અમદાવાદની ફેમસ ક્લબમાં થઈ દારૂવાળી પાર્ટી, પકડાયા મોટા ઘરના 9 નબીરા

Liquor Party In Ahmedabad : અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી જાણીતી ક્લબ O7 ક્લબની ડાન્સ પાર્ટીમાં ચાલી રહી હતી દારૂની મહેફિલ, નવ લોકો ઝડપાયા
 

અમદાવાદની ફેમસ ક્લબમાં થઈ દારૂવાળી પાર્ટી, પકડાયા મોટા ઘરના 9 નબીરા

Ahmedabad News : દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની રેલમછેલ થઈ. મહાનગર અમદાવાદની ફેમસ ક્લબમાં દારૂની મહેફિલ પકડાઈ છે. બોપલના ક્લબ O7ના બેઝમેન્ટના પાર્કિંગમાંથી દારૂ પીતા નબીરા ઝડપાયા છે. એક યુવતી સહિત 9 લોકોની ધરપકડ કરાઈ છે. મોટા ઘરના નબીરા લક્ઝુરિયસ કારનો કાફલો લઈને આવ્યા હતા, અને દારૂ પીતા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, બોપલમાં Club O7 નામની ક્લબના બેઝમેન્ટના પાર્કિંગમાં પોલીસે દારૂ પી રહેલ નબીરાઓને ઝડપી પાડ્યા છે. નબીરાઓ મ્યુઝિકલ ડાન્સ પાર્ટીમાં આવ્યા હતા. કલબ 07 ના ફોરમ હોલના બેઝમેન્ટના પાર્કિંગમાં મ્યુઝિક ડાન્સ પાર્ટી ચાલતી હતી. જેમાં આ નબીરાઓએ દારૂ પીધો હતો. એક યુવતી સહિત 9 યંગસ્ટર્સની ધરપકડ કરવામાં આવી છે. 

Add Zee News as a Preferred Source

કોની કોની ધરપકડ
પોલીસે રાહુલ ગોસ્વામી, હેમલ દવે, રિતિકા શર્મા, ભાવેશ પવાર, આશુતોષ શાહ, રાહુલ ચહલ, ચિરાગ ધાનક, શનિ પંડ્યા અને પૃથ્વીરાજ ડોડલાની ધરપકડ કરી છે. આ સાથે એક યુવતી પણ દારૂ પીતી ઝડપાઈ છે.

પોલીસે બાતમી આધારે રેડ કરી તપાસ કરતા સમગ્ર દારૂની મહેફિલ ઝડપાઈ હતી. પોલીસે નબીરાઓના પાંચ મોબાઇલ, 2 બીએમડબલ્યુ કાર, એક honda city કાર અને દારૂની બોટલો મળી 8.50 કલાકનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે હેમલ દવે સામે દારૂ પીધેલાનો કેસ દાખલ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news