)
Surat News: સુરતમાં સોમવારે સાંજે એક મોટી દુર્ઘટના બની છે. સુરતના કડોદ્રા વિસ્તારના જોલવામાં આવેલી સંતોષ ડાઇંગ મિલમાં બોઈલર ડ્રમ ફાટવાથી 2 કામદારોના મોત થયા છે. આગને કારણે મોટી સંખ્યામાં કામદારો દાઝી ગયા છે. સુરત ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલ કામદારોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.
સુરતના લસાણાના જોળવા મિલમાં ડ્રમ ફાટવાની ઘટના સામે આવી છે. સંતોષ ટેક્સટાઇલ નામની મિલમાં બોઈલર ડ્રમ ફાટવાની ઘટના બની છે. મીલમાં જ્યારે ડ્રમ ફાટ્યું તે દરમિયાન મજૂરો અને કામદારો કામ કરી રહ્યા હતા. આ ઘટનામાં બે કામદારોના મોત થયા છે, જ્યારે અનેક કામદારોને ઇજા પહોંચી હોવાની આશંકા છે. હાલ તમામ ઈજાગ્રસ્ત કામદારોને સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરતના પલસાણાના જોળવા મિલમાં ડ્રમ ફાટવાની બની ઘટના, ઘટનામાં એકનું મોત, એક વ્યક્તિ લાપતા#surat #fireaccident #gujaratinews pic.twitter.com/mwNQL2OBld
— Zee 24 Kalak (@Zee24Kalak) September 1, 2025
આગની ઊંચી જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી
આ દુર્ઘટના પછી ફેક્ટરીમાં મોટી સંખ્યામાં કામદારો ડાઝેલા જોવા મળ્યા, જેઓ પીડાથી કણસતા હતા. સાથી કામદારો તેમને મદદ કરવામાં વ્યસ્ત હતા. બોઈલર ફાટ્યા પછી કાળા ધુમાડાના આકાશમાં છવાઈ ગયા. આકાશમાં આગની ઊંચી જ્વાળાઓ દૂર સુધી જોવા મળી હતી.
સંતોષ ટેક્સટાઇલમાં મોટી સંખ્યામાં કામદારો કરી રહ્યા હતા કામ
સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં બોઈલર ફાટ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા. બોઈલર ફાટ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ફાયર વિભાગ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે.
ફસાયેલા કામદારોને બહાર કાઢવામાં આવી રહ્યા છે
ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. પ્રારંભિક માહિતી અનુસાર લગભગ 10 થી 15 લોકોને દાઝી જવાથી ઇજાગ્રસ્ત થયા છે. બચાવ કામગીરીના ભાગરૂપે ચાદર તોડીને ફસાયેલા કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.