ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓની લાંબી લાઇનો, ગાડીમાં સારવાર લેવા મજબુર

જિલ્લાના મુખ્ય મથક ભુજમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેના કારણે લોકો બેદરકારીનો ભોગ બની રહ્યા છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાલ જી.કે જનરલ હોસ્પિટલમાં 56 બેડ ખાલી છે. જો કે હોસ્પિટલ બહાર દર્દીઓની લાંબી લાંબી લાઇનો લાગેલી છે. લોકો પોતાનાં સ્વજનની સારવાર માટે હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ અને કારમાં લાઇનો લગાવીને સારવારમાં પોતાનો વારો આવે તેની રાહ જોઇ રહ્યા છે. 
ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓની લાંબી લાઇનો, ગાડીમાં સારવાર લેવા મજબુર

કચ્છ : જિલ્લાના મુખ્ય મથક ભુજમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેના કારણે લોકો બેદરકારીનો ભોગ બની રહ્યા છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાલ જી.કે જનરલ હોસ્પિટલમાં 56 બેડ ખાલી છે. જો કે હોસ્પિટલ બહાર દર્દીઓની લાંબી લાંબી લાઇનો લાગેલી છે. લોકો પોતાનાં સ્વજનની સારવાર માટે હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ અને કારમાં લાઇનો લગાવીને સારવારમાં પોતાનો વારો આવે તેની રાહ જોઇ રહ્યા છે. 

સ્થાનિકો ઉપરાંત અંજાર, ગાંધીધામથી આવેલા દર્દીઓને પણ બેડ નહોતા મળ્યાં. ખાનગી વાહનમાં આવેલા પેશન્ટને શ્વાસ મુંઝાતા એમ્બ્યુલન્સ દ્વારા ઓક્સિજન પુરો પાડવામાં આવતો હતો. લોકો એકબીજાની આ પ્રકારે મદદ કરી રહ્યા હતા. ગાંધીધામથી આવેલા એક દર્દી બે કલાક કરતા પણ વધારે સમયથી સારવાર માટે રાહ જોતા ઉભા રહ્યા છે. તેમના અનુસાર તંત્ર દ્વારા તત્કાલ સુવિધા પુરી પાડવામાં આવે તે ખુબ જ જરૂરી છે. 

એક નાગરિક પણ જી.કે વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી. તેમણે આક્ષેપ કર્યો કે, મારા ભાઇને ગાંધીધામથી ભુજ જી.કેમાં ઇમર્જન્સી હેઠળ દાખલ થવા લઇ આવ્યા હતા. પરંતુ એક કલાક બાદ વારો આ્યો હતો. બપોરે 3 વાગ્યે ભાઇની તબિયત નાજુક હોવાથી ICU માં લેવા પડ્યા છે. આ ઉપરાંત વેન્ટિલેટરની પણ તેમને જરૂર હોવાનું જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news