દુપટ્ટાથી હાથ બાંધી પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત, યુવતીના હાથ પર નામ લખેલું મળ્યું

Couple Suicide Together : જૂનાગઢ અને અમદાવાદમાં પ્રેમી-પંખીડાઓએ કર્યો આપઘાત... કેશોદમાં યુવકે ટ્રેન નીચે તો યુવતીએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત.. અમદાવાદમાં યુવક-યુવતીએ બન્નેના હાથ દુપટ્ટાથી બાંધી સાબરમતીમાં કુદી કરી આત્મહત્યા 

દુપટ્ટાથી હાથ બાંધી પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત, યુવતીના હાથ પર નામ લખેલું મળ્યું

Ahmedabad Suicide News : ગુજરાતમાં પ્રેમીપંખીડાના આપઘાતના બે ચોંકાવનારા બનાવ બન્યા છે. અમદાવાદમાં યુવક યુવતીએ હાથમાં દુપટ્ટો બાંધી સજોડે સાબરમતી નદીમાં કુદીને આપઘાત કર્યો. તો કેશોદમાં પણ એક કપલે અલગ અલગ આપઘાત કરી લીધો છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર રવિવારના રોજ યુવક-યુવતીએ હાથમાં દુપટ્ટો બાંધી નદીમાં ઝંપલાવ્યું. યુવક યુવતીએ ખાનપુર તરફ આવેલા વોક વે પરથી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. યુવતી પાસેથી એક ખાલી બેગ મળી આવી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 

યુવતીના ડાબા હાથ પર પ્રિયાંશી નામ લખેલું છે
આત્મહત્યા કરનાર યુવક યુવતીની ઓળખ થઈ નથી. પરંતું યુવતીના ડાબા હાથ પર પ્રિયાંશી લખેલું છે. આ યુવક-યુવતીની ઉંમર આશરે 17 વર્ષથી 20 વર્ષની હોવાની સંભાવના છે. યુવક યુવતીએ પોતાના હાથ બાંધી એક સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. યુવતીના ડાબા હાથે પ્રિયાંશી લખેલું ટેટૂ ત્રોફાવેલું છે. બંને મૃતક પાસે કોઈ ઓળખ કાર્ડ પણ મળી આવ્યા નથી. પોલીસે મૃતકના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે. આ મામલે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે તપાસ હાથ ધરી છે. 

પ્રેમી પંખીડાનો અલગ અલગ આપઘાત 
કેશોદ તાલુકાના સોંદરડા ગામ અને તેની નજીક આપઘાત કરી લેતા એક યુવતી અને એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે આખા પંથકમાં ચકચાર મચી હતી. બનાવને પગલે લોકોનાં ટોળાં એકઠા થયા હતા. આપઘાતની જાણ થતા પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરીને બંને મૃતદેહને કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં મોતનું કારણ જાણી શકાશે. જો કે, પોલીસે આ અંગે વધુ તપાસ શરુ કરી છે. સોંદરડા ગામના યુવક અને યુવતીના મોતને લીધે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકે રેલવે ટ્રેન નીચે ઝંપલાવીને મોતને વ્હાલું કર્યાનું સામે આવ્યું છે. જ્યારે યુવતીએ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news