જામનગરમાં પરમ પૂજ્ય વજ્રસેન મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા, જૈન સમાજમાં ભારે શોકની લાગણી

જામનગરમાં ઓસવાળ કોલોની દેરાસરમાં બિરાજમાન ૫.પૂ.પન્યાસ વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ કાળધર્મ પામતા શ્રાવક અને શ્રવિકાઓ તેમજ સમગ્ર જૈન સમાજમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.

Updated By: Jul 6, 2021, 12:55 PM IST
જામનગરમાં પરમ પૂજ્ય વજ્રસેન મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા, જૈન સમાજમાં ભારે શોકની લાગણી

મુસ્તાક દલ, જામનગર: જામનગરમાં ઓસવાળ કોલોની દેરાસરમાં બિરાજમાન ૫.પૂ.પન્યાસ વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ કાળધર્મ પામતા શ્રાવક અને શ્રવિકાઓ તેમજ સમગ્ર જૈન સમાજમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે. જામનગરમાં ગઈકાલે રાત્રીના 10.25 કલાકે નવકાર મહામંત્રનું સ્મરણ કરતા સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા...તેમની પાલખીયાત્રા આજે તા.6-7-2021 ને મંગળવારે સાંજે 4 વાગ્યે જામનગર ખાતે ઓસવાળ કોલોની દેરાસરથી નીકળશે.

No description available.

પરમપૂજ્ય પ્રેમ-રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં શિષ્યરત્ન પરમપૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિનાં શિષ્ય પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજનાં શિષ્યરત્ન પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વજ્રસેનવિજયજી ગણિવર્યશ્રી કાળધર્મ પામ્યા. આ દુઃખદ સમાચાર વાયુવેગે ચોમેર પ્રસરી ગયા. મ.સા.કાળધર્મ પામવાથી સમગ્ર જૈન સમાજ હાલ ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે.

No description available.

મ.સા.ની પાલખી યાત્રાનો રૂટ:
પૂ.પંન્યાસ શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પાલખી યાત્રાનો રૂટ જામનગર શહેરમાં ઓશવાળ કોલોનીથી ચંપાવિહાર – કામદાર કોલોની લાલબંગલો - ટાઉનહોલ – પંચેશ્વર ટાવર બેડી ગેઇટ - રતનબાઇ મસ્જીદ – ચાંદીબજાર ચોક સેન્ટ્રલ બેંક – હવાઇચોક – ખંભાળીયા ગેઇટ - દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી રોડ હિરજી મિસ્ત્રી રોડ - રણજીતનગર સુધીનો રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube