માલપુરની વાત્રક નદીમાં એક મોટી દુર્ઘટના; મિત્રો સાથે ન્હાવા ગયેલા 3 યુવકોના કરૂણ મોત, પરિવારમાં શોક
માલપુરની વાત્રક નદીમાં ત્રણ કિશોર ડૂબ્યા હતા. આ ત્રણેય મિત્ર જૂના પુલ પાસે નહાવા ગયા હતા. જે દરમિયાન આ બનાવ બન્યો હતો. જો કે ઘટનાને પગલે ત્રણેય કિશોરને સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક દોડી જઇ બહાર કાઢ્યા હતા.
Trending Photos
ઝી બ્યુરો/અરવલ્લી: માલપુરની વાત્રક નદીમાં એક મોટી દુર્ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે. માલપુરની વાત્રક નદીમાં 3 યુવકો ડૂબ્યા હોવાના સમાચાર મળ્યા છે. જુના પુલ પાસે મિત્રો સાથે યુવકો ન્હાવા ગયા હતા. જ્યાં આ ઘટના બની છે. ત્રણેય યુવકોને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેમનો જીવ ચાલ્યો ગયો હતો.
ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે માલપુર સી.એચ.સી સેન્ટર ખાતે ખસેડ્યા છે. ત્રણે મૃતક યુવક માલપુર કસબા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.
માલપુરની વાત્રક નદીમાં બનેલી ઘટનામાં જે ત્રણ યુવકોના નામ સામે આવ્યા છે. તે આ પ્રમાણે છે. જેમાં સુલતાન ઈમ્તિયાઝ દીવાન 14 વર્ષ, રોનક સમજુ ભાઈ ફકીર 12 વર્ષ અને સાહબાઝ સીરાઝ પઠાણ 14 વર્ષનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે