ધવલ પારેખ, નવસારીઃ નવસારીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નવસારીમાં ત્રણ વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પુરૂષે પોતાની મહિલા પાર્ટનરની ચપ્પુના ઘા મારી હત્યા કરી છે. બાદમાં પ્રેમીએ આત્મહત્યા કરી લીધી છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર નવસારીમાં રાજુ હળપતિ અને સંગીતા હળપતિ બંને લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. પ્રેમી રાજુ હળપતિએ પહેલા સંગીતાની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. બાદમાં તેણે ખેતરમાં જઈ આપઘાત કરી લીધો હતો. આરોપીએ નવસારીના મુનસાડ ગામમાં આવેલા ખેતરમાં સંગીતાને મોતને ઘાત ઉતારી હતી.
સંગીતાની હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન રાજુ હળપતિએ ખેતરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આરોપી રાજુએ પોતાની પ્રથમ પત્ની સાથેના વિવાદને કારણે લિવ ઇન પાર્ટનરની હત્યા કરવાનું સામે આવ્યું છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.