Gujarat Cabinet Expansion Live: હર્ષ સંઘવી બન્યા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓએ લીધા શપથ

Gujarat Ministers Oath Ceremony Live Updates: ગુજરાતને આજે મળશે નવું મંત્રીમંડળ. આજે સવારે સાડા 11 કલાકે યોજાશે નવા મંત્રીઓની શપથવિધિ. મંત્રીમંડળ સાથે જોડાયેલી તમામ અપડેટ માટે જુઓ 

Gujarat Cabinet Expansion Live: હર્ષ સંઘવી બન્યા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓએ લીધા શપથ
LIVE Blog

Gujarat Cabinet Expansion : ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળનું પિક્ચર ક્લિયર થઈ ગયુ છે. હર્ષ સંઘવી ગુજરાતના નવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. મહાત્મા મંદિર ખાતે તેમણે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તો આ સાથે જ બાકીના 24 મંત્રીઓને રાજ્યપાલ શપથ લઈ લેવડાવી રહ્યાં છે. 

મુખ્યમંત્રી સહિત ગુજરાતનું મંત્રીમંડળ 

Add Zee News as a Preferred Source
  • ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
  • ત્રિકમ છાંગા, અંજાર કચ્છ
  • સ્વરૂપજી ઠાકોર, વાવ
  • પ્રવીણકુમાર માળી, ડીસા
  • ઋષિકેષ પટેલ, વીસનગર
  • પી.સી. બરંડા, ભિલોડા (એસટી)
  • દર્શના વાઘેલા, અસારવા ધારાસભ્ય અમદાવાદ (એસસી) 
  • કાંતિ અમૃતિયા, મોરબી
  • કુંવરજી બાવળિયા, જસદણ (રિપીટ)
  • અર્જુન મોઢવાડિયા, પોરબંદર
  • રીબાવા જાડેજા, જામનગર ઉત્તર 
  • ડો.પ્રદ્યુમન વાજા, કોડીનાર ધારાભ્ય (એસસી) 
  • કૌશિક વેંકરિયા, અમરેલી ધારાસભ્ય
  • પરસોત્તમ સોલંકી, ભાવનગર ગ્રામ્ય (રિપીટી) 
  • જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
  • રમણભાઈ સોલંકી, બોરસદ 
  • કમલેશ પટેલ, પેટલાદ આણંદ
  • સંજયસિંહ મહીડા, મહુધા 
  • રમેશ કટારા, ફતેપુરા વિધાનસભા (એસટી) 
  • મનીષા વકીલ, વડોદરા શહેર (એસસી) 
  • ઈશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર
  • પ્રફુલ પાનસેરિયા, કામરેજ
  • હર્ષ સંઘવી, મજુરા 
  • જયરામ ગામીત, નિઝર બેઠક (એસટી) 
  • નરેશ પટેલ, ગણદેવીના (એસટી) 
  • કનુ દેસાઈ, પારડી 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

17 October 2025
11:05 AM

Gujarat Ministers Oath Ceremony Live Updates: ગાંધીનગરથી લાઈવ અપડેટ 

ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે. યાદીમાં અમૃતિયા, મોઢવાડિયા, વાઘાણી, રિવાબા, દર્શના વાઘેલા નવા ચહેરા છે. થોડીવારમાં તમામ મંત્રી મહાત્મા મંદિર ખાતે આયોજિત સમારોહમા શપથ લેશે.

No description available.

10:40 AM

Gujarat Ministers Oath Ceremony Live Updates: ગાંધીનગરથી લાઈવ અપડેટ 
 

10:29 AM

Gujarat Ministers Oath Ceremony Live Updates: મુખ્યમંત્રીએ રાજ્યપાલને યાદી સોંપી 

રિપીટ મંત્રીઓનેને CMનો અને નવા મંત્રીઓને જગદીશ વિશ્વકર્માનો ફોન આવ્યો. રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છે. સાથે જ CMએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને તેમને નવા મંત્રીમંડળની યાદી પણ સોંપી દીધી છે. અત્યાર સુધી 22 ધારાસભ્યોને ફોન આવ્યો. જુદા જુદા ધારાસભ્યના વાહનો મંત્રી નિવાસસ્થાન પ્રાંગણમાં પહોંચી રહ્યા છે
 

10:24 AM

Gujarat Ministers Oath Ceremony Live Updates: મંત્રી મંડળના શપથગ્રહણ માટે કોને કોને ફોન આવ્યો

પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, હર્ષ સંઘવી, અર્જુન મોઢવાડિયા, નરેશ પટેલ, કાંતિ અમૃતિયા, પ્રદ્યુમન વાજા, કૌશિક વેકરીયા, સ્વરૂપજી ઠાકોર, ત્રિકમ છંગા, જયરામ ગામિત, જીતુ વાઘાણી, દર્શનાબેન વાઘેલા, રિવાબા જાડેજા, પી સી બરંડા, રમેશ કટારા, ઈશ્વરસિંહ પટેલ

10:14 AM

Gujarat Ministers Oath Ceremony Live Updates: કોના કોના નામ જાહેર થયા

અરવલ્લી જિલ્લામાં મંત્રીપદ યથાવત રહ્યું. ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડાને ફોન આવ્યો. પૂર્વ આઇપીએસ અને ધારાસભ્ય પી.સી બરંડા મંત્રી બનશે. આ ઉપરાંત અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા, જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા, જયરામ ગામીત, ભાવનગરથી જીતુ વાઘાણી, ત્રિકમ સાંગાને ફોન આવ્યો. 

10:05 AM

Gujarat Ministers Oath Ceremony Live Updates: નરેશ પટેલને બ્રેક બાદ મંત્રીપદ મળ્યું 

પૂર્વ કેબિનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને પણ ફોન આવતા જ તેમના પરિવારમાં ખુશીનો મહોલ છવાયો છે. દાદાની નવા મંત્રીમંડળમાં ધારાસભ્ય નરેશ પટેલનો પણ સમાવેશ કરાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રથમ ટર્મમાં નરેશ પટેલે અન્ન અને પુરવઠા મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. ધારાસભ્ય નરેશ પટેલને ફરી મંત્રી પદ મળતા જિલ્લા સહિત ગણદેવી તેમજ તેમના ગામ રૂમાલામાં ખુશીનો માહોલ છવાયો છે. 
 

10:01 AM

Gujarat Ministers Oath Ceremony Live Updates: નવા મંત્રીમંડળમાં નવો ચહેરાઓની એન્ટ્રી 

ગણદેવીના ભાજપના ધારાસભ્ય નરેશ પટેલની મંત્રી તરીકે જાહેરાત થઈ છે. નવા ચહેરા તરીકે નરેશ પટેલની સૌથી પહેલી કેબિનેટમાં એન્ટ્રી થઈ છે. તો મોરબીના કાંતિ અમૃતિયાની પણ કેબિનેટમાં એન્ટ્રી થઈ છે. બંને ધારાસભ્યોને મુખ્યમંત્રીના ફોન આવી ગયા. 

09:55 AM

Gujarat Ministers Oath Ceremony Live Updates: Z 24 કલાકની ખબર પર લાગી મહોર , Z 24 કલાકે કહ્યું હતુ 6થી વધુ મંત્રી રિપીટ થશે

09:15 AM

Gujarat Ministers Oath Ceremony Live Updates: પ્રથમ વખત પૂર્ણ કદનું મંત્રીમંડળ બનશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નવી સરકારનું મંત્રીમંડળ પૂર્ણ કદનું રહેશે. કારણ કે, મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારંભના સ્ટેજ પર કુલ 29થી વધુ ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે. રાજ્યપાલ મુખ્યમંત્રીની ખુરશી સિવાય 27 ખુરશીઓમાં પદનામિત મંત્રીને બેસવાની વ્યવસ્થા કરાઈ છે. ગુજરાતની રાજનીતિમાં કેશુભાઈ પટેલની સરકાર બાદ પ્રથમ વખત પૂર્ણ કદનું મંત્રીમંડળ બનશે. 

09:12 AM

Gujarat Cabinet Expansion LIVE: ગુજરાત કેબિનેટના વિસ્તરણ પર જુઓ તમામ અપડેટ્સ LIVE

09:03 AM

Gujarat Ministers Oath Ceremony Live Updates: Z 24 કલાકની ખબર પર લાગી મહોર

નવા મંત્રી મંડળમાં સામેલ થનારા મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રફુલ પાનસેરિયા બાદ કુંવરજી બાવળિયા, ઋષિકેશ પટેલ, પરસોત્તમ સોલંકીને ફોન આવ્યો. આ ત્રણેય ધારાસભ્યોને ફરી મંત્રી મંડળમાં સ્થાન મળશે. મંત્રી માટેની શપથ લેવા અંગેના ફોન આવ્યા બાદ ઉજવણી શરૂ. મંત્રીમંડળ નિવાસ્થાને ફટાકડા ફોડી ઉજવણી

08:39 AM

Gujarat Ministers Oath Ceremony Live Updates: પહેલો ફોન પ્રફુલ પાનસેરિયાને આવ્યો 

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં ધારાસભ્યોને ફોન આવવાની શરૂઆત થઈ, પહેલો ફોન પ્રફુલ પાનસેરિયાને આવ્યો. આ સાથે જ ઝી 24 કલાકની ખબર પર મહોર લાગી છે. આ સાથે જ નવા મંત્રી મંડળમાં સામેલ થનારા મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો બીજો ફોન કુંવરજી બાવળિયાને આવ્યો છે. આ સાથે બે મંત્રીઓનું મંત્રીપદ પાક્કુ થઈ ગયું.

08:27 AM

Gujarat Ministers Oath Ceremony Live Updates: કેવી રીતે થશે શપથવિધિ

શપથવિધિ સમારંભમાં સ્ટેજ પર એક સાથે દસ મંત્રીઓને શપથ ગ્રહણ કરાવવામાં આવશે. બંને સાઈડ પાંચ પાંચ માઈક શપથ ગ્રહણ માટે ગોઠવાયા છે. વચ્ચેના માઇક ઉપર રાજ્યપાલ આચાર્ય દેવરત ઉભા રહી હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવશે. તો મંત્રી તરીકેના પ્રથમ સહી ડાબી અને જમણી બાજુ એક સાથે બે મંત્રીઓ કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. નવા મંત્રી સહી કર્યા પછી મુખ્યમંત્રી અને રાજ્યપાલને પદનામિત મંત્રીઓ અભિનંદન સ્વીકારીને સ્ટેજની ડાબી બાજુ વીઆઈપીઓને મળવા જશે. 
 

08:24 AM

Gujarat Ministers Oath Ceremony Live Updates: આજે શપથવિધિ, ધનતેરસે ચાર્જ સંભાળશે

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ સવારે 11.30 કલાકે મહાત્મા મંદિરમાં યોજાશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ઉપરાંત રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ પણ હાજર રહેશે. બંને નેતાઓ હાલ સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત છે. બંને શીર્ષસ્થ નેતાઓ આપશે શપથવિધિ સમારોહમાં હાજરી જોવા મળશે. આ બાદ સાંજે 4 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન કરાયુ છે. નવા મંત્રીઓ ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં મંત્રીઓ ચાર્જ સંભાળશે. અમુક મંત્રી દિવાળી પછી સાતમના દિવસે ચાર્જ સંભાળે તેવી શક્યતા છે.

08:08 AM

Gujarat Ministers Oath Ceremony Live Updates: સ્ટેજ પર ગોઠવાઈ 28 ખુરશીઓ

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સ્થળના મુખ્ય સ્ટેજ પર 28 ખુરશીઓ ગોઠવાઈ છે. મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની સ્ટ્રેન્થ 28 છે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 સભ્યો છે અને બંધારણ મુજબ વધુમાં વધુ 27 મંત્રીઓની નિમણૂંક કરી શકાય છે. એટલે ​​કે, ગૃહની કુલ સંખ્યાના 15%. આમ, મહાત્મા મંદિરના સ્ટેજ પર 27 ખુરશીઓ દેખાતા મંત્રીમંડળના કદનો અંદાજો અત્યારથી જ લગાવી શકાય છે. 

સ્ટેજ પર સૌથી વધુ સંખ્યા કરતા એક ખુરશી વધુ ગોઠવવામાં આવી છે. આ સાથે જ પૂર્ણ કદના મંત્રી મંડળની અટકળો તેજ થઈ છે. જો કે અંતિમ સમયે સરકાર તરફથી સંકેતો મળતા બેઠક વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. મુખ્યમંત્રી સહિત પૂર્ણ કદના મંત્રી મંડળમાં 15 ટકા પ્રમાણે 27 મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે. 

07:57 AM

Gujarat Ministers Oath Ceremony Live Updates: જુ સુધી કોઈ કોલ નથી આવ્યો - સંજય કોરડીયા

ગાંધીનગર mla કવાટર્સ ખાતે ધારાસભ્યો પહોંચ્યા. ચર્ચાસ્પદ નામના ધારાસભ્યોએ mla કવાટર્સ ખાતે રાત્રિ રોકાણ કર્યું હોવાની ચર્ચા. સવારે જૂનાગઢના સંજય કોરડીયા મોર્નિંગ વોક પર દેખાયા. મોબાઈલ ફોન સાથે મોર્નિંગ વોક કરતા સંજય કોરડીયાએ z 24 કલાકની ખાસ વાતમાં જણાવ્યું કે, હજુ સુધી કોઈ કોલ નથી આવ્યો. પાર્ટીનો વિશ્વાસ છે અને રહ્યો છે. કોલ આવશે તો કાર્યકરો સાથે જઈશું. પાર્ટી જે જવાબદારી સોંપશે તેને આવકારીશું.  
 

07:33 AM

Gujarat Cabinet Expansion Live: ગાંધીનગરમા આજે મોટી રાજકીય હચલચ

નવા મંત્રીમંડળનો આજે શપથ ગ્રહણ સમારોહ. ગાંધીનગર મહાત્મા મંદિરે નવું મંત્રીમંડળ 11:30 કલાકે શપથ લેશે. આજે નવા મંત્રીઓની શપથ વિધિને લઈને મહાત્મા મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. 2 Dysp, 20પોલીસ ઇન્સ્પેકટર,30 પીએસઆઈ ઉપરાંત સાડા ચારસો પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત મૂકાયો છે.

07:26 AM

Gujarat Cabinet Expansion Live: મહાત્મા મંદિરથી મહત્વના અપડેટ

મહાત્મા મંદિર ખાતે મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ માટે છેલ્લી ઘડીની તૈયારી ચાલી રહી છે. મહાત્મા મંદિર ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. લગભગ 10 હજાર જેટલા લોકોના જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજન સમારંભનું મેનુ પણ જાહેર કરાયું છે. મહેમાનોને ભોજનમાં ચુરમાના લાડુ, ફૂલવડી, બટાકા વટાણાનું શાક પીરસવામાં આવશે. તો વાલનું શાક, પુરી, ગુજરાતી દાળ ભાત, ફ્રાઇમ્સ છાશ લોકો માટે રખાયા છે.  

07:24 AM

Gujarat Cabinet Expansion Live: છેલ્લી ઘડીએ મુલાકાત રદ થવા પાછળ શુ કારણ

ગઈકાલ મુખ્યમંત્રી અને રાજ્યપાલની મુલાકાતને છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. જોકે, આ મુલાકાત આજે સવારે 9 વાગ્યે કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. રાજીનામું આપનાર 4 કે 5 મંત્રીઓ રિપીટ થઈ શકે છે. તેમાંથી કેટલાકને પ્રમોશન તો કેટલાકના ખાતા બદલાઈ શકે છે. છેલ્લી ઘડીએ CM અને રાજ્યપાલની મુલાકાત રદ થઈ છે તો દિલ્હીથી કોલ આવ્યો હશે. છેલ્લી ઘડીએ સમીકરણો બદલાઈ શકે છે, જેના રાજીનામા સ્વીકારવાના હતા તેમને રિપીટ કરાઈ શકે છે જેથી મંત્રીમંડળનું કદ વધી શકે છે.

07:20 AM

Gujarat Cabinet Expansion Live: મંત્રીમંડળના વિસ્તરણ અંગે મહત્વના સમાચાર 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સાથે આજે મુલાકાત કરશે. ગૂરૂવાર રાત્રે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીની મુલાકાત થઈ શકી ન હતી. જે પી નડ્ડા સાથે ત્રણ કલાક બેઠક થતા રાજ્યપાલ સાથે મુલાકાત થઈ ન હતી. તેથી આજે સવારે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી મુલાકાત કરીને નવા મંત્રીમંડળનું લિસ્ટ સોંપશે. 

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news