Gujarat by Election Results 2025 Live: વિસાવદરમાં ભાજપે સ્વીકારી હાર, ગોપાલ ઈટાલિયા શાનદાર જીત તરફ

Kadi, Visavadar By Election Results 2025 Live Updates: કડી અને વીસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું આજે જાહેર થશે પરિણામ. કડીમાં ચાવડા તો વીસાવદરમાં પાટીદાર ઉમેદવારોનું EVMમાંથી ખુલશે નસીબ

Gujarat by Election Results 2025 Live: વિસાવદરમાં ભાજપે સ્વીકારી હાર, ગોપાલ ઈટાલિયા શાનદાર જીત તરફ
LIVE Blog

Kadi, Visavadar By Election Results 2025 Live Updates: રાજ્યની બે વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની આજે મતગણતરી છે. કડી અને વિસાવદર બેઠક પર હારજીતનો આજે નિર્ણય થઈ જશે. આજના પરિણામો પર સૌની નજર છે કારણ કે, ભાજપ અને કોંગ્રેસ માટે બંને બેઠક પ્રતિષ્ઠાના જંગ સમાન છે. તો વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલાવતા ત્રિપાંખિયો જંગ જામ્યો છે. મહત્વનું છે કે, વિસાવદર વિધાનસભા બેઠક પર થયું હતું 57 ટકા મતદાન જ્યારે કડી વિધાનસભા બેઠક પર થયું હતું 57.9 ટકા મતદાન..અને આજે મતગણતરી થઈ રહી છે. થોડીવારમાં પરિણામો સ્પષ્ટ થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

23 June 2025
12:13 PM

Gujarat ByElection Results 2025 Live Updates: વિસાવદરમાં ભાજપે સ્વીકારી હાર

વિસાવદરની હારને સરકારે સ્વીકારી લીધી છે. પેટાચૂંટણીના પરિણામો ઉપર રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, વિસાવદરમાં હારનું વિશ્લેષણ કરવામાં આવશે અને વિસાવદરની પ્રજા પુનઃ ભાજપ સાથે જોડાઈ એ રીતનો પ્રયત્ન કરાશે. 

19 રાઉન્ડના અંતે પરિણામ - લીડ આપ 14914

ઋષિકેશ પટેલે કહ્યું કે, કડીની જીત એ જનતાની જીત છે. કડી કે વિસાવદરમાં પ્રજાનો મેન્ડેડ સ્વીકાર્ય છે. પ્રજા નાના મોટા પ્રચારના કારણે મેન્ડેડ અલગ આવે તો પણ અમે સ્વીકારીશું. વિપરીત પરિણામો હોય તો પણ અમે ત્યાં પરિણામો સુધારીશું. વિસાવદરમાં હારનું વિશ્લેષણ કરીશઉં. વિસાવદરમાં ફરી ભાજપ વાવણી માટે પ્રયાસ કરશે.
 

11:50 AM

Gujarat by Election Results 2025 Live Updates: કડીમાં કોંગ્રેસે હાર સ્વીકારી 

કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસના રમેશ ચાવડાએ કર્યા પરિણામ લઇને આક્ષેપ કર્યા કે, પરિણામ માન્યામાં આવે તેવા નથી. કેમકે મને પ્રત્યેક રાઉન્ડમાં એક હજાર અને ભાજપને 3 હજારથી વધુ એમ કેમ બને? મે ક્યારેય કોઈ સામે ચૂંટણી ફંડ લીધું નથી. હું વ્હાઇટ કોલર છું ક્યારેય ક્યાં કરપ્શન કર્યું નથી. કોઈ ક્રપશન મૂકે તો હું રાજકારણ છોડી દઉં છું. નીચી કોમ ભાજપ મત આપે છે. ગરીબ માણસ દેવાદાર થઈ જાય છે. વેપારી કે બિલ્ડર હોય ગેરકાયદેસર હોય તેની સામે ક્યારેય કરપશન કર્યું નથી.

