મિત્તલ જાદવ હત્યા કેસ: ફરાર આરોપી કેતન વાઘેલાને પોલીસે દબોચ્યો
અમદાવાદ નજીકના બાવળા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં યુવતીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.
ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદ નજીકના બાવળા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં યુવતીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જો કે પોલીસે આ આરોપી કેતન વાઘેલાને ઝડપીને તેની ધરપકડ કરી લીધી છે. પરિવારની એવી માગણી હતી કે જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકારીશું નહીં અને બાવળા બંધ કરવામાં આવશે. જો કે હવે આરોપીની ધરપકડ થતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે. મૃતદેહની શુક્રવારે ધોલેરા ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે.
એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં છરી મારી યુવતીની કરી હત્યા, આરોપી ફરાર
અત્રે જણાવવાનું કે અમદાવાદ નજીકના બાવળા બસ સ્ટેન્ડ બહાર બુધવાર સાંજે મિતલ જાદવ અને તેની બહેન જઇ રહ્યા હતા ત્યારે કેતન વાઘેલા સહીત ત્રણ લોકો બાઇક પર અવ્યાં અને મૃતક મિતલ જાદવને બળજબરીપૂર્વક લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. મિતલે જવાનો ઇન્કાર કર્યો અને આરોપીઓનો પ્રતિકાર કર્યો હતો. ત્યારે આરોપી કેતન મિતલને છરીના ઘા મારી ફરાર થઇ ગયો હતો. આ તમામ દ્રશ્યો હાજર કોઇ વ્યક્તિએ પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધા હતા અને વીડિયો વાયરલ કર્યો હતો.