રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 3 લોકોના મોતની આશંકા, તહેવાર પર છવાયો શોકનો માહોલ
રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ, 3નું મોત, હાઇડ્રોલિક લિફ્ટ દ્વારા લોકોને નીચે ઉતારવાનું શરૂ, જવેલર્સના માલિકો તેમજ નામાંકિત ડોક્ટર્સ રહે છે બિલ્ડિંગમાં. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બિલ્ડિંગમાં લાગી વિકરાળ આગ...છઠ્ઠા માળે આગ લાગતા બે લોકોના મૃત્યુ..એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગતા તહેવાર પર છવાયો શોક..
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: હોળીનો તહેવાર આજે ગોઝારો સાબિત થઈ રહ્યો છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બિલ્ડિંગમાં લાગી વિકરાળ આગ ફાટી નીકળી છે. બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગતા ત્રણ લોકોના મોતના સમાચાર પણ મળી રહ્યા છે. જ્યારે દાઝી ગયેલા 2 લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તહેવારના દિવસે એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગતા શોકનો માહોલ છવાયો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી છે. ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 6ઠા માળે આગ લાગતા ત્રણ માળના લોકો આગમાં ફસાયા છે. ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, હજું અનેક લોકો ફસાયા હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાઈ પ્રોફાઈલ સોની પરિવારના લોકો ફસાયા હોવાની વાત સામે આવી છે.
રાજકોટ: એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી : 150 ફૂટ રોડ પર એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ#Rajkot #Fire #ZEE24kalak #Gujarat pic.twitter.com/kMH23bNWgc
— Zee 24 Kalak (@Zee24Kalak) March 14, 2025
પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ સાથે બચાવ કામગીરી ચાલી રહી છે. હાઇડ્રોલિક લિફ્ટ મારફત ઉપરના માળથી લોકોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે. રાજકોટના નામાંકિત જવેલર્સના માલિકો તેમજ નામાંકિત ડોક્ટર્સ પરિવાર આ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં રહે છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ ફરી એક મોટી દુર્ઘટના... એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગતા ત્રણ લોકોના મોતની આશંકા #rajkot #Fire #ZEE24Kalak #Gujarat pic.twitter.com/FynD11oKNK
— Zee 24 Kalak (@Zee24Kalak) March 14, 2025
રાજકોટમાં હાઈડ્રોલિક ક્રેઈનની મદદથી કરાઈ રહ્યું છે રેસ્કયુ... છઠ્ઠા માળે કેટલાય લોકો ફસાયા....
- માતા અને બાળકનો બચાવ #Rajkot #Fire #Gujarat #ZEE24Kalak pic.twitter.com/pGi1fVPGX2
— Zee 24 Kalak (@Zee24Kalak) March 14, 2025
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે