ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતાં જ ભાજપમાં ભડકો, પડ્યું મજબુત સભ્યનું 'ના'રાજીનામું

મહુવામાં ભાજપના નેતાના રાજીનામા બાદ આગામી સમયમાં કેવા રાજકીય વળાંકો આવે છે તે જોવાનું રસપ્રદ છે.

  • શુક્રવારના રોજ આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપા)એ 70 સીટો માટે પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી છે.
  • આ લિસ્ટમાં 15 ઉમેદવારો પાટીદાર, 6 ક્ષત્રિય, 4 મહિલા, 15 કોળી, 2 જૈન, 2 બ્રાહ્મણ ઉમેદવારને સ્થાન સ્થાન આપવામાં આવ્યું છે. 
  • આ સિવાય 16 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે.
  •  
  •  

Trending Photos

ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતાં જ ભાજપમાં ભડકો, પડ્યું મજબુત સભ્યનું 'ના'રાજીનામું

મહુવા વિધાનસભા માટે આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે આર.સી. મકવાણાના નામની જાહેરાત થતા પક્ષમાંના મહુવા નાગરીક બેંકના ચેરમેન બીપીનભાઈ સંઘવીએ ભાજપના પ્રાથમિક સભ્ય તરીકે રાજીનામું આપેલ છે. મહુવામાં ભાજપના નેતાના રાજીનામા બાદ આગામી સમયમાં કેવા રાજકીય વળાંકો આવે છે તે જોવાનું રસપ્રદ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે અને રાજ્યમાં રાજકીય ગરમાવો તેજ થઇ રહ્યો છે. શુક્રવારના રોજ આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપા)એ 70 સીટો માટે પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી છે. હાલના સીએમ વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી ચૂંટણી લડશે. ડે. સીએમ નિતીનભાઈ પટેલ મહેસાણાથી ચૂંટણી લડશે. રાજ્યમાં 182 સીટો માટે 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થવાનું છે.

70 ઉમેદવારોના આ લિસ્ટમાં 15 ઉમેદવારો પાટીદાર, 6 ક્ષત્રિય, 4 મહિલા, 15 કોળી, 2 જૈન, 2 બ્રાહ્મણ ઉમેદવારને સ્થાન સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય 16 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. સાવલી બેઠક પરથી પહેલા અપક્ષમાંથી ઉભા રહેતા કેતન ઈનામદારને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા 5 લોકોને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગત વર્ષે ધારીથી ધારાસભ્ય રહેલા નલીન કોટડિયાની ટિકિટ કપાઈ છે, તેમની જગ્યાએ દિલિપ સંઘાણીને ટિકિટ આપવામાં આવી છે. દિલિપ સંઘાણી અમરેલીથી અત્યાર સુધી લડતા આવ્યા છે. દિલિપ સાંઘાણીની બેઠક બદલવામાં આવી છે. બાવકુભાઈ ઉંધાડની સીટ બદલાઈ છે, તેમને આ વખતે અમરેલીથી ટિકિટ આપવામાં આવી છે. વર્ષાબેન દોષીની ટિકિટ કપાઈ છે. મહુવાથી ભાવના મકવાણાની ટિકિટ કપાઈ છે, તેની જગ્યાએ તેમના પતિ રાઘવજીભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં તમામ જાતિના લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news