ગાંધીનગર: પાલિતાણા શેત્રુંજય જૈન મહાતિર્થ અંગે  ચાલતા વિવાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. શેત્રુંજય જૈન મહાતિર્થ ક્ષેત્રના રક્ષણ માટે મુખ્યમંત્રીએ આઠ સભ્યોની એક ઉચ્ચ સ્તરિય ટાસ્ક ફોર્સની રચના કરી છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શેત્રુંજય જૈન તિર્થ ક્ષેત્ર પાલીતાણાના પ્રશ્નો અંગે જૈન સમાજની રજૂઆતો સંદર્ભે આઠ સભ્યોની એક ઉચ્ચ સ્તરિય ટાસ્ક ફોર્સની રચના કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શેત્રુંજય જૈન તિર્થ ક્ષેત્ર પાલીતાણાના પ્રશ્નો અંગે જૈન સમાજની રજૂઆતો સંદર્ભે આઠ સભ્યોની એક ઉચ્ચ સ્તરિય ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સ જૈન સમાજની રજૂઆતો માંગણીઓને ધ્યાને લઇને જે મુદ્દાઓનું નિરાકરણ કરવું જરૂરી છે તે બાબતે રચવામાં આવી છે.  આ ટાસ્ક ફોર્સ જૈન સમાજની રજૂઆતો માંગણીઓને ધ્યાને લઇને જે મુદ્દાઓનું નિરાકરણ કરવું જરૂરી છે તે બાબતે રચવામાં આવી છે. 


ભાવનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટના અધ્યક્ષપણામાં રચાયેલી આ ટાસ્ક ફોર્સના અન્ય સભ્યોમાં રેન્જ આઇ.જી. ભાવનગર, ઉપરાંત ભાવનગર જિલ્લાના પોલિસ અધિક્ષક, નાયબ વન સંરક્ષક, ભૂ-સ્તર શાસ્ત્રી, જિલ્લા જમીન દફ્તર નિરિક્ષક અને પાલીતાણા નગરપાલીકાના ચિફ ઓફિસર સભ્યો તરીકે રહેશે. ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ તરીકે સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પાલીતાણા રહેશે.