)
Train Update : અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિડેવલપમેન્ટની કામગીરીને પગલે અનેક ટ્રેનો સાબરમતી અને મણિનગર સ્ટેશને ડાયવર્ટ કરાઈ હતી. પરંતું પાંચ મુખ્ય ટ્રેનો ફરીથી કાલુપુર રેલવે સ્ટેશનથી જ ઉપડશે અને ત્યાં જ આવશે. જ્યારે કેટલીક ટ્રેનોનું સ્ટોપેજ આગામી કેટલાક દિવસો સુધી સાબરમતી સ્ટેશન પર યથાવત્ રહેશે.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ હાથ ધરવામાં આવ્યું. ઉત્તરાયણ પછી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7થી 9 બંધ કરવામાં આવ્યા હતા. જેના કારણે કાલુપુરથી ઉપડતી ટ્રેનો સાબરમતી, મણિનગર, અસારવા, વટવા ખાતે શિફ્ટ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનો કાલુપુર સ્ટેશનને બદલે સાબરમતી અને મણિનગર સ્ટેશને ઊભી રહેશે. અમુક હોલિડે સ્પેશિયલ ટ્રેન બંધ કરવામાં આવે તેવી શક્યતા છે. કર્ણાવતી, ડબલ ડેકર, વડોદરા ઈન્ટર સિટી મણિનગર ખાતે શિફ્ટ કરાઈ હતી. એક્સપ્રેસ ટ્રેનોને વટવા સ્ટેશને જ અટકાવી દેવાશે.
પરંતુ હવે ધીરે ધીર ટ્રેનોનો ટ્રાફિક પૂર્વવત ચાલુ કરી દેવાયો છે. જેમાં હાલ 5 ટ્રેનોને ફરીથી કાલુપુર ખાતે ડાયવર્ટ કરાઈ છે. એટલે કે આ પાંચ ટ્રેન હવેથી અમદાવાદ કાલુપુર સ્ટેશનથી ઉપડશે.
ટ્રેન નંબર ટ્રેનનું નામ ટ્રેનનો સમય અમલની તારીખ
આ ટ્રેનોના સાબરમતી સ્ટોપેજ રહેશે યથાવત
આ સિવાય જોધપુર – બાંદ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસ, જોધપુર-હડપસર સુપરફાસ્ટ એક્સપ્રેસ, હડપસર – જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ, ચંડીગઢ – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ, હિસાર – સિકંદરરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ, જોધપુર – ચેન્નાઈ એગ્મોર એક્સપ્રેસ, હિસાર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ, બાડમેર – બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ, શ્રીગંગાનગર – હજૂર સાહેબ નાંદેડ એક્સપ્રેસ, શ્રીગંગાનગર- બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ, લાલગઢ – દાદર રણકપુર એક્સપ્રેસ, ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ, ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ,ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ,અજમેર-પૂરી સુપરફાસ્ટ એક્સપ્રેસ, ભગત કી કોઠી – વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ – શ્રીગંગાનગર અરાવલી એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી હમસફર એક્સપ્રેસ,પોરબંદર –દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ યથાવત રહેશે.
અમદાવાદ રેલવે સ્ટેશનના નવીનીકરણની વાતો વચ્ચે અમદાવાદ રેલવે વિભાગે 36 મહિનામાં રીડેવલોપમેન્ટનું કામ પૂરું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દિલ્લી, મુંબઇ સહિતના એરપોર્ટને ટક્કર મારશે તેવું અમદાવાદનું નવું રેલવે સ્ટેશન બનશે. અમદાવાદનું નવનિર્મિત રેલવે સ્ટેશન મોઢેરા સૂર્યમંદિરની થીમ પર બનશે. ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન એટલે કાલુપુર રેલવે સ્ટેશન. જેની આગામી વર્ષોમાં આ રેલવે સ્ટેશનની કાયાપલટ થવાની છે. કારણ કે આ રેલવે સ્ટેશન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અદ્યતન સુવિધાથી સજ્જ રેલવે સ્ટેશનમાં ફેરવાઇ જશે. દેશભરમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આવા 1 હજાર 275 રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે પસંદ કરાયા છે. જેમાં ગુજરાતના 87 રેલવે સ્ટેશનનો સમાવેશ છે. અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસના કામનો પ્રારંભ થઇ ગયો છે. રિડેવલપમેન્ટનું કામ 36 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
રેલવે તંત્રની મોટી ભૂલ, ટ્રેન ઊંધા રસ્તે દોડી ગઈ
સુરત રેલવે તંત્રની સૌથી મોટી બેદરકારી સામે આવી છ. ટ્રેન ઊંધા રસ્તે દોડી જતા પાછી લાવવી પડી હતી. વસઈવાળા રોડ પર જવાના બદલે જલગાઉવાળા રોડ પર મોકલી દેવામાં આવી હતી. નિયોલ પાસે ટ્રેન પહોંચી ગયા બાદ ટ્રેનને પાછી લાવી સીધા રસ્તે દોડાવવામાં આવી હતી. ગાર્ડને પણ ઉધના ઉતારી દેવામાં આવ્યો. ત્યારે એક ભૂલને કારણે આવું થયું હતું. ઓપરેશન, સિંગલ સહિતના વિભાગની જવાબદારી નક્કી થશે.