ભાવનગર અકસ્માત : વરરાજાને કારમો ઘા, ટ્રકમાં આવી રહેલા માતા-પિતાનું મોત

ભાવનગર અકસ્માત : વરરાજાને કારમો ઘા, ટ્રકમાં આવી રહેલા માતા-પિતાનું મોત

ભાવનગર અકસ્માત : વરરાજાને કારમો ઘા, ટ્રકમાં આવી રહેલા માતા-પિતાનું મોત

ભાવનગર : આજે મંગળવારનો દિવસ ભારે અમંગળ સાબિત થયો છે. ભાવનગરમાં રંધોળા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં જાનૈયાઓ ભરીને લઈને જઇ રહેલો ટ્રક નાળામાં ખાબક્યો છે જેના પગલે અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે. અકસ્માતમાં વરરાજાના માતા અને પિતા પ્રવિણભાઈ વાઘેલાના મોત થયાં છે તેમજ અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં કલેક્ટરે 26થી વધુના મોતની પુષ્ટિ કરી છે અને બાકીના લોકોને ભારે ઇજા પહોંચી છે. આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યામાં વધારો થાય એવી પૂરેપૂરી શક્યતા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ટ્રકમાં 60થી 70 જાનૈયા સવાર હતા. આ અકસ્માતમાં વરરાજાના ભાઈ, ભાભી અને બહેનનો બચાવ થયો છે. મળતી માહિતી પ્રમાણે  વરરાજાને સમગ્ર ઘટનાથી અજાણ રાખવામાં આવ્યા છે પણ  અકસ્માતને પગલે લગ્નનો ઉત્સાહનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે.

કોળી પરિવાર બન્યો ભોગ
કોળી સમાજના પ્રવીણભાઈ વાઘેલા અનિડા ગામથી જાન લઈને બોટાદના ટાટમ ગામ ખાતે જઈ રહ્યા હતા ત્યારે રંધોળા ગામ ખાતે ટ્રકને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 26થી વધારે લોકોનાં મોત થયા છે. પ્રવીણભાઈ વાઘેલાનો પરિવાર આર્થિક રીતે ખાસ મજબૂત નથી. આ મામલામાં સરકાર તરફથી તમામ પ્રકારની સહાય માટેના આદેશ કરી દેવામાં આવ્યા છે.

તાત્કાલિક સારવાર
આ ઘટનાની જાણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી છે તેમજ ઉચ્ચ અધિકારીઓ સહિત 108ની 5 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી છે. હાલમાં ઈજાગ્રસ્તોને સિહોર અને ટીંબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ જાન પાલિતાણાના અનિડાથી ગઢડા જઇ રહી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકો પણ દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. હાલમાં મુખ્યપ્રધાન કાર્યાલય સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે. 

આ દુર્ઘટના પછી મોટી સંખ્યામાં સ્થાનિકોઓ ઘટનાસ્થળે ઉમટ્યાં હતા. આ દુર્ઘટનામાં 25 ફૂટ ઉંચા બ્રિજથી ટ્રક ખાબક્યો હતા. આ ગમખ્વાર ઘટના પછી રંઘોળા ગામના લોકોએ સતત ખડેપગે રહીને બચાવ કામગીરીમાં સાથ આપ્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news