ભાજપ સાથે ભળેલા કોંગ્રેસી નેતાઓનું શું રાહુલ ગાંધીએ તૈયાર કર્યું લિસ્ટ? ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તનના સંકેત
રાહુલ ગાંધીના ફરી ગુજરાત પ્રવાસથી કોંગ્રેસના નેતાઓમાં ફફડાટ પેસ્યો છે. કારણ કે, કોંગ્રેસે રેસના અને લગ્નના ઘોડા અલગ તારવી લીધા છે. યાદી તૈયાર થઈ ગઈ છે. કોને સાઈડલાઈન કરવા અને કોને હાંકી કાઢવા તે નક્કી થઈ ગયું છે.
Trending Photos
)
Gujarat Politics: રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તનના સંકેત આપ્યા બાદ હવે જલ્દી જ કોંગ્રેસ નવાજૂની કરવાની છે. અમદાવાદ ખાતે તાજેતરમાં યોજાયેલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પક્ષને મજબૂત કરવા પર ભાર અપાયો હતો. પરંતું પક્ષ ત્યારે જ મજબૂત બનશે જ્યારે મોટા પદ પર બિરાજમાન નિષ્ક્રીય નેતાઓને બહારનો રસ્તો દેખાડાશે. કોંગ્રેસ હવે આવા નેતાઓની સાઈડલાઈનથી લઈને સસ્પેન્શન સુધીના પગલા લેવા માટે મક્કમ છે. છ દિવસમાં રાહુલ ગાંધી બીજી વાર અમદાવાદની મુલાકાતે છે. ગુજરાતમાં મૃતપ્રાય કોંગ્રેસને બેઠી કરવા કોંગ્રેસ હાઈકમાન્ડે મોરચો સંભાળ્યો છે. 31મી મે સુધીમાં પ્રમુખ-જિલ્લા કમિટી નીમી દેવા કોંગ્રેસ નક્કી કર્યું છે.
ગુજરાતમાં કૉંગ્રેસના સંગઠનને મજબૂત કરવા રાહુલ ગાંધી મેદાને આવ્યાં છે. રાષ્ટ્રીય અધિવેશન પછી તરત જ રાહુલ ગાંધી અમદાવાદના પ્રવાસે આવ્યાં હતાં. મંગળવારે બપોરે ત્રણ વાગે અમદાવાદ એરપોર્ટથી ગાંધી પ્રદેશ કોંગ્રેસ સમિતીએ પહોંચ્યા હતાં. જ્યાં સંગઠન સર્જન અભિયાન અંતર્ગત જિલ્લા અને મહાનગરોના 41 પ્રમુખો નક્કી કરવા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના એકેય નેતાને સ્ટેજ પર સ્થાન અપાયું નહોતું. રાહુલ ગાંધીના કડક તેવર જોઈ માત્ર હોદ્દો ભોગવતાં નેતાઓ કફડી ઉઠયા હતાં.
12 નેતાઓનું નામ લિસ્ટ
કોંગ્રેસના આંતરિક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ડઝનેક નેતાઓના નામનું લિસ્ટ તૈયાર કરાયું છે, જેના પર કોંગ્રેસ ગમે ત્યારે એક્શન લઈ શકે છે. સંભવત છે કે રાહુલ ગાંધીના 15 એપ્રિલની મુલાકાત દરમિયાન જ કંઈક નિર્ણય લઈ શકાય છે.
ગુજરાત કોંગ્રેસના સંગઠનને નવો ઓપ આપવા રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ખાતે એઆઇસીસી-પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો સાથે બેઠક યોજી વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠકમાં જીલ્લા પ્રમુખની કેવી રીતે પસંદગી કરવી તે મુદ્દે નિરીક્ષકોને માર્ગદર્શન અપાયુ હતું. ઓરિએન્ટેશન બેઠકમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે, ભાજપ સાથે ભળેલાં નેતાઓની પણ યાદી તૈયાર કરો. હાઈકમાન્ડની સક્રિયતાને જોતાં કોંગ્રેસનો જોવા મળી બુધવારે રાહુલ ગાંધી મોડાસામાં બુથ કાર્યકરી સાથે સંવાદ કરશે.
રાહુલ ગાંધી સાથેની બેઠકમાં એક નેતાએ એવો સવાલ કર્યો કે, લગ્ન અને રેસના ઘોડાઓ ક્યારે અલગ તારવશો? ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે, ચિંતા ન કરો, જીલ્લાનું માળખું રચાયા પછી આ મુદ્દો હાથ પર લેવાશે. રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, ભાજપ સાથે ભળેલા નેતાઓની પણ યાદી તૈયાર કરો. બેઠકમાં એવુ નક્કી કરાયુકે, જિલ્લા પ્રમુખની પસંદગી માટે પાંચ સભ્યની ટીમ બનશે. નિરીક્ષકોને જુદા જુદા જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. નીરીક્ષકોની ટીમ જિલ્લાનો પ્રવાસ કરી સ્થાનિક આગેવાનો કાર્યકરો સાથે સંવાદ કરશે.
23થી 8મી મે સુધી નીરિક્ષકો જીલ્લાનો પ્રવાસ કરશે. ૧૦ દિવસમાં જ નીરીક્ષકો રિપોર્ટ સુપરત કરશે. જીલ્લા પ્રમુખ માટે છ દાવેદારોની પેનશ નક્કી કરાશે તે પૈકી એક નામ પર હાઇકમાન્ડ આખરી મ્હોર મારશે. નિરીક્ષકોને એવી સ્પષ્ટ સૂચના આપીકે, મહિલાઓ ઉપરાંત તમામ સમાજ-વર્ગના લોકોને પ્રતિનિધિત્વ મળે તે રીતે નક્કી કરેલાં માપદંડ આધારે જીલ્લા પ્રમુખ-જલ્લા કમિટીની રચના કરવી. આવતીકાલે તા.૧૯મીએ સવારે રાહુલ ગાંધી મોડાસા પહોંચશે જ્યાં ૧૨૦૦ બુથ કાર્યકરો સાથે સંવાદ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














