Maha Cycloneના લેટેસ્ટ અપડેટ : જાણો ગુજરાતથી હાલ કેટલું દૂર છે?

મહા વાવાઝોડું ગુજરાત તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કિનારે યેલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. ગણતરીના કલાકોમાં NDRFની ટીમો ગુજરાતના દરિયા કિનારે ગોઠવી દેવામાં આવશે અને લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. મહા વાવઝોડુ ગુજરાત તરફ આવતા જ તે નબળું પડશે અને વાવઝોડાની ગતિમાં ઘટાડો થશે. ત્યારે હાલ મહા વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ મુજબ, મહા સંકટ વેરાવળથી 720 કિલોમીટર દૂર, દીવથી 770 કિલોમીટર દૂર અને પોરબંદરથી 670 કિમી દૂર છે. 
Maha Cycloneના લેટેસ્ટ અપડેટ : જાણો ગુજરાતથી હાલ કેટલું દૂર છે?

અમદાવાદ :મહા વાવાઝોડું ગુજરાત તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કિનારે યેલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. ગણતરીના કલાકોમાં NDRFની ટીમો ગુજરાતના દરિયા કિનારે ગોઠવી દેવામાં આવશે અને લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. મહા વાવઝોડુ ગુજરાત તરફ આવતા જ તે નબળું પડશે અને વાવઝોડાની ગતિમાં ઘટાડો થશે. ત્યારે હાલ મહા વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ મુજબ, મહા સંકટ વેરાવળથી 720 કિલોમીટર દૂર, દીવથી 770 કિલોમીટર દૂર અને પોરબંદરથી 670 કિમી દૂર છે. 

વાવાઝોડું આગામી થોડા કલાકોમાં ગુજરાત તરફ આગળ વધશે. અંદમાનના દરિયામાં વેલ માર્ક લો પ્રેશર એરિયા બન્યું છે. થોડા જ કલાકમાં બંગાળની ખાડી તરફ આગળ વધશે. આગામી 48 કલાકમાં વાવાઝોડું બની ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. 

મહા વાવાઝોડાથી દરિયામાં ગયેલી બોટને એલર્ટ આપી દેવાયું હતું. જેથી મોટાભાગની બોટ ગુજરાતના દરિયામાંથી પરત આવી ગઈ છે. લેટેસ્ટ સરકારી આંકડા મુજબ, તમામ 12593 બોટ કાંઠા પર પરત આવી છે તેવું જાણવા મળ્યું છે. મહા વાવાઝોડાને પગલે તમામ બોટોને પરત બોલાવાઈ હતી. 

  • ભૂજ - 635 બોટ પરત આવી
  • ગીર સોમનાથ - 2653 બોટ પરત આવી
  • જામનગર- 205 બોટ પરત આવી
  • પોરબંદર - 4229 બોટ પરત આવી
  • અમરેલી- 344 બોટ પરત આવી
  • ઓખા - 4012 બોટ પરત આવી
  • માંગરોળ જુનાગઢ - 515 બોટ પરત આવી

જામનગરથી અપડેટ
જામનગર ક્લેક્ટર રવિ શંકરે માહિતી આપી કે, જામનગરમાં મહા વાવાઝોડાની અસર મંગળવાર સાંજથી વર્તાવાની શરૂ થઇ જશે. વાવાઝોડાને કારણે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે દરિયામાં 1 મીટર જેટલા મોજા ઉછળી શકે છે. જામનગરમાં NDRFની 6 ટીમ આવી પહોંચશે અને દરિયાકાંઠાના 25 ગામોને એલર્ટ કરાયા છે. હાલ સ્થળાંતર કરાવવાની કોઈ જરૂર જણાતી નથી. તેમ છતા તંત્ર દ્વારા તૈયારી રાખવામાં આવી છે. જામનગરમાં બે કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે અને એકંદરે મહા વાવાઝોડાની આફત સામે વહીવટી તંત્રની તમામ ટીમો સ્ટેન્ડ ટુ છે.

પોરબંદરના અપડેટ
મહાવાવાઝોડુ દીવ અને પોરબંદરની વચ્ચે ટકરાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પ્રભાવિત વિસ્તારોમાં 60-70 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. ત્યારે આગાહીના પગલે પોરબંદર જિલ્લાના દરિયાના 31 જેટલા ગામોમાંથી લોકોને સ્થાળતંર કરવાની કામગીરી કરવામાં આવી છે. સુરક્ષિત સ્થળ પર મોકલવા તંત્ર દ્વારા પગલા ભરવામાં આવશે.

સુરતના અપડેટ
સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને તાકીદ કરવાની સાથે જાહેર ચેતવણી પણ આપી છે. મહાનગરપાલિકા દ્વારા બાંધકામવાળા સ્થળો પરથી ક્રેઇનો દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તો સાથે જ જોખમી લાગતા જાહેરાતોના હોર્ડિંગ્સ, ઝાડ અને મકાનો દૂર કરવા નિર્દેશ કરાયો છે. મનપાએ લોકોને જોખમી સ્થળો પાસે ન જવા વિનંતી કરી છે. બીજી તરફ મહા વાવાઝોડાને પગલે SMC એક્શનમાં આવી છે. શહેરમાંથી જોખમી 53 જેટલા હોર્ડિંગ્સ હટાવાયા છે. તો સરથાણા ઝૂ ખાતે રાખવામાં આવેલા પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડા સમયે કોઈ ઘટના બને તો સ્મિમેર હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવે તે માટેની વ્યવસ્થા ઉભી કરાઈ છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news