1.75 લાખ પગાર હોવા છતા સાયકલ પર નોકરી જતા આ ગુજરાતી શિક્ષણ માટે કરે છે દાન

બીજા લોકોને મદદ થાય તે માટે તેઓએ પોતના ખર્ચાઓ પર કાપ મુક્યો હતો. આજે તેમનો પગાર પોણા બે લાખ માસીક હોવા છતાં તેઓ સાઇકલ પર નોકરી જાય છે.

1.75 લાખ પગાર હોવા છતા સાયકલ પર નોકરી જતા આ ગુજરાતી શિક્ષણ માટે કરે છે દાન

ગૌરવ પટેલ/અમદાવાદ: મોઘવારીના સમયમાં જ્યારે ઘરનું ગુજરાન ચાલતુ ન હોય ત્યારે દાન કે સેવા કઇ રીતે થાય એ સામાન્ય સવાલ દરેક મધ્યમ વર્ગના પરિવારને સતાવતો હોય છે. પણ અમદાવાદમાં એક એવા વ્યક્તિ રહે છે જેઓ પોતના પગારનો મોટો હિસ્સો દાન કરે છે, એવા જરૂરિયાત મંદ લોકોને જેઓ પોતાના સંતાનોને કમરતોડ ફીને લીધે ઉચ્ચ અભ્યાસ કરાવી શકતા નથી.

અમૃતભાઇ પટેલ નામના આ દાનશ્વરનો જન્મ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઉંભડા ગામે થયો હતો. તેમના પિતા મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જ્યારે અમૃતભાઇ વિદ્યાનગર અભ્યાસ અર્થે ગયા ત્યારે તેમનો માસીક ખર્ચ 600 રૂપિયાનો હતો. અમૃતભાઇના પિતાની આવક માત્ર 175 રૂપિયા આ સમયે ગામના લોકો અને પાડોશીએ અમૃતભાઇને ભણવા માટે આર્થીક મદદ કરી હતી. અભ્યાસ બાદ વર્ષ 1987માં તેઓ રેલવેમાં આસીસ્ટન્ટ  પાયલોટ તરીકે જોડાયા ત્યારથી તેમણે નિર્ણય કર્યો કે, અભ્યાસ માટે આર્થિક સંકડામણ અનુભવતા વિદ્યાર્થીઓને તેઓ મદદ કરશે કેમકે તેઓ ને અન્ય લોકોએ અભ્યાસ માટે મદદ કરી હતી.

બીજા લોકોને મદદ થાય તે માટે તેઓએ પોતના ખર્ચાઓ પર કાપ મુક્યો હતો. આજે તેમનો પગાર પોણા બે લાખ માસીક હોવા છતાં તેઓ સાઇકલ પર નોકરી જાય છે. અને જ્યારથી નોકરી લાગ્ય ત્યારથી તેઓ સાઇકલ પરજ નોકરી અવન-જવન કરે છે જાણીને નવાઇ લાગશે કે, અમૃત પટેલે જીવનના નવ વર્ષ ચમનપુરા ખાતે એક રૂમ રસોડની ચાલીમાં વિતાવ્યા હતા. તેમના પરિવારમાં તેમની માતા પત્ની અને બે બાળકો છે. જેઓએ પણ અમૃત પટેલના દાન વૃતિના સ્વભાવને સ્વિકારી લીધો છે. અમૃત પટેલે અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ પાછળ લાખો રૂપિયાનુ દાન કર્યુ છે.

  • નીલુ બફલી પરાને બીડીએસ માટે ફીની મદદ કરી જે અત્યારે રાજકોટમાં સ્થાયી થયા છે
  • નિકુંજ બફલી પરાને લેપટોપ  ભેટ આપ્યુ જે અત્યારે યુપીઅસસી ની તૈયારી કરે છે
  • ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મસાલો વેચતા બેનના દિકરા ઉમેશ રાઠોડને લેપટોપ આપ્યુ
  • મીલીન પટેલ નામના વિદ્યાર્થીને અભ્યાસ અર્થે લેપટોપ આપ્યુ
  • ભાવીકા નામની વિદ્યાર્થીનીને મેડીકલના અભ્યાસ માટે આર્થીક મદદ કરી
  • ભાર્ગવ બફલી પરા નામના વિદ્યાર્થીને દોઢ વર્ષ પોતના ઘરે રાખી ઓટો મોબાઇલ એન્જીનીયરનો અભ્યાસ પુર્ણ કરાવ્યો
  • આવા અનેક વિદ્યાર્થીઓ છે જે અમૃત પટેલની આર્થીક મદદથી અભ્યાસ પુર્ણ કરી ચુક્યા છે

જે વ્યક્તિ પોતના પગારની મોટાભાગની રકમ દાનમાં જતી હોય તે પરિવારનું ગુજરાન કઇ રીતે ચાલે આ જવાબદારી ઉઠાવી તેમનાં પત્ની તરૂલતા બેને તરૂલતા બેન અને અમૃત પટેલના લગ્ન 1991માં થયા. તેઓ પોતના પતીના દાનવીર સ્વભાવથી પરિચિત હતા. માટે તેમણે ઘર ખર્ચ કાઢવાનો રસ્તો શોધી કાઢ્યો તેમણે સિલાઇ મશીન પર કામ કરી બચત કરી ધરના ખર્ચા ઉપાડ્યા હતા.

જાણીતા લેખીકા કાઝલ ઓઝા વૈદ્યે અશ્વીન સાંકડસરિયા સામે કર્યો બદનક્ષીનો દાવો

અમૃત ભાઇના માતા આજે હયાત છે અને તેઓ પોતાના દિકરાના સ્વભાવને બિરદાવે છે તેઓ કહે છે કે, લોકોએ ભેગા મળીને તેણે ભણાવ્યો છે તો તે બીજાને ભણાવેએ સારી વાત છે. શતાબ્દી ટ્રેનના લોકો પાયલટ અમૃત પટેલની ઇચ્છા એક એવુ ગ્રુપ બનાવવાની છે કે, જ્યાં એવા લોકો હોય કે તે અન્યને મદદ કરવા ઇચ્છે અને સામા એવા લોકો હોય જે આર્થિક સંકડામણથી અભ્યાસ ન કરી શકતા હોય આ બંને વચ્ચે સેતુ બનવાનું તેઓ ઇચ્છી રહ્યા છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news