છોટાઉદેપુરમાં પ્રેમી પંખીડાને વીજ પોલથી બાંધી ઢોર માર માર્યો, વીડિયો થયો વાયરલ

હાલ સોશિયલ મીડિયામાં (Social Media) એક વીડિયો ખુબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો છોટાઉદેપુર જિલ્લાનો (Chhota Udepur) હોવાનું સામે આવ્યું છે

Updated By: Jun 17, 2021, 12:01 AM IST
છોટાઉદેપુરમાં પ્રેમી પંખીડાને વીજ પોલથી બાંધી ઢોર માર માર્યો, વીડિયો થયો વાયરલ

ઝી મીડિયા બ્યૂરો: હાલ સોશિયલ મીડિયામાં (Social Media) એક વીડિયો ખુબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો છોટાઉદેપુર જિલ્લાનો (Chhota Udepur) હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં (Video) જોવા મળી રહ્યું છે કે, કેટલાક શખ્સો દ્વારા એક યુવક અને એક યુવતીને વીજળીના થાંભલે બાંધીને ઢોર માર મારવામાં (Couple Beaten) આવી રહ્યો છે. જો કે, આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા પોલીસ (Police) દ્વારા તાત્કાલીક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ત્યારે સમગ્ર ઘટના કંઈક એવી છે કે, સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઈ રહેલો આ વીડિયો છોટાઉદેપુર જિલ્લાના (Chhota Udepur) રંગપુર રાઠ વિસ્તારના ઘડાગામનો છે. આ ગામમાં રહેતા એક યુવક યુવતી એકબીજાના પ્રેમમાં (Love) હતા અને પરિવારજનોને આ તેમનો પ્રેમ સંબંધ પસંદ ન હોવાથી આ પ્રેમી પંખીડાએ (Couple) ભાગી જવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો:- ભાવનગરમાં 2 માસૂમ બાળકો સહિત 8 જનાજા નીકળતા ફરી વળ્યું શોકનું મોજુ

બે દિવસ પહેલા આ પ્રેમી પંખીડા પોતાના ઘરેથી ભાગી ગયા હતા. પરંતુ યુવતીના પરિવારજનોએ આ પ્રેમી પંખીડાને શોધી કાઢ્યા અને ઘરે પરત લઈ આવ્યા હતા. ત્યારબાદ યુવતીના પરિવારજનો દ્વારા આ પ્રેમી પંખીડાને વીજળીના થાંભલે બાંધીને લાંકડી અને ડંડા વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો:- મુખ્યમંત્રી વિજય રૂપાણીની સંવેદનશીલ જાહેરાત, આ લોકો માટે છે મહત્વના સમાચાર

જો કે, આ સમગ્ર ઘટનાનો વીડિયો એક શખ્સ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતાં અને ઝડપથી વીડિયો વાયરલ થતા વીડિયોના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube