)
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર પશુઓમાં લંપી વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે. આ વાયરસના કારણે અનેક ગાયો ગંભીર રીતે બીમાર પડી છે અને તેમની હાલત અત્યંત દયનીય બની છે. સ્થાનિક સ્તરે, એક ખાનગી ગૌશાળા દ્વારા આ પીડિત ગાયોની સારવાર માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
હાલમાં 35 થી 40 જેટલી ગાયોને લંપી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ રોગગ્રસ્ત ગાયોની પ્રાથમિક સારવાર માટે હળદરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે વાયરસના ઘા અને સોજા પર લગાવવામાં આવે છે. આ પ્રકારની સારવાર દ્વારા ગાયોને તાત્કાલિક રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી તેમનો જીવ બચાવી શકાય.
દ્વારકામાં ફરી પશુઓમાં જોવા મળ્યો લંપી વાયરસ, ગાયોની હાલત દયનીયખાનગી ગૌશાળા દ્વારા 35 થી 40 ગાયોની સારવાર, હળદરનો પ્રાથમિક ઉપચાર તરીકે ઉપયોગ. દેવભૂમિ દ્વારકામાં ફરી એકવાર પશુઓમાં લંપી વાયરસનો કહેર જોવા મળ્યો છે. જેના કારણે અનેક ગાયો હાલ બેહાલ થઈ છે. ખાનગી ગૌશાળા દ્વારા લંપી વાયરસથી પીડાઈ રહેલી 35 થી 40 જેટલી ગાયોની સારવાર કરવામાં આવી રહી છે. પ્રાથમિક સારવાર તરીકે ગાયોને હળદર લગાવવામાં આવી રહી છે.