ભાજપમાં મોટા ફેરફાર : પ્રદેશ મહામંત્રીની હકાલપટ્ટી, 3 જિલ્લાના પ્રમુખો બદલી દેવાયા
રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, હજુ પણ પ્રદેશ ટીમમાંથી કેટલાક હોદ્દેદારોને પડતા મૂકાય તેવી શક્યતા જોવામાં આવી છે. અગાઉ 8 જિલ્લાના પ્રમુખો પણ બદલ્યા હતા.
બ્રિજેશ દોશી/ગાંધીનગર: પ્રદેશ ભાજપની ટીમમાં ફરી એકવાર ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટને પોતાની જવાબદારીમાંથી પડતા મૂકાયા છે, જેના કારણે ફરી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ભાર્ગવ ભટ્ટ પાસે મધ્યઝોનની જવાબદારી હતી. પરંતુ તેમને પડતા મૂકાયા છે.
રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, હજુ પણ પ્રદેશ ટીમમાંથી કેટલાક હોદ્દેદારોને પડતા મૂકાય તેવી શક્યતા જોવામાં આવી છે. અગાઉ 8 જિલ્લાના પ્રમુખો પણ બદલ્યા હતા.
બીજી બાજુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ દ્વારા ત્રણ જિલ્લામાં પ્રમુખ તરીકેની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ડાંગ જિલ્લામાં કિશોરભાઈ ગાવિત, ગીર સોમનાથમાં મહેન્દ્રભાઈ પીઠીયા અને પોરબંદરમાં રમેશભાઈ ઓડેદરા (પટેલ)ને જેકપોટ લાગ્યો છે.