Mandvi Gujarat Chutani Result 2022 કચ્છની તમામ 6 બેઠક ભાજપને મળી, માંડવી પર ભગવો લહેરાયો

Mandvi Gujarat Vidhan Sabha Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Mandvi Gujarat Chutani Result 2022 કચ્છની તમામ 6 બેઠક ભાજપને મળી, માંડવી પર ભગવો લહેરાયો

Mandvi Gujarat Chutani Result 2022: ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો આવેલી છે. આ 182 વિધાનસભા બેઠકમાં માંડવી વિધાનસભા બેઠક 109માં ક્રમાંકે છે. માંડવી વિધાનસભા બેઠક પર ભાજપ ક્યારેય પોતાનું ખાતુ ખોલાવી શક્યું નથી, જેથી આ બેઠક જીતવા માટે તડામાર તૈયારીઓ કરવી પડશે.આ વિધાનસભા બેઠક પર ક્ષત્રિય, પાટીદાર, મુસ્લિમ, વણકર-રોહિત, ચુનારા-દેવીપૂજક, બ્રાહ્મણ, વાણિયા તથા અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

માંડવીમાં ભાજપની જીત 
કચ્છની માંડવીમાં ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલ 48297 લીડથી જીત થઈ છે. તો કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજાની હાર થઈ છે. 

કચ્છની 6 બેઠકો પર ભાજપની જીત 
કચ્છની તમામ 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યાં છે. મતગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં ભાજપના સમર્થકોની ભીડ ઉમટી હતી. ઢોલ શરણાઈ વગાડી અને હાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી રહી છે. ભારે રસાકસી બાદ રાપરની બેઠક ભાજપે પરત મેળવી છે. ત્યારે ભાજપના ઉમેદવારો જીતતા ભાજપના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાઈ છે. 

1.અબડાસા -પદ્યુમ્નસિંહ જાડેજા -ભાજપ -જીત 8500 ની લીડ 
2. માંડવી -અનિરુદ્ધ દવે -ભાજપ -જીત 48297 લીડ 
3. ભુજ -કેશુભાઈ પટેલ -ભાજપ -જીત 59814 લીડ 
4. અંજાર -ત્રિકમ છાંગા -ભાજપ -જીત 37709 લીડ 
5. ગાંધીધામ -માલતીબેન મહેશ્વરી -ભાજપ-જીત 37605 લીડ 
6.રાપર- વિરેન્દ્રસિંહ જાડેજા -ભાજપ -જીત 577 લીડ

માંડવી વિધાનસભા બેઠકઃ-
માંડવી વિધાનસભા બેઠક મોટાભાગે ગ્રામીણ મતદારો આવે છે. કચ્છમાં ફરવા આવનાર લોકો માંડવીની મુલાકાત તો લે જ છે. મનમોહક દરિયાકિનારો અને શ્યામજી કૃષ્ણ વર્માનું પ્રખ્યાત મેમોરિયલ ધરાવતી માંડવી વિધાનસભા બેઠકનો ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યો છે. જો કે, સમયાંતરે આ બેઠકનો મિજાજ બદલાય છે અને કોંગ્રેસને જીત મળે છે.

માંડવીમાં સવર્ણોની વસતિ વધારે છે. 35 ટકા સવર્ણ લોકોની વસતિ છે. 21 ટકા મુસ્લિમ વસતિ છે. 13 ટકા દલિત વસતિ છે. 15 ટકા ઓબીસી, 7 ટકા એસટી અને 8 ટકા અન્ય જાતિઓનો સમાવેશ થાય છે. સાથે જ અહીં 20 હજાર જેટલા પાટીદાર મતદારો પણ છે. મોરબીની માંડવી વિધાનસભા બેઠકને જીતવા માટે આ સમીકરણોને ધ્યાનમાં લેવા જરૂરી છે.

2022ની ચૂંટણીઃ-
આ વખતે માંડવી બેઠક પર પણ ત્રિપાંખિયો જંગ છે. 

પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    અનિરુદ્ધ દવે
કોંગ્રેસ     રાજેન્દ્રસિંહ જાડેજા
આપ    કૈલાશ ગઢવી

2017ની ચૂંટણીઃ-
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને નવ હજાર મતોથી હરાવ્યા હતા. ભાજપની આ સતત ત્રીજી જીત હતી. આ ચૂંટણીમાં કુલ 17 ઉમેદવારો મેદાનમાં હતા. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો સિવાય બાકીના 15 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી.

2012ની ચૂંટણી:-
2012ની ચૂંટણીમાં આ સીટ ભાજપે જીતી હતી. ભાજપના તારાચંદ છેડાએ કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ પરમારને નવ હજાર મતોથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં કુલ 11 ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને બાદ કરતાં બાકીના નવ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news