ગેરકાયદેસર અમેરિકા જવા નીકળેલા ગુજરાતી પરિવાર પર આભ તૂટ્યું, પતિનું મોત, પત્ની-પુત્ર રઝળી પડ્યા

Illegal Migrants : અમેરિકામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા સાબરકાંઠાના ગુજરાતી પરિવાર માટે આંચકારૂપ ઘટના... ત્રણ મહિના પહેલાં દોઢ કરોડમાં અમેરિકા જવા નીકળ્યા હતા... પરંતું રસ્તામાં જ પતિનું મોત થઈ ગયું 
 

ગેરકાયદેસર અમેરિકા જવા નીકળેલા ગુજરાતી પરિવાર પર આભ તૂટ્યું, પતિનું મોત, પત્ની-પુત્ર રઝળી પડ્યા

Sabarkantha News સાબરકાંઠા : ગેરકાયદેસર ભારતીયોને હાંકી કાઢવાના અમેરિકાના મોટા એક્શન બાદ પણ કેટલાક લોકો સમજતા નથી. આવામાં વધુ એક ગુજરાતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ડંકી રુટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતી પરિવારના મોભીએ રસ્તામાં જ જીવ ગુમાવ્યો છે. જેને કારણે તેની પત્ની અને પુત્ર રસ્તામાં રઝળી પડ્યાં છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રાંતિજના મોયદ ગામના યુવકનું ગેરકાયદેસર રીતે અમેરિકા જવા દરમિયાન મોત નિપજ્યું છે. આ પરિવારે નિકારગુઆ થઈને અમેરિકામાં પહોંચવા માટે એજન્ટ મારફતે ગોઠવણ કરાઈ હતી. દોઢેક માસની સફર દરમિયાન યુવકની તબિયત લથડતા નિકારગુઆમાં દાખલ કરાયો હતો. પરંતું ડાયાબિટીસની દવાઓના અભાવે બેહોશ થઈ યુવક કોમામાં સરી પડ્યો હતો. યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા બાદ મોતને ભેટ્યો છે. ત્યારે આ સમાચારથી તેના પરિવાર પર આભ તૂટી પડ્ુયં છે. 

હાલ પત્ની અને સગીર પુત્ર હવે નિકારગુઆમાં અટવાયા હોવાની જાણકારી મળી છે. યુવકના અમેરિકા જવા માટે સ્થાનિક વિસ્તારથી ગુમ થવાને લઈ તપાસની શક્યતા દેખાઈ રહી છે. યુવક ગુમ થયા બાદ મોતનું કારણ જાણવા માટે તપાસ થઈ શકે છે. સ્થાનિક તંત્ર દ્વારા પ્રાથમિક વિગતો એકઠી કરાઈ શકે છે. 

ગામમાં યુવકનું બેસણું યોજાયું 
અમેરિકા જવા વૃદ્ધ માતાને એકલી મુકી અને ગામની જમીન વેચી આંખોમાં સોનેરી સપના શઈને નિકળેલા થુવકનું મોત થતા ગામના લોકો ગમગીન બની ગયા હતા. બીજી તરફ પુવકની પત્ની અને પુત્ર પણ અથવચ્ચે અટવાયા હતા. આ દરમિયાન નિકારાગુઆમાં મૃત્યુના ચાર દિવસ બાદ યુવકના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. મોષડ ગામમાં ફેબ્રુઆરી માસના છેલ્લા અઠવાડીયામાં મૃતકનું બેસણું પણ રાખવામાં આવ્યાની વિગતો મળી છે. મૃત યુવકની પત્ની અને પુત્ર નિકારાગુઆમાં અટવાયા બાદ તેઓનો સંપર્ક પણ નથી શક્યો બીજી તરફ એજન્ટો આ બંનેને પરત મોકલશે કે નહી તે પણ મોટો પશ્ન છે? સમગ્ર મામલે ગામમાં ગમગીની સાથે મૃતકની પત્ની અને પુત્રની પરિવારજનોને ચિંતા સતાવી રહી છે. બીજી તરફ હવે પત્ની-પુત્રનું શું થશે. બંને આગળ અમેરિકા વધશે કે પછી રિટર્ન થશે. 

ડિંગુચા જેવો કિસ્સો
ડિગુંચાના એક પરિવાર સાથે પણ આવું જ થયું હતું. અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની લ્હાયમાં 4 પટેલ નાગરિકો કેનેડા બોર્ડર પર થીજીને મોતને ભેટ્યા. આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. 2022માં જ કેનેડાની સરહદેથી અમેરિકામાં પ્રવેશતી વખતે કલોલ તાલુકાના ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી જતાં દંપતી અને બે બાળકો મોતને ભેટ્યા હતા. કેનેડા ગયા બાદ તેમનો સંપર્ક થયો ન હતો. જેના બાદ તેમના કેનેડા બોર્ડર પર મોતના સમાચાર સામે આવ્યા હતા. 

આ ગુજરાતી પરિવારના મોતના રહસ્યને જાણવા ગુજરાત પહોંચી કેનેડા પોલીસની ટીમ

ગુજરાતીઓની વિદેશ જવાની લ્હાય
સરકાર ગમે તેવા કાયદા બનાવી લે કે પછી પોલીસ ગમે તેટલી ભીંસ વધારી દે, ગુજરાતીઓનું બે નંબરમાં અમેરિકા જવાનું કદાચ ક્યારેય બંધ નહીં થાય. આ ધંધામાં એજન્ટોને તો તગડી કમાણી છે જ, પરંતુ જે લોકો જીવનું જોખમ લઈને અમેરિકા જાય છે તે લોકો પણ ત્યાં સેટલ થયા બાદ સારું એવું કમાઈ લેતા હોય છે. એક સામાન્ય તારણ અનુસાર, બે નંબરના રુટમાં અમેરિકા જતાં મોટાભાગના લોકો ઓછું ભણેલા અને અનસ્કીલ્ડ હોય છે. તેઓ ભારતમાં પણ કંઈ ખાસ કમાઈ શકે તેવી સ્થિતિમાં નથી હોતા. તેવામાં અમેરિકામાં ફુડ ડિલિવરી કે પછી નાના-મોટા સ્ટોર્સ, પેટ્રોલપંપ કે અન્ય જગ્યાઓ પર કામ કરી આ લોકો સારી એવી કમાણી કરતા હોય છે. જોકે, અમેરિકા પહોંચીને પણ રિસ્ક ઝીરો થઈ જાય છે તેવું જરાય નથી. પરંતુ ત્યાં સહી-સલામત પહોંચવું તે કોઈ નાની અને સરળ વાત નથી. ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા એક વ્યક્તિને અમેરિકા પહોંચવામાં ક્યારેક છ મહિનાથી પણ વધારે સમય લાગી જતો હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news