Gujarat By Election 2025 Voting: ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સીલ, કડીમાં 54 અને વીસાવદર 56 ટકા મતદાન

Gujarat Bypoll 2025 Voting Update: ગુજરાતમાં બે વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. કડી અને વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં સાંજે 6 કલાકે મતદાન પૂર્ણ થઈ ગયું છે. 

Gujarat By Election 2025 Voting: ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સીલ, કડીમાં 54 અને વીસાવદર 56 ટકા મતદાન
LIVE Blog

Kadi And Visavdar Byelections : ગુજરાતની વિધાનસભાની બે બેઠકો પર આજે પેટાચૂંટણીનો જંગ જોવા મળ્યો હતો. કડી અને વિસાવદરમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સમાપ્ત થઈ ગયું છે. બંને બેઠક પર ત્રણ પાર્ટીઓ વચ્ચે જંગ જોવા મળ્યો હતો. બે બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં મતદાન પૂર્ણ થતાં ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયું છે. હવે 23 જૂને મતગણતરી થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

19 June 2025
18:19 PM

Gujarat By Election 2025 Voting: કડી અને વીસાવદરની પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ
કડી અને વીસાવદરની પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. વીસાવદરમાં 297 તો જ્યારે કડીમાં 294 મતદાન મથકો પર મતદાન થયું છે. વીસાવદરમાં સરેરાશ 56 ટકા અને કડીમાં 54 ટકા મતદાન થયું છે. કડીમાં આઠ અને વિસાવદરમાં 16 ઉમેદવાર મેદાને ઉતર્યા હતા. કડી અને વીસાવદર પેટાચૂંટણીનું પરિણામ  23 જૂને જાહેર થશે.

15:43 PM

Gujarat Bypoll 2025 Voting Live Update: કોંગ્રેસે કરી ચૂંટણી પંચમાં ફરિયાદ

પેટા ચૂંટણીમાં આચાર સંહિતાના ઉલ્લંઘન અંગે કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ કરી. કડી વિધાનસભામાં મતદાતાઓને લોભાવવા ભોજન સમારંભોનું આયોજન કરાયું હતું. થોળ સહિતના ગામોમાં ભાજપના ઉમેદવારને મત આપવા આવતા મતદાતાઓ માટે ભોજન સમારંભ ગોઠવાયો હોવાના આક્ષેપ કોંગ્રેસે કર્યો. વિસાવદરમાં ભાજપ ઉમેદવાર કમળના ચિન્હ સાથે મતદાન મથકમાં જતા ફરિયાદ કરાશે. આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું કે, ભાજપના આગેવાનોને વિધાનસભા વિસ્તારમાં રહેવા દેવાયા, જ્યારે કોંગ્રેસના આગેવાનોને બહાર કાઢી મૂકવા સંદર્ભે પણ અમારી નારાજગી છે. આચાર સંહિતા ભંગ બદલ કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. 
 

15:41 PM

Gujarat Bypoll 2025 Voting Live Update: 3 વાગ્યા સુધી મતદાનના આંકડા 

જૂનાગઢ - વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં સવારના 7 થી 03 કલાક સુધી 47.67ટકા મતદાન
મહેસાણા - કડી વિધાનસભા પેટા ચૂંટણી સવારે 7 થી 3 વાગ્યા સુધી માં 46.33 ટકા મતદાન નોંધાયું
 

14:20 PM

Gujarat Bypoll 2025 Voting Live Update: બે જૂથ સામસામે આવ્યા 

કડી વિધાનસભા પેટાચૂંટણીમાં મતદાન દરમિયાન બે જૂથ સામસામે આવતા મામલો ગરમાયો હતો. કડીના 134 ,154 બુથ ઉપર બે જૂથ સામસામે આવી ગયા હતા. શહેરના શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળાના બુથ ઉપર બબાલના સમાચાર સામે આવ્યા છે. જેના બાદ ટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. 

14:19 PM

Gujarat Bypoll 2025 Voting Live Update: મતદાનના લેટેસ્ટ આંકડા 

મહેસાણા  - કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં સવારે 7 થી 1 વાગ્યા સુધી 34.79 ટકા મતદાન નોંધાયું
જૂનાગઢ - વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં સવારના 7 થી 01 કલાક સુધી 39.25 ટકા મતદાન

12:45 PM

Gujarat Bypoll 2025 Voting Live Update: વિસાવદરમાં આપનો આરોપ 

વિસાવદરમાં ડુંગરપુર ગામે આમ આદમી પાર્ટીએ હોબાળો કર્યો. મતદાન મથક અંદર ભાજપની સ્લીપ મળી હોવાનો આપ પાર્ટીએ આક્ષેપ કર્યો. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે કાયદા મુજબ ચાલવાની વાત કરી. 200 મીટર બહાર રહી મદદ કરો તેવું કહી બહાર કાઢ્યા...

12:15 PM

Gujarat Bypoll 2025 Voting Live Update: 12 વાગ્યા સુધી મતદાનના આંકડા 

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં સવારના 7 થી 11 કલાક સુધી 28.15 ટકા મતદાન, તો કડીમાં 23.85 ટકા મતદાન થયું 

11:23 AM

Gujarat Bypoll 2025 Voting Live Update: 11 વાગ્યા સુધી મતદાનના આંકડા 

સવારના 11 વાગ્યા સુધીમાં કડીમાં 15 ટકા મતદાન થયું છે. તો સવારના 11 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 23.85 ટકા મતદાન નોંધાયું. વહેલી સવારથી મતદાન કેન્દ્રો પર મતદારો ઉમટી પડ્યા છે. બંને બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. 

10:01 AM

Gujarat Bypoll 2025 Voting Live Update: વિસાવદરમાં સવારે 9 વાગ્યા સુધી 12.10 ટકા મતદાન 

ચૂંટણી પંચના આંકડા અુસાર, વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં 12.10 ટકા મતદાન નોંધાયું. ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે આણંદપુર ખાતે મતદાનકર્યું. પરિવાર અને સમર્થકો સાથે ઢોલ વગાડતા મતદાન મથક સુધી પહોંચ્યા હતા. કિરીટ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ રોડ-રસ્તાના મુદ્દે કિરીટ પટેલે બોલવાનું ટાળ્યું અને કહ્યું, વિકાસના મુદ્દા ધ્યાને રાખી મતદાન કરી રહ્યા છે. જોકે, 2012 થી વિસાવદર વિધાનસભા પર ભાજપનું કમળ ખીલ્યું નથી.

 

09:16 AM

Gujarat Bypoll 2025 Voting Live Update: બોગસ એજન્ટના આક્ષેપના કેસમાં ભાગી ગયેલ એજન્ટ સામે આવ્યો

કોંગ્રેસના ઉમેદવાર દ્વારા બોગસ એજન્ટના આક્ષેપના કેસમાં ભાગી ગયેલ એજન્ટ સામે આવ્યો. એજન્ટ વિરલ પટેલે મીડિયા સામે આવીને નિવેદન આપ્યું કે, બૂથ પર માથાકૂટ ના થાય તે માટે નીકળી ગયો હતો. આક્ષેપના થોડીવાર બાદ ફરીથી એજન્ટ બુથ પર પહોંચ્યો. તેણે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ કરેલા આક્ષેપો નકાર્યા 

09:15 AM

Gujarat Bypoll 2025 Voting Live Update: મતદારોમાં ઉત્સાહ 

કડી વિધાનસભાની પેટાચૂંટણીના મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. મતદારોએ ભારે ઉત્સાહપૂર્વક મતદાન માટે લાઈનો લગાવી છે. દિવ્યાંગ ભરત ભાઇને મોટર વ્હિલચેર પર આવીને મતદાનક કર્યું. શારિરિક સ્વસ્થ લોકો અચુક મતદાન કરે તેવી અપીલ કરી. 

08:41 AM

Gujarat Bypoll 2025 Voting Live Update: કોંગ્રેસના ઉમેદવારે કર્યો જીતનો દાવો 

વિસાવદરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું. આ બેઠક ઉપર ભાજપના કિરીટ પટેલ કોંગ્રેસના નિતીન રાણપરીયા અને આમ આદમીના ગોપાલ ઇટાલીયા વચ્ચે કાંટે કી ટક્કર છે. આવામાં કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયા મતદાન કર્યું.  પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ મતદાન કર્યું. કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયા પોતાની જીતનો દાવો કર્યો. તેમણે કહ્યું, હું આ બેઠક પરથી મોટી લીડથી જીતીશ. લોકો ભાજપથી કંટાળી ગયા હોય વિકાસના કામો ન થતા હોય તેથી લોકો મને જરૂર મત આપશે. 

08:39 AM

Gujarat Bypoll 2025 Voting Live Update: વિસાવદરમાં મતદાન માટે ભીડ ઉમટી 

વિસાવદરમાં સવારે 7 વાગ્યાથી મતદાન મથકો પર લાંબી કતારો લાગી છે. આણંદપુર મતદાન મથક પર મતદારો ઉમટી પડ્યા છે. મતદારોએ કહ્યું, ખેડૂતોના પ્રશ્નોનું જે નિરાકરણ કરશે તેને અમારો મત જશે. વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદારો મતદાન કરી રહ્યા છે. ચૂંટણીમાં આ વખતે ગ્રીન થીમ પર મતદાન કરાવવામાં આવી રહ્યું છે. ઓબ્ઝર્વેશન માટે ઓબ્ઝર્વર મતદાન મથકની મુલાકાત લઈ રહ્યાં છે. તમામ મતદાન મથકો સીસીટીવીથી વેબ કાસ્ટિંગથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે. 
 

08:36 AM

Gujarat Bypoll 2025 Voting Live Update: કડીમાં કોંગ્રેસના ઉમેદવારનો આક્ષેપ 

કડી વિધાનસભા પેટાચૂંટણીમાં મતદાન શરૂ થતા જ કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. કૂંડાળ ગામે બોગસ એજન્ટ ઘૂસ્યો હોવાની રજૂઆત કરી. કુંડાળ ગામે બુથ નંબર 160, રૂમ નંબર 4 માં બોગસ એજન્ટ ઘૂસ્યાનો આક્ષેપ કરાયો. રમેશ ચાવડા ચુંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરવા પહોંચ્યા. રમેશ ચાવડા પહોંચતા એજન્ટ ભાગી ગયો હોવાનો આક્ષેપ કર્યો. 
 

08:01 AM

Gujarat Bypolls Elections Live Updates : વિસાવદરમાં પણ મતદાન શરૂ

વિસાવદર 87 વિધાનસભાની પેટાચૂંટણીનું પણ આજે મતદાન છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થઈ ગયું છે. આ બેઠક ઉપર ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નિતીન રાણપરીયા અને આમ આદમીના ગોપાલ ઇટાલિયા વચ્ચે કાંટે કી ટક્કર છે. 

07:39 AM

Gujarat Bypolls Elections Live Updates : ભાજપના ઉમેદવાર જ નહિ કરી શકે મતદાન

ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ભાઈ ચાવડા આયાતી ઉમેદવાર હોવાથી મતદાન નહીં કરી શકે. કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા સવારે 10 વાગે ગર્લ્સ હાઇસ્કુલથી મતદાન કરશે. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ 10:30 કલાકે મણીપુર બ્રાહ્મણની વાડીમાંથી  મતદાન કરશે. કડી શહેર ન્યુ આદર્શ હાઇસ્કુલ ખાતે પર્યાવરણ આધારિત બૂથ બનાવાયું. ૧૯૦૦ થી વધારે કર્મચારીઓ મતદાન વ્યવસ્થામાં જોડાયા છે. મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામા આવી છે. કડી વિધાનસભા માં કુલ ૨ લાખ ૮૯ હજાર ૭૪૬ મતદાર છે. જે પૈકી પુરૂષ મતદારોની સંખ્યા-૧,૪૯,૭૧૯, સ્ત્રી મતદારોની સંખ્યા-૧,૪૦,૦૨૩ તથા અન્ય મતદારની સંખ્યા- ૪ છે. 

07:39 AM

Gujarat Bypolls Elections Live Updates : કડીમાં કોની કોનીવ ચ્ચે જંગ

કડી શહેરમાં 54 અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 240 મતદાન મથકો ઉભા કરાયા. મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામા આવી છે. કડી વિધાનસભા પેટા ચુંટણી માટે ભાજપ કોંગ્રેસ,આમ આદમી પાર્ટી અને પ્રજા ડેમોક્રેટિક પાર્ટી મેદાને છે. ભાજપના રાજેન્દ્ર ચાવડા કોંગ્રેસના રમેશ ચાવડા , આપના જગદીશ ચાવડા તથા પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ગીરીશ કાપડીયા વચ્ચે જંગ ખેલાયો છે. 

07:36 AM

Gujarat Bypolls Elections Live Updates : કડી વિધાનસભાનું મતદાન થયું શરૂ

આજે કડીમાં 294 મતદાન મથકો પર મતદારો મતદાન કરશે. સવારે 7 વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઈ ગયું છે. કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધન બાદ પેટાચૂંટણી યોજાઈ રહી છે. કડી શહેર ન્યુ આદર્શ હાઇસ્કુલ ખાતે પર્યાવરણ આધારિત બૂથ બનાવાયું છે. તો કડીમાં 106 સંવેદનશીલ બુથ જાહેર કરાયા છે.કડીના લક્ષ્મીપુરા અને રંગપુરડામાં સખી બુથ બનાવાયું છે. 
 

Trending news