11:46 AM

Gujarat by Election Results 2025 Live Updates: વિસાવદરથી અપડેટ 

17 રાઉન્ડના અંતે 14406 મતે ગોપાલ ઈટાલિયા આગળ. આપના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાની લીડમાં 14406મત થી આગળ 17રાઉન્ડ પૂર્ણ

11:20 AM

Gujarat by Election Results 2025 Live Updates: વિસાવદરમાં 13 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા 9678 મતથી આગળ

13 રાઉન્ડ ના અંતે પરિણામ 
ભાજપ : 37417
કોંગ્રેસ:4017
આપ-47095
લીડ: 9678 મત આપ આગળ
 

11:18 AM

Gujarat byElection Results 2025 Live Updates: કડીમાં ભાજપ રેકોર્ડબ્રેક લીડ તરફ આગળ 

ગત વિધાનસભા ચૂંટણીમાં સ્વ કરશન સોલંકી 28 હજારની લીડથી કડી બેઠક જીત્યા હતા. હાલ ભાજપના રાજેન્દ્ર ચાવડા રેકોર્ડ બ્રેક લીડ સાથે હાલ આગળ વધી રહ્યાં છે. 

કડી બેઠક પર 13માં રાઉન્ડના અંતે ભાજપ 29367 મતથી આગળ 
13માં રાઉન્ડના અંતે કોંગ્રેસના રમેશ ચાવડાને 32372 મત મળ્યા 
13માં રાઉન્ડના અંતે ભાજપના રાજેન્દ્ર ચાવડાને 61739 મત મળ્યા

10:58 AM

Gujarat by Election Results 2025 Live Updates: કડીમાં ભાજપ જંગી લીડથી જીતશે - બળવંતસિંહ રાજપૂત

કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ 25 થી 30,000 મતો થી ભવ્ય વિજય થશે તેવો દાવો કડી વિધાનસભાની જવાબદારી સંભાળતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા કરાયો. કડી પેટા ચૂંટણીમાં ભાજપ આગળ છે તેમને વિશ્વાસ વ્યક્તિ કર્યો કે ભાજપનો કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભવ્ય વિજય થશે. કડી બેઠક પર ભાજપ મોટા માર્જીનથી જીત મેળવશે. ભાજપે પેટા ચૂંટણીમાં ખૂબ મહેનત કરી છે. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ૨૫ હજાર સુધી લીડ મેળવશે. ભાજપના કાર્યકરોએ ખૂબ મહેનત કરી છે 
 

10:57 AM

Gujarat by Election Results 2025 Live Updates: વિસાવદરથી અપડેટ 
11 મો રાઉન્ડ ગોપાલ ઇટાલીયા 5658 મત થી આગળ
રાઉન્ડ 12ના અંતે 6232 મત થી AAP ઉમેદવાર ગોપાલ ઇટાલીયા આગળ.

12 રાઉન્ડ ના અંતે પરિણામ 

  • ભાજપ : 35218
  • કોંગ્રેસ:3855
  • આપ-42450
  • લીડ: 7232 મત આપ આગળ
10:38 AM

Gujarat by Election Results 2025 Live Updates: વિસાવદરથી અપડેટ 

10 રાઉન્ડ ના અંતે પરિણામ 
ભાજપ : 30600
કોંગ્રેસ: 3458
આપ-34781
લીડ: 4181 મત આપ આગળ

10:33 AM

Gujarat byElection Results 2025 Live Updates: કડીમાં ભાજપ જીત તરફ અગ્રેસર

કડીમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. કડી બેઠક પર 9માં રાઉન્ડના અંતે ભાજપ 11166 મતથી આગળ છે. 9માં રાઉન્ડના અંતે કોંગ્રેસના રમેશ ચાવડાને 25264 મત મળ્યા. 9માં રાઉન્ડના અંતે ભાજપના રાજેન્દ્ર ચાવડાને 36430 મત મળ્યા.

તો 10 મા રાઉન્ડમાં ભાજપની લીડ ઘટી. ૧૦ માં રાઉન્ડના અંતે ભાજપ ૧૫૭૯૦ મતે આગળ ચાલી રહ્યું છે. 

10:11 AM

Gujarat byElection Results 2025 Live Updates: કડીથી અપડેટ 

સાતમા રાઉન્ડના અંતે ભાજપને ૧૩૧૯૫ ની લીડ
કડી બેઠક પર 7માં રાઉન્ડના અંતે ભાજપ 13195 મતથી આગળ 
7માં રાઉન્ડના અંતે કોંગ્રેસના રમેશ ચાવડાને 16675 મત મળ્યા 
7માં રાઉન્ડના અંતે ભાજપના રાજેન્દ્ર ચાવડાને 29870 મત મળ્યા

10:04 AM

Gujarat ByElection Results 2025 Live Updates: કડીથી અપડેટ 

કડી વિધાનસભા પેટા ચૂંટણી મતગણતરી
7 માં રાઉન્ડ માં ભાજપ ના રાજેન્દ્ર ચાવડા આગળ
7 રાઉન્ડના અંતે ભાજપ 13194 વોટથી આગળ

09:56 AM

Gujarat byElection Results 2025 Live Updates: કડીથી અપડેટ 

કડી વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરીમાં છઠ્ઠા રાઉન્ડમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા આગળ. ના રાજેન્દ્ર ચાવડા 11957  મત થી આગળ

09:45 AM

Gujarat by Election Results 2025 Live Updates: વિસાવદર અપડેટ 

ચોથા રાઉન્ડના અંતે પરિણામ 
ભાજપ : 13642
કોંગ્રેસ: 1220
આપ-127796
લીડ:  846 મત ભાજપ આગળ

09:02 AM

Gujarat by Election Results 2025 Live Updates: વિસાવદરમાં ઈટાલિયાની શાનદાર શરૂઆત 

વિસાવદરમાં પ્રથમ રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ. પ્રથમ રાઉન્ડને અંતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા 400 મતે આગળ

વિસાવદર વિધાનસભા ચૂંટણી ગોપાલ ઇટાલીયા બીજા રાઉન્ડના અંતે 345 મતથી આગળ..

08:54 AM

Gujarat by Election Results 2025 Live Updates: મતગણતરીની શરૂઆતમાં જ ઈવીએમ ખોટકાયું 

પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ. 9 નંબરના ટેબલનું EVM ખોટકાયું. 02 બુથનું EVM બગડ્યું. VVPET ની સ્લિપના આધારે મત ગણાશે. 
 

08:51 AM

Gujarat by Election Results 2025 Live Updates: મતગણતરી શરૂ, જુઓ કોણ આગળ અને કોણ પાછળ

  • કડીમાં પહેલા રાઉન્ડ માં ભાજપ આગળ 
  • 14 ટેબલ પૈકી 13 ટેબલ ની ગણતરી થઈ 
  • એક EVM મશીન ખોટકાતા ગણતરી અટકી 
  • એક EVM ની ગણતરી બાકી 
  • ભાજપ - 4233 
  • કોંગ્રેસ - 2691 

વિસાવદરમાં કર્મચારી પોસ્ટલ બેલેટ મતગણતરી ચાલુ. અહીં પણ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ આગળ...

08:39 AM

Gujarat by Election Results 2025 Live Updates: આજે વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ

વિસાવદરમાં પ્રથમ 134 પોસ્ટલ બેલેટની મત ગણતરી શરૂ થઈ છે. પોસ્ટલ બેલેટની ગણતરીનું પરિણામ બાદમાં જાહેર કરાશે. 21 રાઉન્ડમાં કુલ 14 ટેબલ ઉપર મત ગણતરી થશે. 294 બુથની મત ગણતરી હાથ ધરાશે. 2 DYSP સહિત કુલ 200 પોલીસ કર્મચારીનો બંદોબસ્ત ગોઠવાયો છે. કુલ 2 લાખ 60 હજાર મતદારોમાંથી 1 લાખ 48 હજાર 546 મતદારોએ મતદાન કર્યું છે. આ ચૂંટણીમાં કુલ મતદાન 56.89 હતું. 
 

08:20 AM

Gujarat by Election Results 2025 Live Updates: ગોપાલ ઈટાલિયા જીતે તો શું અને ગોપાલ હારે તો શું?

ગુજરાતની રાજનીતિમાં વિસાવદર અને કડી બે બેઠકની પેટાચૂંટણીનું પરિણામ હવે ગણતરીના કલાકોમાં આવી જશે. જેમાં વિસાવદરનું પરિણામ નિર્ણાયક બની શકે તેમ છે. આ બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા પોતાના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને બોલકા, આક્રમક ગણાતા યુવા નેતા ગોપાલ ઈટાલિયાની ઉમેદવારી જાહેર કરી. ત્યારથી જ આ બેઠક માટે એડીચોટીનું જોર અજમાવશે તેવા અંદેશ મળ્યા હતા. ગત સામાન્ય ચૂંટણીમાં આ બેઠક આપે જીતી હતી. પરંતું તેના ચૂંટાયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા, આ માટે પેટાચૂંટણી આવી. પરંતુ આમ આદમી પાર્ટી જીતવા માટે દૃઢ નિશ્ચય હોય તેવું સમગ્ર ચૂંટણી પ્રચારમાં વર્તાયું. 

સામા પક્ષે ભાદજપે બે મોટા દાવેદાર હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીને પડતા મૂકીને પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને તક આપી, તેથી આ ચૂંટણી જંગ વધુ રસાકસી ભર્યો બની રહ્યો. સમાંતરે કોંગ્રેસ અને આપ વચ્ચેનું તકલાદી જોડાણ તૂટી ગયું. બાકી કોંગ્રેસ પણ ઉમેદવાર ઉભો રાખ્યો. આ ત્રિપાંખિયો બનેલા જંગમાં ભાજપ અને આપ માટે કપરા ચઢાણ વર્તાતા હતા. ભાજપ માટે ઈકો સેન્સીટીવ ઝોન, ખાતર પરની સબસીડી સહિતના મુદ્દાઓ વિરોધી વાતાવરણ સર્જનારા હતા. સામા પક્ષે તેમના ગોપાલ માટે તેમના અગઝરતા નિવેદનો ફરીથી ચલણી બનતા તેમની સામે વિરુધો વાતાવરણ ઉભુ થુયં હતું. છતાં બંને પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી, કારણ કે, આ પરિણામો લાંબા ગાળે ગુજરાતની રાજનિતીમાં અસરકારક બને તેવી પૂરતી શક્યતા છે.

08:17 AM

Gujarat by Election Results 2025 Live Updates: કડીમાં રાજેન્દ્ર ચાવડા vs રમેશ ચાવડા વચ્ચે ચૂંટણી જંગ

મહેસાણાના ૨૪-કડી(અ.જા) વિધાનસભા પેટા ચૂંટણીનું આજે પરિણામ છે. મતગણતરી  GTU- ITR કોલેજ મેવડ ખાતે થશે. આજે સવારે ૮ વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ. પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થશે. મતગણતરી માટે ૬૦ જેટલા સ્ટાફ ફરજ બજાવી રહ્યાં છે. કુલ ૨૧ રાઉન્ડમાં મતગણતરી થશે. સમગ્ર પ્રક્રિયાનું સી.સી.ટી.વી. થકી મોનીટરીંગ થઈ રહ્યું છે. ચૂંટણી અધિકારી, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં મતગણતરી શરૂ કરવામાં આવી છે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટનો રાઉન્ડ થશે. બાદમાં ૨૯૪ બુથ દીઠ ૧૪ ટેબલ પર ૨૧ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. 

મતગણતરીમાં  માઈક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર, આસીસ્ટન્ટ સુપરવાઈઝર સહિતનો સ્ટાફ જોડાયો છે. કડી બેઠક પર 57.90 ટકા મતદાન થયું છે. ભાજપ–રાજેન્દ્ર ચાવડા vs કોંગ્રેસ–રમેશ ચાવડા વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. તો આપ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો પણ મેદાને છે. કુલ 8 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. 

Trending news