ બંધ થઈ ગયો હતો.