અત્યંત સ્વરૂપવાન ડૉક્ટર યુવતીઓ એક નાનકડી પડીકી માટે ગમે તેની પથારી ગરમ કરતી અને...

ડ્રગ્સની લત યુવાધનને બરબાદીની પંથે લઈ જાય છે. છતાંય દેખાદેખીના કારણે અનેક યુવક યુવતીઓ ડ્રગ્સના રવાડે જાય છે. ઉચ્ચ અભ્યાસ કરતા કરતા ડ્રગ્સના રવાડે ચઢી ગયેલી 48 યુવતીઓને શહેર પોલીસે ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરાવીને એક નવી જિંદગી અપાવી છે. અત્રે નોંધનીય છે કે, ડ્રગ્સની એટલી લત્ત આ યુવતીઓને લાગી ગઇ હતી કે ડ્રગ્સ માટે તે ગમે તે કરવા માટે તૈયાર થઇ જતી હતી. એક ડ્રગ્સની પડીકી માટે ઘણા અનૈતિક કામ પણ કરી ચુકી હતી. 

Updated By: Dec 6, 2021, 09:04 PM IST
અત્યંત સ્વરૂપવાન ડૉક્ટર યુવતીઓ એક નાનકડી પડીકી માટે ગમે તેની પથારી ગરમ કરતી અને...

આશ્કા જાની/અમદાવાદ : ડ્રગ્સની લત યુવાધનને બરબાદીની પંથે લઈ જાય છે. છતાંય દેખાદેખીના કારણે અનેક યુવક યુવતીઓ ડ્રગ્સના રવાડે જાય છે. ઉચ્ચ અભ્યાસ કરતા કરતા ડ્રગ્સના રવાડે ચઢી ગયેલી 48 યુવતીઓને શહેર પોલીસે ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરાવીને એક નવી જિંદગી અપાવી છે. અત્રે નોંધનીય છે કે, ડ્રગ્સની એટલી લત્ત આ યુવતીઓને લાગી ગઇ હતી કે ડ્રગ્સ માટે તે ગમે તે કરવા માટે તૈયાર થઇ જતી હતી. એક ડ્રગ્સની પડીકી માટે ઘણા અનૈતિક કામ પણ કરી ચુકી હતી. 

GUJARAT CORONA UPDATE: 38 નવા કેસ, 37 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

જુલાઈ 2020 માં કાલુપુરમાં એક હોટલમાં રેડ દરમિયાન પોલીસના સંપર્કમાં એક યુવતી આવી હતી. જે ઉચ્ચ અભ્યાસ કરતા કરતા ડ્રગ્સના રવાડે ચઢી ગઈ હતી. ડ્રગ્સની આદતને સંતોષવા માટે તેની મજબૂરી અને તૈયારીઓ જોઈને પોલીસs આવી યુવતીઓને શોધી કાઢવાનું નક્કી કર્યું હતું. તમામ યુવતીઓને ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત કરવાનું નક્કી કર્યું હતું. જેમાં પોલીસને અત્યાર સુધીમાં 48 જેટલી યુવતીઓને ડ્રગ્સની ચુંગાલમાંથી મુકત કરવામાં સફળતા મળી છે. 

જો તમે બેંકમાં FD કરાવી હોય તો વાંચજો, તમે નાણાની રાહ જોતા રહેશો અને મોજ કોઇક બીજું જ કરી જશે

જો કે ચોંકાવનારી બાબત એ છે કે મોટા ભાગની યુવતીઓ MBA, MBBS, B.TEC જેવા ઉચ્ચ અભ્યાસ કરી રહી છે. જે ક્યાંક કોલેજના મિત્રો સાથે પાર્ટીમાં કે દેખાદેખીમાં ડ્રગ્સની લતે ચઢી ગઇ હતી. જો કે કેટલીક યુવતીઓ તો ડ્રગ્સની આદત પૂરી કરવા માટે પોતાનું શરીર વેચવા માટે મજબુર બનતી હતી. ધીરે ધીરે જો કે ડ્રગ્સનું એડિક્શન વધતા અને પોતાની જાતને સંપત્તીવાન બતાવવા માટે સરળતાથી પૈસા મળી રહેતા હોવાથી દેહ વ્યવસાયને જ પ્રોફેશન તરીકે અપનાવી લીધો હતો. 

અમેરિકા પણ જે ના કરી શક્યું તે GUJARAT સરકારે કરી બતાવ્યું, આંકડા જોઇ છાતી ગજગજ ફૂલશે

જોકે હાલ તો ડીસીપી ઝોને ૩ મકરંદ ચૌહાણ દ્વારા ડ્રગ્સના ચુંગાલમાં ફસાયેલી અને પોતાના દેહને વેચવા મજબૂર બનેલી યુવતીઓનો શોધી તેમને આ મજબૂરીમાંથી તથા ડ્રગ્સની લતમાંથી મુક્તિ અપવાવવના પ્રયાસો કરી રહ્યા છે. એટલું જ નહિ આ ડીસીપી ઝોને ૩ ચૌહાણ અને સિટી પોલીસનું અભિયાન પૂર્ણ થયા બાદ પોલીસના ધ્યાને આવેલ તમામ ડ્રગ્સ પેડલારો સામે કડક કાર્યવાહી કરશે. આ ઉપરાંત આવી જાળ પાથરનારા તત્વો વિરુદ્ધ પણ કડક કાર્યવાહીની તૈયારીઓ આરંભી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube