Live Now

Jagannath Rath Yatra 2025 Live Updates: સરસપુરમાં ભક્તોના ઘોડાપૂર, થોડીવારમાં પહોંચશે રથયાત્રા

Ahmedabad Rath Yatra 2025 Live Update:  આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા શરૂ થઈ ગઈ છે. ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે. સવારે 4 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરાવી. અમે તમને અમદાવાદની રથયાત્રાનો રૂટ, રથયાત્રા કઈ-કઈ જગ્યાએ પસાર થશે. ભગવાનને આવકારવા ભક્તોમાં કેવો ઉત્સાહ છે, સમગ્ર વિગતો આપીશું.

  Jagannath Rath Yatra 2025 Live Updates: સરસપુરમાં ભક્તોના ઘોડાપૂર, થોડીવારમાં પહોંચશે રથયાત્રા
27 June 2025 11:42 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: ભગવાન જગન્નાથની રથયાત્રા AMC પહોંચી
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા એએમસી પહોંચી છે. મેયર અને ડેપ્યુટી મેયર દ્વારા ભગવાનના રથનું કોર્પોરેશનની ઓફિસે સ્વાગત કરવામાં આવ્યું હતું. 

27 June 2025 11:42 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad:  રથયાત્રા જે રૂટ પરથી પસાર થઈ જાય પછી તે રસ્તાઓ પર સફાઈ અભિયાન પણ ચાલી રહ્યું છે. સ્વયંસેવી સંસ્થાઓ સહિત અન્ય ટીમો સફાઈ માટે કામ લાગી છે.

27 June 2025 11:22 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: ભગવાન જગન્નાથની ભક્તિમાં લીન બાળ ભક્ત, હાથમાં મંજીરા લઈને ઝૂમતી બાળકી... 

27 June 2025 10:48 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: પોલીસે બચાવ્યો વૃદ્ધનો જીવ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એક વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો. પોલીસે CPR આપી આ વૃદ્ધનો જીવ બચાવ્યો હતો.

27 June 2025 10:17 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: રથયાત્રા આગળ ચાલી
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા દરમિયાન ખાડિયામાં ગજરાજ બેકાબૂ થયા હતા. આ કારણે રથયાત્રા થોડીવાર માટે રોકાઈ હતી. આશરે 30 મિનિટ બાદ રથયાત્રા ફરી શરૂ થઈ છે. જે ગજરાજ બેકાબૂ થયા હતા તેને રથયાત્રામાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.

27 June 2025 10:16 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: રથયાત્રામાં અલગ-અલગ વેશભૂષામાં દેખાયા ભક્તો, ભગવાનની ભક્તિમાં થયા લીન..
 

27 June 2025 09:50 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: ગજરાબ બેકાબૂ
અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ગજરાબ બેકાબૂ થયા હતા. પરંતુ કાંકરિયા ઝૂ અને વનવિભાગની ટીમે ગજરાજને કાબૂમાં લઈ લીધા હતા. સ્થિતિ નિયંત્રણમાં છે. રથયાત્રા દરમિયાન ત્રણ ગજરાજ બેકાબૂ થયા હતા. ખાડિયામાં રથયાત્રા પહોંચી ત્યારે ગજરાજ બેકાબૂ થયા હતા. 

27 June 2025 09:27 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: અખાડાએ જમાવ્યું આકર્ષણ, જોવા મળી વિવિધ કરબતો

 

27 June 2025 09:26 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad:  રથયાત્રામાં ધાબા પોઈન્ટ પરથી પોલીસની બાજ નજર
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા શરૂ થઈ ગઈ છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે 20 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે છે. દૂરબીન સાથે પોલીસ જવાનો ધાબા પોઈન્ટ પરથી નજર રાખી રહ્યાં છે.

27 June 2025 09:05 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: ભજન મંડળીએ આકર્ષણ જમાવ્યું
 

27 June 2025 08:42 AM (IST)
27 June 2025 08:36 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad:  ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તોમાં ઉત્સાહ

27 June 2025 08:30 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: ભક્તોએ કરી રોડની સફાઈ
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા શરૂ થઈ ગઈ છે. ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે રથયાત્રા પહોંચે તે પહેલા ભક્તોએ રોડની સફાઈ કરી હતી.
 

27 June 2025 08:29 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: સરસપુરમાં ભક્તો માટે મહાપ્રસાદ તૈયાર

 

27 June 2025 08:07 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની ઝલક જોવા મળી છે.

 

27 June 2025 08:03 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad:  થયાત્રા નિમિત્તે મગ-જાંબુના પ્રસાદનું વિશેષ મહત્વ...

27 June 2025 07:40 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: દિલીપદાસજી મહારાજને નવી પદવી મળી
જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજને આજે સાધુ-સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગતદુરૂની પદવી આપવામાં આવી છે. હવે દિલીપદાસજી મહારાજ મહામંડલેશ્વરની જગ્યાએ જગતગુરૂ દિલીપદાસજી મહારાજ તરીકે ઓળખાશે.

27 June 2025 07:05 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad:  ભાણેજના આગમન માટે મોસાળ સરસપુર તૈયાર. જાણો સરસપુરમાં કેવો છે માહોલ

27 June 2025 07:04 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: મુખ્યમંત્રીએ કરી પહિંદવિધિ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છા આપી હતી. સાથે કહ્યુ કે રથયાત્રા નિમિતે લોકોને ખૂબ ખૂબ અભિનંદન.
 

27 June 2025 06:45 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: રથયાત્રામાં પેઢી દર પેઢીથી રથ ખેંચવા આવતા ખલાસીઓમાં ભારે ઉત્સાહ, દરેક રથને ખેંચવા માટે હોય છે 700થી 800 ખલાસીઓ...

27 June 2025 06:43 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આશરે 20 હજાર જવાનો સુરક્ષા માટે ખડેપગે છે.

27 June 2025 06:15 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad:  જય રણછોડ, માખણ ચોર : માથે મુકુટ, મસ્તક પર તિલક, ગળે કમળની માળા સાથે દિવ્ય શૃંગારમાં નગરચર્યા માટે સજ્જ ભગવાન જગન્નાથના અલૌકિક દર્શન...  

27 June 2025 06:14 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad:  જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને નવી પદવી,  હવે તેઓ  "જગદગુરુ રામનંદી દિલીપ દેવાચાર્ય" તરીકે ઓળખાશે... 
 

27 June 2025 06:13 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad:  ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આ રૂટ પરથી થશે પસાર.

27 June 2025 06:12 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: ભગવાન જગન્નાથને ધરાવાય છે ખીચડાનો વિશેષ ભોગ, મંગળા આરતી બાદ ભક્તોને અપાયો પ્રસાદ  
 

27 June 2025 06:11 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: જય રણછોડ..... માખણ ચોર..... કરો ભગવાન જગન્નાથના અલૌકિક દર્શન
 

27 June 2025 06:09 AM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મંગળા આરતી
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નિમિતે અમિત શાહે મંગળા આરતી કરી હતી. અમિત શાહની સાથે આઈસીસીના ચેરમેન જય શાહ પણ હાજર રહ્યાં હતા.

26 June 2025 03:39 PM (IST)

Lord Jagannath Rath Yatra Ahmedabad: ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે રથની પૂજા કરવામાં આવી
જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિર ખાતે આવતીકાલે નીકળનારી 148મી રથયાત્રા પૂર્વે રથની પૂજા કરવામાં આવી છે. વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે વિપક્ષના નેતાઓએ રથનું પૂજન કર્યું છે. શૈલેષ પરમાર, અમિત ચાવડા, હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ આ દરમિયાન હાજર રહ્યાં હતા.

26 June 2025 03:30 PM (IST)

Ahmedabad Rath Yatra 2025 Live Updates: આશરે 16 કિમીના માર્ગ પરથી પસાર થશે યાત્રા
અમદાવાદમાં રથયાત્રા 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરેથી સવારે સાત વાગ્યે પ્રસ્થાન કરશે. યાત્રા જૂના અમદાવાદમાં આશરે 16 કિમી માર્ગ પર પસાર થઈ રાત્રે આઠ કલાકે નીજ મંદિરે પરત ફરશે.

26 June 2025 02:53 PM (IST)

Ahmedabad Rath Yatra 2025 Live Updates: જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને ઉચ્ચ પદવી અપાશે
અમદાવાદમાં અષાઢીબીજના દિવસે યોજાનારી રથયાત્રા દરમિયાન અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને જગદગુરૂ રામાનંદાચાર્ય દિલીપદેવાચાર્ય તરીકેની પદવી આપવામાં આવશે.

26 June 2025 02:52 PM (IST)

Ahmedabad Rath Yatra 2025 Live Updates: ગજરાજોની પૂજા કરવામાં આવી
રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરમાં ગજરાજની પૂજા કરવામાં આવી હતી. ગણપતિ સ્વરૂપ 18 ગજરાજોનું મંદિર પ્રાંગણમાં પૂજન કરવામાં આવ્યું હતું.

26 June 2025 02:43 PM (IST)

Ahmedabad Rath Yatra 2025 Live Updates: સોનાવેશમાં ભગવાનના દર્શન
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પૂર્વે આજે ભગવાને સોનાવેશ ધારણ કર્યો છે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે દિવસભર ભક્તો ભગવાનના સોનાવેશના દર્શન કરી શકશે. 

26 June 2025 02:41 PM (IST)
26 June 2025 02:40 PM (IST)

Ahmedabad Rath Yatra 2025 Live Updates: યાત્રાનો પ્રારંભિક માર્ગ
જગન્નાથ મંદિરથી યાત્રા જમાલપુર ચકલાથી વૈશ્ય સભા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલા, મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા, ખાડિયા ક્રોસ રોડ, પાંચકુવા, કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ જેવા મહત્વપૂર્ણ વિસ્તારથી પસાર થશે. બપોરે યાત્રા સરસપુરમાં રણછોડરાયજી મંદિરે પહોંચશે.

26 June 2025 02:39 PM (IST)

Ahmedabad Rath Yatra 2025 Live Updates: પરત ફરતી વખતે રૂટ
કાલુપુર ચોખા બજાર, પ્રેમ દરવાજા, ત્યારબાદ દરિયાપુર, શાહપુર હલીમની ખડકી, રંગીલા પોલીસ ચોકી, દિલ્હી ચકલા, ઘી ટાંટા, પંકોર નાકા, માણેક ચોક અને ખમાસા થઈ જમાલપુર જગન્નાથ મંદિર પરત ફરશે.

26 June 2025 02:31 PM (IST)

Ahmedabad Rath Yatra 2025 Live Updates: રથયાત્રા દરમિયાન કેટલા આ રૂટ સંપૂર્ણ રીતે બંધ રહેશે
દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, કાલુપુર ઘી બજાર, કાલુપુર રેલવે સ્ટેશન, આસ્ટોડિયા ચકલા, કોર્પોરેશન ઓફિસ, રાયખડ ચાર રસ્તા, લોકમાન્ય તિળક બાગ, એમ.જે. લાઈબ્રેરી, જીસીએસ હોસ્પિટલ, અરવિંદ મિલ, જીનિંગ પ્રેસ, અશોક મિલ, નરોડા ફૂટ માર્કેટ, મેમ્કો ક્રોસ રોડ, મ્યુનિ. ઉત્તર ઝોન ઓફિસ, સૈજપુર ટાવર અને નરોડા એસટી વર્કશોપ કેબિન. બસના આ રૂટ સંપૂર્ણપણ બંધ રહેશે.

26 June 2025 02:30 PM (IST)

Ahmedabad Rath Yatra 2025 Live Updates:  આ જગ્યાએ નો પાર્કિંગ ઝોન જાહેર
રથયાત્રા દરમિયાન જો તમે વાહન લઈને જવાના છો તો આ રૂટનું ખાય ધ્યાન રાખવું જેમાં ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર ફૂલ બજાર, રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલ, સારંગપુર સર્કલ, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજ, સરસપુર, શારદાબહેન હોસ્પિટલ, અમદુપુરા, કાલુપુર સર્કલ, પ્રેમદરવાજા, દરિયાપુર દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર. સી. સ્કૂલ, ઘી કાંટા, પાનકોર નાકા, માણેકચોક, ગોળ લીમડા સહિત 31 જગ્યાઓને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.

26 June 2025 01:57 PM (IST)

Ahmedabad Rath Yatra 2025 Live Updates:  આ છે રથયાત્રાનો રૂટ
સવારે 7 વાગ્યે મંદિરથી રથયાત્રાનો પ્રારંભ
સવારે 9 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન
સવારે 9.45 વાગ્યે રાયપુર ચકલા
સવારે 10.30 વાગ્યે ખાડિયા ચાર રસ્તા
સવારે 11.15 વાગ્યે કાલુપુર સર્કલ
બપોરે 12 વાગ્યે મોસાળ સરસપુર પહોંચશે
બપોરે 1.30 વાગ્યેસર સપુરથી પરત 
બપોરે 2 વાગ્યે કાલુપુર સર્કલ
બપોરે 2.30 વાગ્યે પ્રેમ દરવાજા
બપોરે 3.15 વાગ્યે દિલ્હી ચકલા
બપોરે 3.45 વાગ્યે શાહપુર દરવાજા
બપોરે 4.30 વાગ્યેઆર. સી હાઈસ્કૂલ
સાંજે 5.00 વાગ્યે ઘી કાંટા
સાંજે 5.45 વાગ્યે પાનકોર નાકા
સાંજે 6.30 વાગ્યે માણેકચોક
સાંજે 8.30 વાગ્યેનીજ મંદિરે પરત

Add Zee News as a Preferred Source

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More