close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ગુજરાતની 26 બેઠકો પર ફરી ખીલશે કમળ, કે પંજો મારશે બાજી? ગણતરીના કલાકોમાં જ પરિણામ

લોકસભાની ચૂંટણીના પરિણામ આવતા પહેલા ભાજપના ગઢ ગણાતા ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવા માટે ભાજપ સજ્જ થઇ ગયું છે. ત્યારે આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. ભાજપના ગઢ ગણાતા ગુજરાતની તમામ સીટો પર સમગ્ર દેશની નજર રહેશે.

Kuldip Barot - | Updated: May 23, 2019, 12:25 AM IST
ગુજરાતની 26 બેઠકો પર ફરી ખીલશે કમળ, કે પંજો મારશે બાજી? ગણતરીના કલાકોમાં જ પરિણામ
ફાઇલ ફોટો

અમદાવાદ : લોકસભાની ચૂંટણીના પરિણામ આવતા પહેલા ભાજપના ગઢ ગણાતા ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવા માટે ભાજપ સજ્જ થઇ ગયું છે. ત્યારે આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. ભાજપના ગઢ ગણાતા ગુજરાતની તમામ સીટો પર સમગ્ર દેશની નજર રહેશે.

ગત 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26એ 26 બેઠક પર કમળી ખીલ્યું હતું. કોંગ્રેસ સાવ હાસિયામાં ધકેલાયુ હતું. પણ, 2019ના ઈલેક્શનમાં પિક્ચર બદલાયું છે. 2014ના પરિણામો બાદ ગુજરાતમાં સમીકરણો બદલાયા હતા. પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન દલિત આંદોલનને કારણે ભાજપના મૂળિયા ડગમગ્યા હતા, અને તેનો લાભ 2017ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળ્યો હતો.

ગુજરાતની ચાર વિધાનસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીનું આજે પરિણામ

વિકાસની વાતો વચ્ચે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. 2014માં ભલે ઝંઝાવાતી મોદીવેવ હતો, પણ આ મોદીવેવ હલે ઢીલો પડ્યો છે. હવે આ મોદીવેવ કામ કરશે કે પછી શું થશે તે તો આજના પરિણામમાં જ માલૂમ પડશે. પણ તે પહેલા 2014ના ચૂંટણીના પરિણામ પર એક નજ કરીએ, જેમાં 26 બેઠકો પર ભાજપ ફુલ માર્જિન સાથે જીત્યું હતું.

CU અને VVPT નંબર મેચ નહીં થતાં બારડોલી કોંગ્રેસના ઉમેદવારના એજન્ટે કરી ફરિયાદ

26 લોકસભા બેઠકના મત વિસ્તારના 182 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ટપાલ મતપત્રો માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારીઓ રહેશે. ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટ્ટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમની ચકાસણી માટે 15 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી માટે 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓ મળીને કુલ 122 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ રહેશે. આ સિવાય પણ ચૂંટણી અધિકારીઓની મદદ માટે રિઝર્વ તથા સપોર્ટિંગ સ્ટાફ ઉલલબ્ધ રહેશે.

શુ હતા 2014 લોકસભા ચૂંટણીના પરિણામ
 

બેઠક જીત (તમામ ભાજપના) હાર લીડ
કચ્છ વિનોદ ચાવડા ડો.દિનેશ પરમાર 254,482
બનાસકાંઠા હરીભાઈ ચૌદરી જોઈતા પટેલ 202,334
પાટણ લીલાધર વાઘેલા ભાવસિંહ રાઠોડ 138,719
મહેસાણા જયશ્રીબેન પટેલ જીવા પટેલ 208,891
સાબરકાંઠા દીપસિંહ રાઠોડ શંકરસિંહ વાઘેલા 84,455
ગાંધીનગર એલ.કે.અડવાણી કીરિટ પટેલ 483,121
અમદાવાદ (પૂર્વ) પરેશ રાવલ હિંમતસિંહ પટેલ 326,633
અમદાવાદ (પશ્ચિમ) ડો.કિરીટ સોલંકી ઈશ્વર મકવાણા 320,311
સુરેન્દ્રનગર દેવજી ફતેપરા સોમાભાઈ ગાંડાલાલ 202, 907
રાજકોટ મોહન કુંડારીયા કુંવરજી બાવળીયા 246,428
પોરબંદર વિઠ્ઠલ રાદડીયા કાંધલ જાડેજા 267,971
જામનગર પૂનમ માડમ વિક્રમ માડમ 175,289
જૂનાગઢ રાજેશ ચૂડાસમા પૂંજાભાઈ વંશ 135,832
અમરેલી નારણ કાછડીયા વીરજી ઠુમર 156,232
ભાવનગર ડો.ભારતીબેન શિયાળ પ્રવીણ રાઠોડ 295,488
આણંદ દિલીપ પટેલ ભરત સોલંકી 63,426
ખેડા દેવુસિંહ ચૌહાણ દિનશા પટેલ 232,901
પંચમહાલ પ્રભાતસિંહ ચૌહાણ રામસિંહ પરમાર 170,596
દાહોદ જસવંતસિંહ ભાભોર ડો.પ્રભાબેન તાવીયાડ 230,354
વડોદરા નરેન્દ્ર મોદી મધુસૂદન મિસ્ત્રી 570,128
છોટાઉદેપુર રામસિંહ રાઠવા નારણ રાઠવા 179,729
ભરૂચ મનસુખ વસાવા જયેશ પટેલ 153,273
બારડોલી પ્રભુસિંહ વસાવા તુષાર ચૌધરી 123,884
સુરત દર્શના જરદોશ નિધેશ દેસાઈ 533,190
નવસારી સી.આર.પાટીલ મકસૂદ મિર્ઝા 558,116
વલસાડ ડો.કે.સી.પટેલ કિશન પટેલ 208,004

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે, અડધા કલાકમાં મળશે પહેલો ટ્રેન્ડ

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતગણતરીમાં મોડું થઈ શકે છે. જેથી ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ 3-4 કલાક મોડુ જાહેર થાય તેવી શક્યતા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી એસ. મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું કે દરેક લોકસભા દીઠ પાંચ વીવીપેટીની ગણતરી કરવાની હોવાથી પરિણામ ત્રણથી ચાર કલાક મોડું જાહેર થશે.