‘અવેલેબલ’નું બોર્ડ મારતા જ ઝાયડસ હોસ્પિટલની બહાર રેમડેસિવિર લેવા ફરી લાંબી લાઈનો પડી

‘અવેલેબલ’નું બોર્ડ મારતા જ ઝાયડસ હોસ્પિટલની બહાર રેમડેસિવિર લેવા ફરી લાંબી લાઈનો પડી
  • ઝાયડસના રેમડેસિવિર ઇન્જેક્શન લેવા લોકો દૂરદૂરથી આવ્યા છે. રાજકોટ, મહેસાણા, સુરત, આણંદ, પાટણ સહિત જુદા જુદા જિલ્લામાંથી લોકો ઝાયડસ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા

આશ્કા જાની/અમદાવાદ :વધી રહેલા દર્દીઓની સામે રેમડેસિવિરનો સ્ટોક ખૂટી પડતા ઝાયડસ કંપનીએ ડિસ્ટ્રીબ્યુશન રોકી દીધુ હતું. પરંતુ ઝાયડસ હોસ્પિટલે (zydus hospital) ઈન્જેક્શન અવેલેબલનું બોર્ડ મારતા જ રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે વહેલી સવારથી લાંબી કતારો લાગી ગઈ છે. 

ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ફરી રેમડેસિવિર
ઇન્જેક્શન (remdesivir injection) નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ટોકન મેળવ્યા બાદ ઇન્જેક્શન મેળવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી છે. રવિવારની રજા હોવા છતાં મોટી સંખ્યામાં લોકો રેમડેસિવિર ઈન્જેક્શન લેવા પહોંચ્યા છે.  રાજકોટ, મહેસાણા, સુરત, આણંદ, પાટણ જેવા શહેરોમાંથી આવ્યા લોકો  કોરોનાના કહેર વચ્ચે ઈન્જેક્શન મેળવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. ઝાયડસ હોસ્પિટલ બહાર 400 કરતા વધારે લોકોએ આજે રવિવારની સવારથી જ ઈન્જેક્શન લેવા લાઈન લગાવી છે.

સ્વાર્થી ડ્રાઈવર અકસ્માત બાદ ફસાયેલા 50 મુસાફરોને છોડીને ભાગી ગયો, સ્થાનિકોએ કાચ તોડીને બચાવ્યો જીવ

ઝાયડસના રેમડેસિવિર ઇન્જેક્શન લેવા લોકો દૂરદૂરથી આવ્યા છે. રાજકોટ, મહેસાણા, સુરત, આણંદ, પાટણ સહિત જુદા જુદા જિલ્લામાંથી લોકો ઝાયડસ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે લાઈનો લાઈન લાગી છે. લાઈનમાં ઉભેલા 1 વ્યક્તિ 1 દર્દી માટેના ઇન્જેક્શનનો ડોઝ મેળવી શકશે. રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે કોરોના પોઝિટિવ દર્દીનું આધાર કાર્ડ, rtpcr પોઝિટિવ રિપોર્ટ અને ડોક્ટરે લખેલા લખાણ સહિતના ડોક્યુમેન્ટ જરૂરી છે. ઝાયડસ કેડિલા દ્વારા બનાવેલા રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમત 899 રૂપિયા છે, જે ટેક્સ સાથે 950 માં મળે છે. એક કોરોના પોઝિટિવ દર્દીને 6 ઇન્જેક્શનની જરૂર હોય છે. 

બ્રહ્મલીન થયા મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ, ભક્તોમાં શોકની લાગણી ફેલાઈ

એક દિવસ પહેલા વિતરણ કરાયું હતું બંધ 
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા ઝાયડસ કંપની દ્વારા સ્પષ્ટતા કરાઈ કે, સ્ટોક પૂર્ણ થતાં કંપનીએ આઉટ ઓફ સ્ટોકના બોર્ડ લગાવ્યા હતા. તેથી આગામી સ્ટોક ઉપ્લબ્ધ થતાં જ માહિતી આપવામાં આવશે તેવુ કંપનીએ જણાવ્યું હતું. જોકે, કંપનીની જાહેરાત છતાં ઝાયડસ હોસ્પિટલની બહાર રેમડેસિવીર (remdesivir injection) લેવા માટે લોકોની લાંબી લાઇન પડી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news