ગુજરાત : આ ત્રણ પૂર્વ CM ચૂંટણીમાં તો ન દેખાયા પણ ચમક્યા શપથ ગ્રહણ સમારોહમાં

કેશુભાઈ પટેલ, શંકર સિંહ વાઘેલા અને આનંદીબહેન પટેલ ત્રણેય મંચ પર એકસાથે હાજર હતા

ગુજરાત : આ ત્રણ પૂર્વ CM ચૂંટણીમાં તો ન દેખાયા પણ ચમક્યા શપથ ગ્રહણ સમારોહમાં

અમદાવાદ : આ  વખતે ગુજરાતની ચૂંટણીના પ્રચારમાં ત્રણ પૂર્વ મુખ્યપ્રધાન ચૂંટણીના મેદાનમાં નહોતા જોવા મળ્યા પણ ભાજપના છઠ્ઠી વખત સત્તામાં આવ્યા બાદ વિજય રૂપાણીના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં તેમની પરિસ્થિતિ નોંધનીય રહી છે. આ શપથ સમારોહમાં કેશુભાઈ પટેલ, શંકર સિંહ વાઘેલા અને આનંદીબહેન પટેલ ત્રણેય મંચ પર એકસાથે હાજર હતા. આ ત્રણેય એકસાથે તત્કાલીન વડાપ્રધાન અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળ્યા હતા. 

ગુજરાતના ભૂતકાળના ચારેય મુખ્યપ્રધાનોએ એકબીજા સાથે સારી એવી વાત કરી હતી. આ સમયે પીએમ મોદીએ એવા સમયે કટ્ટર સ્પર્ધક શંકરસિંહ વાઘેલા સાથે હાથ મિલાવ્યો તે જોતા અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે. 

બાપ આમ તો  પીએમ મોદીના કટ્ટર વિરોધી મનાય છે પરંતુ રાજ્યસભાની ચૂંટણી વખતે તેઓ ભાજપની પડખે રહ્યા હતા તેથી તેઓ ભાજપની નજીક આવ્યા હોવાનું મનાય છે. બાપુનો હાથ પકડીને પીએમ મોદી ખાસ્સો એવો સમય પસાર કર્યો હતો. પીએમ મોદીએ કેશુભાઇ સાથે પણ વાતો કરી હતી પરંતુ હાથ બાપુનો પકડી રાખ્યો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news