અમિત રાજપૂત/ગાંધીનગર : LRD પેપરલીક કૌભાંડમાં દિલ્હી ગયેલી પોલીસ ટીમને મોટો પુરાવો હાથ લાગ્યો છે. પોલીસ તપાસ ટીમને હોટલમાંથી સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. આ ફૂટેજમાં આરોપીઓ અવરજવર કરતા હોવાના દ્રશ્યો મળી આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેપર લિંક કાંડના બે આરોપીઓને લઈને ગઈકાલે ગાંધીનગર એલસીબી દિલ્હી જવા રવાના થઈ હતી. જેમાં પ્રિતેશ પટેલ અને અજય પરમાર નામના બે આરોપીઓને સાથે રાખવામાં આવ્યા હતા. પેપર ખરીદનાર આરોપીઓના જણાવ્યા અનુસાર પોલીસે દિલ્હી જતા સમયે વાટડા ટોલટેક્સ પર ઉભા રાખીને  30 તારીખ રાત્રિના સીસીટીવી ફૂટેજ મેળવવા માટેની તજવીજ હાથ ધરી હતી. 


પોલીસ દ્વારા આરોપીઓ રાજેન્દ્રનગર ચોકડી પાસેથી જુદી જુદી ચાર ગાડીઓમાં બેસી દિલ્હી તરફ જવા રવાના થયા હતા, ત્યારે પોલીસ દ્વારા શામળાજીથી રતનપુર નેશનલ હાઇવે રોડમાં આવેલા વોટડા ટોલ ટેક્ષ ઉપર સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા. ત્યારે 30 નવેમ્બરે રાત્રિ દરમિયાન 12 વાગ્યા થી 1 વાગ્યાના સમય ગાળા દરમિયાન આ ઇનોવા કાર તેમજ તુફાન કાર ટોલટેક્ષ ઉપર થઈ પસાર થઈ હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું હતું. ત્યારે પોલીસે આ સીસીટીવી કબજે લેવાની તજવીજ હાથ ધરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સીસીટીવી ફૂટેજ પોલીસ તપાસમાં મહત્વની કડી સાબિત થઈ શકે તેમ છે.


ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી પેપર લિક કૌભાંડમાં કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પી.વી.પટેલ (વાયરલેસ પીએસઆઇ), રૂપ શર્મા (ગાંધીનગર હોસ્પેટલની રેક્ટર), મુકેશ ચૌધરી (ભાજપનો કાર્યકર), મનહર પટેલ (ભાજપ કાર્યકર), નરેન્દ્ર ચૌધરી, અજય પરમાર, ઉત્તમસિંહ ભાટી, પ્રિતેશ પટેલ (લીક પેપર ખરીદનાર), જયેન્દ્ર રાવલ (ભાજપનો કાર્યકર), ભરત ચૌધરી, નવભાઈ વઘડીયા, સંદીપ ચૌધરી, યશપાલસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.