ગરમીનું કાતિલ ટોર્ચર, દેશ સહિત ગુજરાતના અનેક શહેરો ગરમીની ઝપેટમાં; નવા રિપોર્ટમાં ગરમી અંગે ડરામણો ખુલાસો
Heat Wave: ગુજરાતમાં માર્ચ મહિનામાં જ આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ થઈ ગયું છે. આ આંકડા જેની સાક્ષી પૂરી રહ્યા છે. અમદાવાદમાં 37 ડિગ્રી ગરમી, સુરતમાં 38 ડિગ્રી ગરમી, વડોદરામાં 38 ડિગ્રી ગરમી, સુરતમાં 38 ડિગ્રી ગરમી, ડીસામાં 38 ડિગ્રી ગરમી, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી ગરમી નોંધાઈ.
Trending Photos
Heat Wave: માર્ચ મહિનામાં દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી વરસવાની શરૂ થઈ ગઈ છે. તેની વચ્ચે સસ્ટેનેબલ ફ્યૂચર્સ કોલાબોરેટિવના નવા રિપોર્ટે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં ચેતવણી આપવામાં આવી છે કે, આગામી વર્ષોમાં ભારતમાં હીટવેવની અસર વધારે રહેશે. જેને ભારતના લોકો સહન નહીં કરી શકે. ત્યારે હાલ ભારતમાં ગરમીનો કેવો છે કહેર? લોકો ગરમીથી છૂટકારો મેળવવા કેવા-કેવા ઉપાયો અજમાવે છે?
આ સ્થિતિ ગુજરાતની છે. જ્યાં માર્ચ મહિનામાં જ આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ થઈ ગયું છે. આ આંકડા જેની સાક્ષી પૂરી રહ્યા છે. અમદાવાદમાં 37 ડિગ્રી ગરમી, સુરતમાં 38 ડિગ્રી ગરમી, વડોદરામાં 38 ડિગ્રી ગરમી, સુરતમાં 38 ડિગ્રી ગરમી, ડીસામાં 38 ડિગ્રી ગરમી, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી ગરમી નોંધાઈ.
ઠંડક મેળવવા લોકો પાણીના સહારે
અમદાવાદમાં ગરમીનો પારો હાઈ જતાં લોકો ઠંડક મેળવવા સ્નોપાર્ક અને સ્વિમિંગ પુલ તરફ વળ્યા છે. વીકેન્ડમાં મોટી સંખ્યામાં લોકોએ સ્નોપાર્કની મુલાકાત લીધી. તો આ તરફ કેટલાંક લોકો પરિવાર સાથે સ્વિમિંગ પુલમાં જુદી-જુદી રાઈડ્સની મજા માણીને ગરમીમાં થોડી રાહત મેળવી.
કેટલાંક લોકો પહાડો પર પહોંચ્યા
આ તરફ કેટલાંક લોકો ગરમીમાં રાહત મેળવવા પહાડી રાજ્ય જમ્મુ કાશ્મીર પહોંચ્યા. જ્યાં તેમને સ્વેટર, ટોપી અને ગરમ કપડાં પહેરવા પડ્યા. અહીંયા તેમણે શ્રીનગરના દાલ લેકમાં શિકારા રાઈડની મજા માણી અને ઠંડકનો અહેસાસ કર્યો.
નવા રિપોર્ટમાં ગરમી અંગે ડરામણો ખુલાસો
દેશના અનેક ભાગમાં પણ ગરમીનો પારો 39થી 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેની વચ્ચે સસ્ટેનેબલ ફ્યુચર્સ કોલાબોરેટિવના નવા રિપોર્ટે ડરામણો ખુલાસો કર્યો છે. ભારતમાં આગામી વર્ષોમાં હીટવેવની અસર વધુ રહેશે. આ હીટવેવની અસર લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે. ભારત આ ભીષણ હીટવેવનો સામનો કરી શકે તેમ નથી. જેના કારણે લોકોના ટપોટપ મૃત્યુ થવાની સંખ્યામાં વધારો થશે.
આ તરફ કેટલાંક રાજ્યોમાં ગરમીમાં રાહત આપવા માટે ખુદ ઈન્દ્રદેવ આવી પહોંચ્યા છે. જેમાંથી એક છે પશ્વિમ બંગાળનું બિરભૂમ. જ્યાં ઝરમર-ઝરમર વરસાદ પડતાં લોકોને કાતિલ ગરમી આંશિક રાહત મળી. તો તમિલનાડુના કરિયાપટ્ટી અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. જેના કારણે કુદરતી રીતે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ.
જોકે માર્ચમાં જે રીતે ગરમીનું ટોર્ચર જોવા મળી રહ્યું છે. તે જોતાં એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો પારો ક્યાં જઈને અટકશે તે સવાલ જ ડરામણો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે